Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝજમ્મુમાં પોલીસે જાહેર કર્યું 10 મોસ્ટ વોન્ટેડ આતંકીઓનું લિસ્ટ

જમ્મુમાં પોલીસે જાહેર કર્યું 10 મોસ્ટ વોન્ટેડ આતંકીઓનું લિસ્ટ

jammu police list of terrorist
Share Now

જમ્મુ -કાશ્મીર(Jammu Kashmir)માં સુરક્ષા દળો(Security Force) સતત ઓપરેશન ક્લીન ચલાવી રહ્યા છે. દરરોજ સુરક્ષા દળો કુખ્યાત આતંકવાદીઓનો સફાયો કરી રહ્યા છે. જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) થી આતંકીઓના સફાયા માટે સુરક્ષાદળ સતત ઓપરેશન ક્લીન ચલાવી રહ્યાં છે. જે હેઠળ ઘાટીમાં ગભરાટ ફેલાવનાર કુખ્યાત આતંકીઓને ઢેર કરવામાં આવી રહ્યાં છે. આ વચ્ચે જમ્મુ-કાશ્મીર પોલીસ (Jammu Kashmir Police) એ 10 મોસ્ટ વોન્ટેડ આતંકીઓનું લિસ્ટ જારી કર્યું છે. લિસ્ટમાં નવા-જૂના બંને આતંકીઓને સામેલ કરવામાં આવ્યા છે. ઘાટીમાં આતંક ફેલાવવાના પ્રયાસમાં લાગેલા આતંકવાદી અલગ-અલગ સંગઠનો સાથે જોડાયેલા છે. પોલીસ તેને પકડવા માટે સતત સર્ચ ઓપરેશન ચલાવી રહ્યું છે. કેટલાક જૂના અને કેટલાક નવા આતંકવાદીઓનો સમાવેશ કરીને આ યાદી જાહેર કરવામાં આવી છે. ઘાટીના આ ટોચના 10 આતંકવાદીઓ પોલીસના નિશાના પર છે. આ તમામ અલગ અલગ આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલા છે.

IG કાશ્મીર પોલીસ વિજય કુમાર (Vijay Kumar) એ જે 10 મોસ્ટ વોન્ટેડ આતંકીઓનું લિસ્ટ જારી કર્યું છે તેમાં કેટલાક નવા અને જૂના નામ સામેલ છે. લિસ્ટમાં જૈશ-એ-મોહમ્મદ (JeM), લશ્કર-એ-તૈયબા (LeT), હિઝબુલ મુઝાહિદ્દીન અને અલ બદ્રના આતંકીઓ સામેલ છે. આ યાદીમાં સલીમ પેરી, યુસુફ કાંત્રો, અબ્બાસ શેખ, રિયાઝ, ફારૂક નલી, ઝુબેર વાની, અશરફ મૌલવી જેવા આતંકવાદીઓ છે જે જૂની યાદીમાં હતા. નવી ટોચની 10 યાદીમાં ત્રણ અન્ય નામો ઉમેરાયા છે. આ છે – સાકીબ મંઝૂર, ઉમર મુશ્તાક ખાંડે અને વકીલ શાહ.

આ પણ જુઓ : અમરેલીમાં બનશે વિમાન

જમ્મુમાં ડ્રોનથી ડરાવવાનો પ્રયાસ

drone attack આ વચ્ચે જમ્મુમાં ડ્રોનથી ડર ફેલાવવાનો સિલસિલો ચાલી રહ્યો છે. સોમવારે સાંજે હીરાનગર સેક્ટર (Hiranagar Sector) ના બનિયાડીમાં ડ્રોન જોવા મળતા હડકંપ મચી ગયો હતો. આ વખતે આંતરરાષ્ટ્રીય સીમા પર બનિયાડીમાં સેનાના કેમ્પ નજીક ડ્રોન દેખાયું હતું. સુરક્ષા જવાનો સતર્ક થઈ ગયા હતા અને ડ્રોનને તોડી પાડવાનો પ્રયાસ કર્યો હતો.આ દરમિયાન ઉંચાઈ અને અંધારૂ હોવાથી ડ્રોન સીમા તરફ પરત ફર્યું હતું.

જમ્મૂ કાશ્મીરમાં ફરી એકવાર ડ્રોન જોવા મળ્યા

જમ્મૂ કાશ્મીરના સાંબામાં ફરીથી 4 શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યા હતા. 500 મીટરની ઉંચાઈએ આ ડ્રોન આર્મી કેમ્પસની આસપાસ રાતે 9.30 વાગે જોવા મળ્યા. જમ્મૂ કાશ્મીરમાં ફરી એકવાર ડ્રોન જોવા મળ્યા છે. સાંબા સેક્ટરમાં 4 શંકાસ્પદ ડ્રોન જોવા મળતા ખળભળાટ મચ્યો છે. આર્મી કેમ્પસમાં ઉડતા ડ્રોન રાતે 9.30ની આસપાસ જોવા મળ્યા. તેની ઉંચાઈ 500 મીટરની હતી. પાકિસ્તાન પોતાની હરકતોને છોડી રહ્યું નથી. ઘૂસપેઠમાં નાકામ રહ્યા બાદ તેણે જમ્મૂ કાશ્મીરમાં કેટલાક મહિનાથી ડ્રોનની ગતિવિધિને વેગ આપ્યો છે. જેના ભાગરૂપે 4 ડ્રોન જમ્મૂના સાંબામાં રવિવારે રાતે જોવા મળ્યા હતા. આ પહેલા શનિવારે પણ 3 ડ્રોન જોવા મળ્યા હતા.

જમ્મૂ કાશ્મીરના પોલીસના જવાનોએ રવિવારે બ્રહ્મનાના બીરપુર, બિસ્નાહ રોડ પર 157 ટીએ કેમ્પની પાસે ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં બ્રહ્મના પેટ્રોલ પંપની પાસે ડ્રોન જોયા. જવાનોએ ફાયરિંગ કર્યું નહીં જો કે ડ્રોન રેન્જની બહાર ઉડી રહ્યા હતા. પોલીસકર્મીઓએ આ સમયે આર્મી જવાનો પાસે મદદ માંગી હતી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment