Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeન્યૂઝસુરેન્દ્રનગરમાં જન આશીર્વાદ યાત્રા શરુ

સુરેન્દ્રનગરમાં જન આશીર્વાદ યાત્રા શરુ

surendranagar PHOTO
Share Now

સાંસદ મહેન્દ્રભાઈ મુંજપરા પધાર્યા સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઇ મુંજપરા મંત્રી બન્યા બાદ પ્રથમ વાર સુરેન્દ્રનગર પધાર્યા છે. ત્યારે ગઈકાલે એટલે કે, 16 ઓગસ્ટના દિવસે જન આર્શીવાદ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. અમદાવાદથી શરૂ કરાયેલ જન આર્શીવાદ યાત્રા સુરેન્દ્રનગર જીલ્લામાં પહોચી ત્યારે યાત્રાના આગમન સમયે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લીંબડીમાં સ્વાગત કર્યું હતું. અને લીંબડીમાં જાહેર સભાને સંબોધન કર્યુ હતું.

surendranagar photo

ભાજપ 2022 ની લડત માટે તૈયાર : CM

આ યાત્રા 2022 ની તૈયારી છે ? તેના જવાબમાં મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની તૈયારીઓ ન હોય એ તો હંમેશા તૈયાર જ હોય ચુંટણી ટાણે માત્ર કોંગ્રેસ દેખાય છે અમે તો હંમેશા પ્રજાની વચ્ચે રહીને પ્રજા હીતના કાર્યો‌ કરીએ છીએ. આ તકે, મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી બંનેને લીંબડીના ધારાસભ્ય કીરીટસીહ રાણાએ સન્માન રૂપે આપેલી તલવાર ખેંચીને જાણે વિપક્ષને કહેતા હોય કે, 2022 ની લડત માટે અમે તૈયાર છીએ. તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા.

surendranagar photo

CM એ કર્યું મંત્રીનું સ્વાગત 

વિજયભાઈએ મંત્રી બનેલા મહેન્દ્રભાઇનુ સ્વાગત કરી એમને અભીનંદન આપ્યાં હતા. તેમજ શહીદના પરીવારના સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે, સભામાં કુંવરજીભાઇ બાવળીયા, ધારાસભ્યો, ધર્મગુરુઓ ઉપસ્થિત રહ્યા હતા. જન આર્શીવાદ યાત્રા દ્વારા જીલ્લાના તમામ તાલુકાઓમાં ફરી લોકોના જન આર્શીવાદ મેળવશે. ત્યારે ઠેર ઠેર યાત્રાના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો અને ખાસ કરીને મહિલાઓ ઉત્સાહ ભેર ભાગ લઇ કેન્દ્રીય મંત્રીનુ ભવ્યાતિભવ્ય સ્વાગત કરી રહ્યા છે. યાત્રા 3 દિવસ સુધી ચાલશે અને આજે આ યાત્રાનો બીજો દિવસ છે. ત્યારે આવતીકાલે યાત્રા પૂર્ણ થાય તે પહેલા મંત્રી મહેન્દ્રભાઈ વિવિધ ધાર્મિક સ્થળોએ જઈ આર્શીવાદ લેશે. જીલ્લાના પ્રભારી નીતીનભાઇ ભારદ્વાજ, જીલ્લા પ્રમુખ જગદીશભાઇ મકવાણાની આગેવાનીમાં સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે.

surendranagar photo

આ પણ વાંચો : જન આશીર્વાદ યાત્રા

15 ઓગસ્ટથી જન આશીર્વાદ યાત્રાનું આયોજન 

ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય સ્તરેથી લોકો સાથે સંપર્ક કરવાના ઉદ્દેશ સાથે 15 ઓગષ્ટથી જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેની શરૂઆત થઇ ચુકી છે. જન આશીર્વાદ યાત્રા હેઠળ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સહીત ગુજરાતના કેન્દ્રીય મંત્રી ગુજરાત પ્રવાસે પધારવાના છે. કેન્દ્રીય કેબિનેટ વિસ્તરણમાં ગુજરાતમાંથી 5 સાંસદોને આગવું સ્થાન મળ્યું છે. 15 ઓગસ્ટ બાદ આ તમામ મંત્રીઓ ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે અને જન આર્શીવાદ યાત્રામાં સામેલ થઇ વિવિધ સ્થળોની મુલાકાત લઇ રહ્યા છે. તેમજ જન જન સુધી પહચી જનતાના આશીર્વાદ લઇ રહ્યા છે. 

surendranagar photo

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment