Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / November 26.
Homeન્યૂઝજામનગર: શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસે આવતાની સાથે જ ઓરડા ખૂટી પડ્યા

જામનગર: શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસે આવતાની સાથે જ ઓરડા ખૂટી પડ્યા

school
Share Now

છેલ્લા બે વર્ષમાં અને ખાસ કરીને કોરોનાકાળમાં ખાનગી શાળાઓમાંથી વિદ્યાર્થીઓનો સરકારી શાળાઓ તરફ ઝોક વધ્યો છે. જેનું જીવતું જાગતુ ઉદાહરણ જામનગર જિલ્લાના કનસુમરા વાડી પ્રાથમિક શાળામાં(school) સામે આવ્યું છે. શાળાના સ્ટાફ દ્વારા અભ્યાસ સાહિત્ય, પાઠ્ય પુસ્તક, ઓનલાઇન શિક્ષણ, ફળિયા શિક્ષણ સહિતની કરાયેલી ઉમદા કામગીરીને પગલે વિદ્યાર્થીઓએ આ સરકારી શાળા તરફ દોટ મુકતા હાલ શાળામાં ઓરડા ખુટી પડ્યા છે અને વિદ્યાર્થીઓને લોબીમાં બેસાડી શિક્ષણ આપવું પડે તેવી નોબત આવી છે.

શાળાઓમાં(school) શિક્ષણ કાર્ય રાબેતા મુજબ ધમધમાટ શરૂ થઇ ગયો

કોરોના મહામારીને પગલે બંધ કરાયેલી શાળાઓમાં શિક્ષણ કાર્ય રાબેતા મુજબ ધમધમાટ શરૂ થઇ ગયો છે. હાલ કોલેજ સહિત તમામ ધોરણની શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ શરૂ થઇ ગયું છે. ત્યારે જામનગર જિલ્લાની કનસુમરા વાડી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના એડમીશનમાં મોટા પાયે વધારો થતાં શાળામાં ઓરડાની ઘટ્ટ ઉભી થઇ છે. ગત્ વર્ષે એપ્રિલ માસના અંતે શાળામાં (school) વિદ્યાર્થીઓની સંખ્યા 155 હતી. જેની સામે 6 શિક્ષકો હતાં. ત્યારબાદ શાળામાં યોગ્ય માર્ગદર્શન અને શિક્ષકોના ખંતથી શાળા તરફ વિદ્યાર્થીઓ અને વાલીઓ આકર્ષાયા છે. ચાલુ વર્ષે સીધા 258 વિદ્યાર્થીઓની સંખ્યા થતાં ગત્ વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે બમણા વિદ્યાર્થીઓ થયા છે.school

આ પણ વાંચો: સૌથી મોટું પરિવર્તન: રેશિયો બદલાયો, પુરુષો કરતા સ્ત્રીઓની સંખ્યા વધી

શાળામાં(school) વિદ્યાર્થીઓની સંખ્યા વધી

કોરોનાકાળમાં જ્યારે શિક્ષણ કાર્ય બંધ હતું ત્યારે શિક્ષકો દ્વારા ઓનલાઇન, ફળિયા શિક્ષણ થકી સતત વિદ્યાર્થીઓના સંપર્કમાં રહી અભ્યાસ કરાવાતો હતો. ઉપરાંત જૂન માસના વેકેશન દરમિયાન શાળાના શિક્ષકો દ્વારા 4000 જેટલા પેમ્પલેટ છપાવી આજુબાજુની સોસાયટીઓમાં ડોર-ટુ-ડોર શિક્ષકો દ્વારા જ વિતરણ કરવામાં આવ્યા હતાં આ તમામ પરિબળોને પગલે હાલ વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે. બીજી બાજુ કોરોના કાળમાં જે વાલીઓએ પોતાના બાળકો માટે ઓનલાઈન ચાલતી સ્કૂલમાં ફી નહિ ભરી શકતા મોટાભાગના વિધાર્થીઓ ખાનગી શાળામાં અભ્યાસ છોડી સરકારી શાળા(school) તરફ વળ્યાં છે.

વળી સ્કુલમાં હાજરી ફરજીયાત ન હોવાની સરકારની જાહેરાતને કારણે વિધાર્થીઓની પાંખી હાજરી જોવા મળતી હોય છે ત્યારે આ શાળામાં વાલીઓની સહમતી સાથે બાળકો સ્કૂલે જાય તે માટેનો જુસ્સો વિધાર્થીઓમાં પણ જોવા મળ્યો છે.એક બાજુ અનેક સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની ઘટ્ટથી શાળાઓ બંધ કરવાની અધોગતિ ઉભી થાય છે. ત્યારે કનસુમરા શાળામાં દિવસેને દિવસે વધતા વિદ્યાર્થીઓની સંખ્યાથી શાળામાં ઓરડાની ઘટ્ટ પડી છે. જેમાંથી અન્ય સરકારી શાળાના(school) શિક્ષકોએ શીખ લઇ શાળાનું શિક્ષણનું સ્તર સુધારવા પ્રયત્નો કરવા જોઇએ તેવું વાલીઓ જણાવી રહ્યાં છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

No comments

leave a comment