Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / October 17.
Homeન્યૂઝJammu Kashmir Encounter: જમ્મુના પૂંછ જિલ્લામાં એક JCO અને ચાર જવાન શહિદ

Jammu Kashmir Encounter: જમ્મુના પૂંછ જિલ્લામાં એક JCO અને ચાર જવાન શહિદ

jammu kashmir punchh
Share Now

જમ્મુ કશ્મીરના(Jammu Kashmir) પૂંછ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. જેમાં એક JCO (જુનિયર કમિશ્ડ ઓફિસર) અને ભારતીય સેનાના ચાર જવાન શહીદ થયા છે. સાથે જ ચારથી પાંચ આતંકવાદીઓનું જૂથ ઘેરાયેલું છે. સૈન્ય પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદે જણાવ્યું હતું કે ગુપ્ત માહિતીના આધારે ભારતીય સેનાએ સોમવારે સવારે પૂંછના સુરનકોટ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન અથડામણ શરૂ થઈ હતી. જેમાં એક જેસીઓ અને ચાર જવાન ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું ઈજાના કારણે મોત નીપજ્યું હતું. આતંકીઓ સાથેની અથડામણ હજુ પણ ચાલુ જ છે. 

બે આતંકીઓ ઠાર

સુરક્ષા દળોએ કાશ્મીર(Kashmir) વિભાગમાં બે આતંકીઓને ઠાર કરવામાં સફળતા મેળવી છે. એક આતંકવાદી અનંતનાગમાં અને એક બાંદીપોરામાં માર્યો ગયો છે. બાંદીપોરામાં માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ ઈમ્તિયાઝ અહમદ ડાર તરીકે થઈ હતી. તે ટીઆરએફ (ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ) આતંકવાદી હતો, જે શાહગુંડમાં એક નાગરિકની હત્યામાં સામેલ હતો.

jammu kashmir poonch encounter

આ પણ વાંચો: પીએમ મોદીએ Indian Space Association કર્યું લોન્ચ, કહ્યું ભારત બનશે આત્મનિર્ભર

આતંકવાદીએ પોલીસ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો

અનંતનાગમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે રવિવારે મોડી રાત્રે શરૂ થયેલ અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો છે. માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ હજુ બાકી છે. આ ઓપરેશનમાં એક પોલીસકર્મી પણ ઘાયલ થયો હતો. તમને જણાવી દઈએ કે ગુપ્ત માહિતીના આધારે પોલીસ આતંકવાદીઓના સહાયકને પકડવા ગઈ હતી. આ દરમિયાન છુપાયેલા આતંકીઓએ પોલીસ ટીમ પર ગોળીબાર શરૂ કર્યો હતો. જે બાદ પોલીસ અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઇ અને આતંકીને મારવામાં સફળતા મળી. માર્યા ગયેલા આતંકી પાસેથી એક પિસ્તોલ અને ગ્રેનેડ મળી આવ્યા છે.

બાંદીપોરામાં ટીઆરએફના આતંકી ઇમ્તિયાઝ અહમદ ડારની હત્યા

પોલીસ, આર્મીની 13-આરઆર (રાષ્ટ્રીય રાઇફલ્સ) અને સીઆરપીએફની(CRPF) સંયુક્ત ટીમે બાંદીપોરામાં ગુંદ જહાંગીર વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી પર સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો. કેટલાક કલાકો સુધી ચાલેલા એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો હતો. તેની ઓળખ ઇમ્તિયાઝ અહમદ ડાર તરીકે થઇ હતી. તે એક TRF આતંકવાદી હતો, જે શાહગુંડમાં એક નાગરિકની હત્યામાં સામેલ હતો. આ સાથે તે અન્ય આતંકવાદી હુમલામાં સામેલ હતો.

ઉલ્લેખનીય છે કે, જમ્મુ કશ્મીરના(Jammu Kashmir) પૂંછ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. જેમાં એક JCO (જુનિયર કમિશ્ડ ઓફિસર) અને ભારતીય સેનાના ચાર જવાન શહીદ થયા છે. સાથે જ ચારથી પાંચ આતંકવાદીઓનું જૂથ ઘેરાયેલું છે. સૈન્ય પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદે જણાવ્યું હતું કે ગુપ્ત માહિતીના આધારે ભારતીય સેનાએ સોમવારે સવારે પૂંછના સુરનકોટ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન અથડામણ શરૂ થઈ હતી. જેમાં એક જેસીઓ અને ચાર જવાન ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું ઈજાના કારણે મોત નીપજ્યું હતું. આતંકીઓ સાથેની અથડામણ હજુ પણ ચાલુ જ છે. 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment