શ્રીકૃષ્ણ જન્માષ્ટમી (Janmashtamii) પર આ વખતે દ્વાપર યુગ જેવો જ સંજોગ બની રહ્યો છે. શ્રીકૃષ્ણનો જન્મ ભાદ્ર કૃષ્ણ અષ્ટમી તિથિના રોહિણી નક્ષત્ર અને વૃષભ રાશિના સમય દરમિયાન મધ્ય રાત્રિએ થયો હતો. આ વર્ષે પણ જનમાષ્ટમી પર એવો જ સંજોગ બની રહ્યો છે. આ વર્ષે જનમાષ્ટમી આજે 30 ઓગસ્ટના રોજ સોમવારે મનાવવામાં આવી રહી છે. આજના દિવસે ઘણી બધી વાતોનું ધ્યાન રાખવું જરૂરૂ છે. નહીંતર શ્રી કૃષ્ણ તમારાથી નારાજ થઈ શકે છે. તો આજે આપણે જાણીશુ કેટલીક વાતો જેનાથી તમે શ્રી કૃષ્ણને પ્રસન્ન કરી શકો છો. આજે ઓટીટી ઈન્ડિયા પર તમને જણાવીશું કે આજનો સમય, વાર, તિથિનું શું મહત્વ છે. અને દ્વાપર યુગ સાથે કેમ જોડવામાં આવે છે….
કૃષ્ણ જનમાષ્ટમી (Janmashtamii)ના દિવસને ખૂબ શુભ માનવામાં આવે છે. માન્યતા એવી છે કે આજના દિવસે કૃષ્ણ ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે. જોકે, આજના દિવસે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે અને અમુક નિયમોનું પાલન કરવુ પણ જરૂરી છે.
Janmashtamii ના દિવસે શ્રી કૃષ્ણની પીઠના દર્શન કરવા જોઈએ નહીં.
આજના દિવસે ભગવાન શ્રી હરિના પીઠના દર્શન કરવા હિતાવહ નથી, કેમકે તેનાથી આપણા પૂણ્ય કર્મોનો પ્રભાવ ઓછો થઈ જાય છે. તે સાથે જ અધર્મ વધે છે. એટલે કે, કૃષ્ણની પીઠના દર્શન કરવાથી મનુષ્યના પુણ્ય કર્મો ઓછા થઈ જાય છે. તેની પાછળ એક પૌરાણિક કથા છે. ભગવન કૃષ્ણના હંમેશા મુખના જ દર્શન કરવા જોઈએ.
IMAGE CREDIT: KOIMOI
આજના દિવસે વ્રત રાખવું ગણુ ઉત્તમ માનવામાં આવ્યું છે. જે લોકો આજના દિવસે વ્રત રાખે છે તેઓ 12 વાગે પહેલા વ્રત ખોલી શકે નહીં. નિર્ધારિત સમય પહેલા વ્રત ખોલવાથી તમારી ઉપાસના અધૂરી રહી જાય છે અને મનુષ્યને તેનું ફળ મળતુ નથી.
આજના દિવસે તુલસીના પાન તોડીને તમે હરિને નારાજ કરી શકો છો…
IMAGE CREDIT: GOOGLE
તુલસીના છોડ લગભગ બધાના ઘરે હોય જ છે. અને આપણે બીમાર પડીએ કે, ચા પીવાના શોખિન લોકો તુલસીના પાન તોડને ચા માં નાંખતા જ હોય છે. પરંતુ આજના દિવસે તુલસીના પાન તોડવા હિતાવહ નથી .જનમાષ્ટમીના દિવસે ભૂલથી પણ તુલસીના પત્તા તોડવા જોઈએ નહીં. કારણ કે, ભગવાન વિષ્ણુને જ શ્રી કૃષ્ણનો અવતાર માનવામાં આવે છે. માન્યતા એ છે કે, તુલસી ભગવાન વિષ્ણુને અતિયંત પ્રિય છે. આથી આજના દિવસે તુલસીના પત્તા તોડવા અશુભ ગણાય છે.
આજના દિવસે લગભગ બધા જ વ્રત રાખતા હોય છે. પણ જે લોકો વ્રત રાખતા નથી તેઓએ ભૂલથી પણ ઘરમાં ભાત, ખિચડી બનાવવા નહીં. ચોખા તથા ચોખાની બનાવટનો ઉપયોગ કરવો હિતાવહ નથી. એકાદશી અને જનમાષ્ટમીના દિવસે ચોખાનો ઉપયોગ કરતા બચવુ જોઈએ.
ભગવાન કૃષ્ણના જન્મોત્વ પર લસણ, ડુંગળી કે અન્ય કોઈ પણ તામસિક ભોજન કરવુ જોઈએ નહીં. આસ દિવસે ઘરે માંસહારી વસ્તુઓ લાવવી નહીં તથા બનાવવી નહીં અને દારૂ લાવવુ નહીં.
આ પણ વાંચો:- Happy Birthday Krishna જન્માષ્ટમી પર જાણો, નટખટ નંદલાલાની જાણી અજાણી વાતો
Janmashtamii ના અવસર પર જુઓ આ અદ્ભૂત વિડીયો જેમાં તમે જાણી શકશો નટખટ નંદલાલની જાણી અજાણી વાતો
જો ગાય પર અત્યાચાર કરશો તો હરિ થશે નારાજ
આજના દિવસે ગાય માતા પર જુલમ કરતા નહીં. તેને મારતા નહીં. ભગવાન કૃષ્ણને ગાય ખૂબ જ પ્રિય છે. કૃષ્ણ નંદ ગોવાળિયાના ત્યાં તેમનો ઉછેર થયો હતો. અને તેઓ આખો સમય ગાય સાથે જ પસાર કરતા હતા. આથી કૃષ્ણને ગાય ખૂબ જ પ્રિય છે તેમનું આખું બાળપણ ગાય સાથે પસાર થયુ છે. એવી માન્યતા છે કે, જે ગાયની પૂજા કરે છે તેને શ્રી કૃષ્ણના આશીર્વાદ મળે છે. તથા ગાય માતા માં 33 કરોડ દેવી દેવતાનો વાસ હોય છે.
કૃષ્ણ જન્માષ્ટમી(Janmashtamii)ના દિવસે ભૂલીને પણ કોઈનું અપમાન ના કરો. ભગવાન કૃષ્ણ માટે અમીર કે ગરીબ બધા એક જ સમાન છે. કોઈપણ ગરીબનું અપમાન કરવાથી કૃષ્ણ તમારાથી નારાજ થઈ શકે છે.
જન્માષ્ટમી(Janmashtamii)ના દિવસે વૃક્ષો કાપવા જોઈએ નહીં. કારણ કે કૃષ્ણ બાળપણથી જ પ્રકૃતિ પ્રેમી હતા અને વૃક્ષો પર બેસીને જ વાંસળી વગાડતા અને આખો દિવસ વૃક્ષો સાથે સમય પસાર કરતા હતા. આથી આજના દિવસે વૃક્ષોનું હનન કરવુ તમને મોંઘુ પડી શકે છે. શ્રી કૃષ્ણ પ્રત્યેક વસ્તુમાં વસે છે. આજના દિવસે તમે વૃક્ષો ઉગાડશો તો શ્રી કૃષ્ણ વધારે પ્રસન્ન થશે. અને તમારા ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહેશે.
જનમાષ્ટમીના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવુ અત્યંત જરૂરી હોય છે. આજના દિવસે સાચા મનથી, તન-મન બંને પવિત્ર કરીને ભગવાનની આરાધના કરવી જોઈએ. જો આ તમામ બાબતોનું ધ્યાન રાખશો તથા વ્રત રાખશો અને દિવસ દરમિયાન હરિનું સ્મરણ કરશો તો હરિ તામારા પર અવશ્ય પ્રસન્ન થશે અને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે. OTT India તરફતી આપ સર્વને જનમાષ્ટમીની હાર્દિક શુભકામનાઓ….
આ પણ વાંચો:- Janmashtami : પંડિત ધ્રુવ દત્ત જી પાસેથી જાણો વર્ષમાં બે વખત કેમ મનાવવામાં આવે છે જન્માષ્ટમીનો તહેવાર
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt