Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeન્યૂઝબિલ ગેટ્સ કે Warren Buffett નહી, પણ આ ભારતીય છે સદીના સૌથી મોટા દાનવીર

બિલ ગેટ્સ કે Warren Buffett નહી, પણ આ ભારતીય છે સદીના સૌથી મોટા દાનવીર

Tata ranked
Share Now

કોરોનાના કાળમાં ઘણા સેલિબ્રિટિઓ અને મોટી કંપનીના માલિકો જેમાં રિલાયન્સ,એમેઝોન અને માઇક્રોસોફ્ટ તેમજ ટાટા જેવી કંપનીઓએ કર્મચારીઓ અને દેશના લોકોની મદદે મન મુકીને આવ્ય હતા. પણ તમને નવાઇ લાગશે કે, આ મોટા દાનવીરોમાંથી કોઇને જો પ્રથમ ક્રમાંક આપવાનો હોય તો તે કોઇ અંગ્રેજ નહી પણ એક બીજા ભારતીય છે. હા જેમનું નામ છે ( Jamsetji Tata ) જમશેદજી ટાટા. ( Jamsetji Tata ) ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ અને ટાટા સમૂહના સંસ્થાપક જમશેદજી ટાટા ( Jamsetji Tata)  દેશના જ નહીં પણ દુનિયાના સૌથી મોટા દાનવીર અને પરોપકારી બન્યા છે. આ ભારતીયે બધા જ મોટા દાનવીરોને પાછલ છોડી દીધા છે. તેમ કહી શકાય.

JN Tata

JN Tata (Image courtesy: Tata Central Archives)

દાનવીર જમશેદજી ટાટાનો જન્મ 1839 માં ગુજરાતના એવા નવસારી ગામમાં થયો હતો, જમશેદજી ટાટા કંપનીનું મીઠુ બનાવવાથી લઇને સોફ્ટવેર બનાવવનારા ગુજરાતના આ કારોબારી સમુહ ટાટાના સંસ્થાપક હતા. જમશેદજીએ મુખ્યત્લવે શિક્ષા અને હેલ્થ ક્ષેત્રમાં દાન આપ્યુ હતુ. દુનિયાના સૌથી વદુ અમીરોની લિસ્ટમાં ભારત 11 માં નંબરે છે પણ દુનિયામાં સૌથી વધુ દાન કરનારાઓની લિસ્ટમાં ભારત ટોપ પર છે. જમશેદજી ટાટા 100 વર્ષમાં દાન કરવાના મામલે તેમના જેવા કોઈ પરોપકારી આ દુનિયામાં થયા નથી, ના થશે તેવુ કહી શકાય.  

કેટલું દાન આપ્યુ?

jamsetji-tata

Image Source : The Week

હુરુન (Hurun)  રિસર્ચ અને એડેલગિવ ફાઉન્ડેશનની હાલમાં જ બહાર પડેલી સૂચિમાં જણાવાયુ છે કે, ટોચના 50 દાનવીરોની સૂચિમાં ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ જમશેદજી ટાટા એક સદીમાં 102.4 અબજ અમેરિકી ડોલર (હાલ પ્રમાણે લગભગ 7.60 લાખ કરોડ રૂપિયા) દાન કર્યુ હતુ. અને આ પરોપકારી દાન કરીને તે દુનિયાના સૌથી મોટા દાનવીર તરીકે ઊભરી આવ્યા છે. જમશેદજી પછી આ લિસ્ટમાં બિલ ગેટ્સ અને તેમની પત્ની જેનાથી તેમનો તલાક થઇ ગયો છે મિલિડ્ ગેટ્સ છે.જેમને 74.6 અરબ ડોલરનું દાન કર્યું છે.

Jamsetji N

Source: 2021 EdelGive Hurun Philanthropists of the Century.

જમશેદજી ટાટાને ભારતીય ઉધોગના જનક કહેવાય છે, જમશેદજી ટાટાએ 1892 માં પોતાના પરોપકારી કાર્યોની શરુઆત કરી હતી. આ સિવાય તેમણે ઉચ્ચ શિક્ષા માટે JN Tata Endowment ની પણ સ્થાપના કરી હતી. જમશેદજીએ પોતાની સંપત્તિ એક ટ્ર્સ્ટને આપી દીધી હતી, જેમાંથી શિક્ષા અને સ્વાસ્થ્યને લગતાં કામો થતા હતા.

પરોપકારની ભાવના

પરોપકારની બાબતમાં જમશેદજી ટાટાએ બિલ ગેટ્સ અને તેમની પુર્વ પત્ની મેલિંડા જેવા બીજા લોકોથી પણ ઘણા આગલ આવી ગયા છે.

 

જો વાત કરીએ બીજા લોકોએ આપેલા દાનની તો 74.6 અરબ ડોલર દાન કર્યું છે, આ સિવાય આ લિસ્ટમાં નિવેશક વોરેન બફે 37.4 અરબ ડોલર, જોર્જ સોરોસ 34.8 અરબ ડોલર અને જોન ડી રોકફેલર 26.8 અરબ ડોલર ના નામનો સમાવેશ થાય છે.

Jamsetji N Tata

Image Courtesy: Tata Group

ન્યુઝ એજન્સી પીટીઆઇ મુજબ હુરુનના અધ્યજ્ઞ અને મુખ્ય શોધકર્તા રુપર્ટ હુગવેર્ફએ જણાવ્યુ કે,”ભલે અમેરિકા અને યુરોપીયને લોકો સતાબ્દીમાં પરોપકારના વિચારથી હાવી થઇ રહ્યાં હોય, પણ ભારરચના ટાટા સમુહના સંસ્થાપક ગુજરાતના જમશેદજી ટાટા દુનિયાના સૌથી મોટા પરોપકારી વ્યક્તિ છે”

અજીમ પ્રેમજી લિસ્ટમાં

મોટા મોટા દાનવીરોમાં વિપ્રાના માલિક અજીમ પ્રેમજી જે પણ એક ગુજરાતી છે, તેમનો પણ સમાવેશ થાય છે, જેમને પરોપકારી કાર્યો માટે લગભગ 22 અરબ અમેરિકિ ડોલર આપ્યા છે. આ લિસ્ટ માં અમેરિકાના 38 લોકો છે, જે બાદ બ્રિટેન 5 અને ચીનના 3 લોકોના સ્થાન છે. આ દાનવીરોમાં 37 દાનવીરોની મૃત્યુ થઇ ચુકી છે, જેમાંથી 13 જીવે છે.  પાછલાં 100 વર્ષોમાં 50 લોકોએ કુલ 832 અરબ ડોલર દાન કર્યા છે.

 

આ પણ વાંચો : Reliance AGM 2021 : મુકેશ અંબાણીએ 5G સ્માર્ટફોનથી લઇને આ મોટી જાહેરાતો કરી

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment