Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝસુરેન્દ્રનગરમાં જન આર્શીવાદ યાત્રા

સુરેન્દ્રનગરમાં જન આર્શીવાદ યાત્રા

Jan Ashirwad Yatra
Share Now

જનસંપર્ક માટે ભાજપ દ્વારા જન આશીર્વાદ યાત્રાનું આયોજન

ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય સ્તરેથી લોકો સાથે સંપર્ક કરવાના ઉદ્દેશ સાથે 15 ઓગષ્ટથી જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જન આશીર્વાદ યાત્રા હેઠળ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સહીત ગુજરાતના કેન્દ્રીય મંત્રી ગુજરાત પ્રવાસે પધારવાના છે. કેન્દ્રીય કેબિનેટ વિસ્તરણમાં ગુજરાતમાંથી 5 સાંસદોને આગવું સ્થાન મળ્યું છે. 15 ઓગસ્ટ બાદ તમામ આ મંત્રીઓ ગુજરાત પ્રવાસ કરશે અને જન આર્શીવાદ યાત્રામાં સામેલ થશે. તેમજ જન જન સુધી પહચી જનતાના આશીર્વાદ લેશે.

Jan Ashirwad Yatra

gujarat times, facebook

કેન્દ્રીય મંત્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરા આવી રહ્યા છે સુરેન્દ્રનગર 

કેન્દ્રીય મંત્રી અને સુરેન્દ્રનગર જીલ્લાના સાંસદ ડોક્ટર મહેન્દ્ર ભાઇ મુંજપરા મંત્રી બન્યા બાદ પ્રથમવાર સુરેન્દ્રનગર જીલ્લામાં આવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરમાં જન આર્શીવાદ યાત્રા ફરશે. આ 3 દિવસની યાત્રા 16 તારીખથી ચુડાથી શરૂઆત થશે. 17 મીએ એ સાયલા, મુળી, ચોટીલા સહીતના વિસ્તારોમાં ફરશે અને તા. 18ના રોજ ધ્રાંગધ્રા, માલવણ, પાટડી, લખતર, વિરમગામ અને સુરેન્દ્રનગરનમાં ફરશે. આમ ત્રિદિવસીય આ યાત્રા જીલ્લાના 10 સ્થળોએ ફરશે અને બે સભા પણ કરશે. કેન્દ્રના મંત્રી મહેન્દ્રભાઇ મુજપરા આ યાત્રામાં જોડાઈ સમગ્ર જીલ્લામાં વિવિધ સ્થળોએ ફરશે. આમ ત્રણ દિવસ સુધી આ યાત્રા જીલ્લાની તમામ વિધાનસભામાં ફરશે અને જન જન સુધી પોંહચી આર્શીવાદ લેશે.

Jan Ashirwad Yatra

યાત્રાના રૂટો નક્કી કરવા યોજાઈ બેઠક 

જન આર્શીવાદ યાત્રાના કાર્યક્રમ અને રૂટો નક્કી કરવા માટે સુરેન્દ્રનગરમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રભારી નીતીનભાઇ ભારદ્વાજ અને જીલ્લા પ્રમુખ જગદીશભાઇ મકવાણા દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશના હોદેદારો, વિવિધ મોરચાના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતાં. તો બેઠકમાં તમામ કાર્યક્રમોનો રુટ નક્કી કરી હોદ્દેદારોને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. જન આર્શીવાદ યાત્રામાં મહેન્દ્ર ભાઇ મુજપરાનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ યાત્રામાં પ્રદેશના હોદેદારો, મંત્રોઓ, પ્રભારીઓ, જીલ્લાના હોદેદારો પણ ઉપસ્થિત રહેશે.

Jan Ashirwad Yatra

જુઓ આ વિડીયો : જન આર્શીવાદ યાત્રા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવે તેવી શક્યતા

16 ઓગસ્ટથી 19 ઓગસ્ટ દરમિયાન કેન્દ્રીય મંત્રીઓ જન આર્શીવાદ યાત્રા કરશે. ઉત્તર ગુજરાતના 8 જિલ્લાઓની યાત્રામાં પુરષોત્તમ રૂપાલા, મધ્ય ગુજરાતના 6 જિલ્લામાં દેવુસિંહ ચૌહાણ, સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં મનસુખ માંડવિયા સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં ડૉ.મહેન્દ્ર મુંજપરા જન આર્શીવાદ યાત્રામાં જોડાશે. ગુજરાતના કેન્દ્રીય મંત્રીઓ આ જન આશીર્વાદ યાત્રામાં જોડાવાના હોવાથી આ જન આશીર્વાદ યાત્રામાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ જોડાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment