Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝજામનગર SOG એ ગાંજા સાથે બે ઇસમની કરી ધરપકડ

જામનગર SOG એ ગાંજા સાથે બે ઇસમની કરી ધરપકડ

jamnagar police
Share Now

ગાંજા સાથે બે ઇસમને જામનગર નજીક વીજરખી ડેમ પાસેથી પકડી પાડતી જામનગર SOG

જામનગરની ભાગોળે આવેલા વિજરખી ડેમ પાસે એક બાતમીના આધારે SOGની ટૂકડીએ બાઈકમાં નીકળેલા બે શખસને 1 કિલો પ30 ગ્રામ ગાંજાના જથ્થા સાથે દબોચી લીધાં હતાં અને કૈફી પદાર્થ ક્યાંથી લાવી? કોને દેવાનો હતો? એ દિશામાં પૂછપરછ આદરી હતી.

jamanagar police

ગુજરાત રાજ્યમાં નશાના વેપાર ઉપર રોક લગાવવા અને નશાખોરી રોકવા માટે અને તે દિશામાં પરીણામલક્ષી કામગીરી કરવા પોલીસ મહાનિર્દેશક ગુજરાત રાજ્યનાઓ દ્વારા ખાસ ડ્રાઈવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને પોલીસ અધિક્ષક દીપન ભદ્રન દ્વારા જામનગર જીલ્લામાં આ બાબતે કડક કાર્યવાહી કરવા સુચના કરેલ.દરમિયાન SOGના પોલીસ ઈન્સપેકટર S.S નિનામા તથા PSI આર.વી.વીંછી તથા વી.કે.ગઢવી નાઓના નેતૃત્વ વાળી ટીમના રવિભાઈ બુજડ તથા હીતેશભાઈ ચાવડા ને મળેલ ખાનગી બાતમી આધારે કાલાવડ જામનગર રોડ વીજરખી ડેમ પાસેથી બે ઈસમ હીરો હોન્ડા મો.સા. રજી નં. GJ-10-DF-4716 ઉપર એક પ્લાસ્ટીકની થેલી લઈને આવતા હોય જેને રોકી ચેક કરતા તેની પાસેથી ગેર કાયદેસર કેફી પદાર્થ ગાંજો 1 કીલો 530 ગ્રામ જેની સાથે કાલાવડના કાશ્મીરપરા વિસ્તારમાં રહેતાં અબ્દુલ લતીફ ઓસમાણ સમા, અખ્તર યુસુફભાઈ સુમરા (રે. કાલાવડ-પંજેતર નગર)ને પકડી કુલ મુદામાલ રૂ.35,300/- સાથે મળી આવતા તેના વિરૂધ્ધ એ ડીવી પો.સ્ટે.માં પો.સ.ઈ. આર.વી.વીંછી નાઓએ એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.શહેરમાં અગાઉ ગાંજો અને માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો, ચોક્કસ વિસ્તારોમાં કૈફી પદાર્થોનું વેંચાણ થતું હોવાની ગત વર્ષમાં વ્યાપક ફરિયાદ ઉઠતાં પોલીસે દરોડા પાડ્યાં હતાં. અગાઉ પગેરું સુરત તરફ નીકળ્યું હતું. દરમિયાનમાં આજે કૈફી પદાર્થ સાથે બે શખસ ઝપટમાં આવતાં વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે

આ પણ જુઓ:નાશાખોરોનો આતંક

નશાના કાળા કારોબાર પર રોક

ગુજરાત રાજ્યમાં નશાના વેપાર ઉપર રોક લગાવવા અને નશાખોરી રોકવા માટે અને તે દિશામાં પરીણામ લક્ષી કામગીરી કરવામા આવી રહી છે પોલીસ મહાનિર્દેશક ગુજરાત રાજ્ય દ્વારા ખાસ ડ્રાઈવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને પોલીસ અધિક્ષક દીપન ભદ્રન દ્વારા જામનગર જીલ્લામાં આ બાબતે કડક કાર્યવાહી કરવા સુચનાઓ આપવામાં આવેલ

ગાંજા નો જથ્થો ઝડપાયો

જે અનુસંધાને SOG ના PI એસ.એસ.નિનામા તથા PSI. આર.વી વીંછી તથા વી.કે.ગઢવી નાઓના નેતૃત્વ વાળી ટીમના રવિભાઈ બુજડ તથા હીતેશભાઈ ચાવડા ને મળેલ ખાનગી બાતમી આધારે કાલાવડ જામનગર રોડ વીજરખી ડેમ પાસેથી બે ઈસમ હીરો હોન્ડા મો.સા. રજી નં. GJ-10-DF-4716 ઉપર એક પ્લાસ્ટીકની થેલી લઈને આવતા હોય જેને રોકી ચેક કરતા તેમાંથી ગેર કાયદેસર કેફી પદાર્થ ગાજો ૧ કીલો ૫૩૦ ગ્રામ કી.રૂા. ૧૫૩૦૦/- સાથે કાલાવડ રહેવાસી અબ્દુલ લતીફ ઓસમાણ સમા, અખ્તર યુસુફભાઈ સુમરા બન્નેને પકડી કુલ મુદામાલ ૩૫,૩૦૦/- સાથે મળી આવતા તેના વિરૂધ્ધ પંચકોષી એ ડીવી પો.સ્ટે.માં PSI આર.વી.વીંછીએ એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

કાર્યવાહી કરનાર સ્ટાફ

આ કાર્યવાહી SOG PI એસ.એસ.નિનામા તથા PSI વી.કે.ગઢવી તથા SOG. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment