નવરાત્રી (Navratri)ની રાહ સૌ કોઈ આખું વર્ષ જોતુ હોય છે. આવી પરિસ્થિતિમાં એક દિવસ ઓછુ થઈ જતા ખેલૈયામાં નિરાશા જોવા મળી હતી. કેટલાક વિસ્તારોમાં એકાદ દિવસે વરસાદ પણ પડ્યો હતો. જોત-જોતામાં નવરાત્રીના સાત દિવસ ક્યાં પૂર્ણ થઈ ગયા ખ્યાલ જ ના આવ્યો. આજે મહાષ્ટમીની ઉજવણી ઠેર ઠેર જોવા મળી રહી છે. ઘણી જગ્યાએ ગૌરી અષ્ટમીના હવનનું પણ આયોજન કરવામાં આવ્યુ છે જ્યારે સાંજની વેળાએ દુર્ગાઅષ્ટમીનું ભવ્ય આયોજન પ્રત્યેક શહેરોમાં થશે. જામનગર(Jamnagar)ના ગરબીઓ કર્યા અનોખા કરતબો જાણીએ તે વિશે…
Jamnagar ની અનોખી Navratri
જામનગર (Jamnagar)માં નવલા નોરતામાં પ્રાચીન ગરબીઓમાં પરંપરાગત રાસ પર ગરબે ઘૂમતી બાળાઓને નિહાળવા જનમેદની ઊમટી રહી છે. ત્યારે જામનગરમાં યુવકો દ્વારા રચાતા મશાલ રાસે લોકોને મંત્રમુગ્ધ કર્યા છે. છેલ્લા 8 દાયકાથી રમાતી આ ગરબીમાં આ મશાલ રાસ લોકોને અનેરૂ આકર્ષણ આપે છે.
અર્વાચીન રાસોત્સવ વચ્ચે પણ આજે પૌરાણિક ગરબીની લોકપ્રિયતા અકબંધ રહી છે. શહેરમાં રણજીતનગર પટેલ સમાજ પાસે છેલ્લાં 80 વર્ષથી થતી પટેલ યુવક ગરબી મંડળની ગરબીમાં કાઠિયાવાડી વસ્ત્રોમાં સજજ યુવાનો દ્વારા રજૂ કરવામાં આવતા રાસ-ગરબા (Navratri) એ ભારે આકર્ષણ જગાવ્યું છે. ખાસ કરીને મશાલ રાસ કે જેમાં અગ્નિ વચ્ચે યુવાનો દ્વારા રજૂ કરવામાં આવતી કળા નિહાળી દર્શકો મંત્રમુગ્ધ બન્યા છે.
આ પણ વાંચોઃ- Maha Ashtami નિમિતે વિધિ વિધાનથી હવન કરીને મા આદ્યાશક્તિની કરો આરાધના
પ્રાચીન ગરબીની વચ્ચે ગરબીના મેદાનમાં કપાસી છાંટી ને આગ લગાડવામાં આવે છે, તેમાંથી આગ લગાડાય છે, અને ખેલૈયાએ લબકારા લાગતી આગમાં રમે છે, જે જોનાર દર્શકો મંત્ર મુગ્ધ બની જાય છે. મા અંબાએ આસુરી શક્તિ પર વિજય મેળવ્યો હતો તે વિજયની પ્રસન્નતા કેવી હોય તે બતાવવા માટે અને તેના પ્રતિક રૂપે 2 મહિનાની પ્રેક્ટિસ બાદ આયોજકો દ્વારા આ રાસ રમાડી ગરબીમાં અનેરૂ આકર્ષણ ઉભું કરી રહ્યાં છે. સળગતી મશાલ હાથમાં લઈને ગરબા રમતા યુવાનોને જોવા માટે આખા શહેરના તથા ગામડાના લોકોની ભીડ ઉમટી પડે છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4