Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeન્યૂઝJanmashtami Fasting નિમિતે ઉપવાસ કરતી વખતે આટલુ ધ્યાન રાખો…

Janmashtami Fasting નિમિતે ઉપવાસ કરતી વખતે આટલુ ધ્યાન રાખો…

Janmashtami Fasting
Share Now

ઉપવાસ (Janmashtami Fasting) ફક્ત ધર્મથી જોડાયેલો નથી. ઉપવાસ રાખવાથી શરીર પણ સ્વસ્થ રહે છે. વજન કંટ્રોલ ડિટોક્સ પાચન ક્રિયા અને મેટાબોલિઝ્મમાં પણ સુધારો આવી શકે છે. આજે વિશ્વસભરમાં ભગવાન કૃષ્ણનો જન્મદિવસ મનાવવામાં આવી રહ્યું છે. આ તહેવાર વિષ્ણુનો સૌથી પ્રસિદ્ધ અવતારો પૈકી એક, ભગવાન કૃષ્ણના જન્મનું પ્રતીક છે. આજના દિવસને મોટાભાગની જગ્યાએ ખૂબ જ ખુશી અને હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે.

સ્વાદિષ્ટ વાનગીઓની તૈયારી અને દહીં હાંડી સમારોહની સાથે, ઉપવાસ પણ ઉત્સવનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ફક્ત આજ તહેવારમાં નહીં, પણ ભારતના મોટાભાગના તહેવારોમાં વ્રત રાખવામાં આવે છે. વ્રત ફક્ત ધર્મ સાથે સંકળાયેલો નથી, વ્રત રાખવાથી સ્વાસ્થ્ય પણ સુધારી શકો છો. વજન કંટ્રોલ, ડિટોક્સ, સારી પાચન ક્રિયા અને અહીં સુધી કે મેટાબોલિઝ્મમાં પણ સુધાર જોવા મળી શકે છે.

ઉપવાસ સમયે આસ્થા અને સંસ્કૃતિની ખુશી મનાવવાની સાથે, સ્વાસ્થ્ય અને સુરક્ષા રાખવી પણ એટલી જ જરૂરી છે. આથી આજે તમને જણાવિશુ ફાસ્ટિંગ (Janmashtami Fasting) સાથે સંકળાયેલી કેટલીક ટિપ્સ…

Janmashtami Fasting ઉપવાસ રાખતા પહેલા હેલ્ધી ડાયટ લો…

ઉપવાસ રાખતા પહેલા તમે જે કંઈ પણ ખોરાક લઈ રહ્યા છો તે હેલ્ધી લો, જેનાથી ઉપવાસ વખતે તમારા શરીરમાં શક્તિ રહે અને કોઈ તકલીફ ના આવે. ઉપવાસ શરૂ કરતા પહેલા જે કંઈ પણ ખાઓ તેમાં પ્રોટિન, ફાઈબર અને હેલ્ધી કેલરીનું પ્રમાણ વધારે હોવુ જોઈએ. પ્રોસેસ્ડ ફૂડ અને સેચ્યૂરેટેડ ફેટ્સથી દૂર રહો…

Janmashtami Fasting માં હાઈડ્રેટેડ રહો

ઉપવાસ વખતે ડીહાઈડ્રેશન એટલે કે શરીરમાં પાણીની ઉણપ થવી જે સામાન્ય વાત છે. આથી શરીરને હાઈડ્રેટ રાખવું ખૂબ જરૂરી છે કેમકે પાણીની ઉણપથી આળસ આવવી તથા ચક્કર આવવા અને માઈગ્રેન જેવી સમસ્યાઓ શરૂ થઈ શકે છે. આવી સમસ્યાઓમાંથી બચવા માટે ધ્યાન રાખો કે, દિવસ દરમિયાન પ્રવાહી પદાર્થનું સેવન કરો.

Janmashtmi Fasting

IMAGE CREDIT: NEWS18

શક્તિ જાળવી રાખવા આટલુ કરો…

ઉપવાસ રાખવાથી ઘણા લોકો નબળાઈ અને આળસનો અનુભવ કરતા હોય છે, જેના લીધે ઉપવાસનો આનંદ લઈ શકતા નથી. તેનાથી બચવા માટે એવું કોઈ કામ ન કરો જેનાથી શરીરની શક્તિ વધારે વપરાય. ઉપવાસ કર્યાના આગલા દિવસે વર્કઆઉટ કે અન્ય કોઈ સ્પોર્ટ એક્ટિવિટી કરવાની ટાળવી જોઈએ જેથી દિવસભર શરીરમાં શક્તિ જળવાઈ રહેશે.

ફળોની અવગણના ના કરો

ફળોમાં ફાઈબર, એન્ટિઓક્સિડન્ટ અને અન્ય જરૂરી પોષક તત્વો સમાયેલા હોય છે, જે ઉપવાસ દરમિયાન શરીરની ખોવાયેલી શક્તિ પાછી આપે છે. ઉપવાસ દરમિયાન ખૂબ જ સફરજન, નટ્સ, દ્રાક્ષ ખાઓ જેનાથી શરીરની સાથે મગજને પણ એનર્જી મળશે. તે ઉપરાંત ફળોમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે, જેનાથી શરીરમાં ડીહાઈડ્રેશન નથી થતુ.

ઉપવાસ બાદ હેલ્ધી ખોરાક લો…

કેમકે તમે આખો દિવસ ઉપવાસ રાખો છો, તો સ્વાભાવિક છે કે, ઉપવાસ ખોલતા સમયે ભૂખ લાગે છે પણ તેનો મતલબ એ નથી કે તળેલુ કે પ્રોસેસ્ડ ખોરાકનું સેવન કરો. ઉપવાસ ખોલતી વખતે ફળો, શાકભાજી અને હેલ્ધી ફેટ્સ ખાઓ જેથી શરીર તંદુરસ્ત રહે.

OTT India માધ્યમથી સુરત ઈસ્કોન મંદિરના દર્શન કરો….. જુઓ આ વિડીયો….

આ પણ વાંચો:- પોટેશિયમનું પ્રમાણ વધારવા માંગો છો તો આટલું ખાઓ…

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment