Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / June 25.
Homeઑટો & ગેજેટ્સજાપાને તૈયાર કર્યુ પ્રથમ ડ્યુઅલ મોડ વ્હીક્લ્સ, જુઓ શું છે તેની ખાસિયત

જાપાને તૈયાર કર્યુ પ્રથમ ડ્યુઅલ મોડ વ્હીક્લ્સ, જુઓ શું છે તેની ખાસિયત

first unique bus
Share Now

આજકાલની વધતી જતી મોંઘવારીને પગલે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જેને પગલે લોકો પોતાના વાહન કરતા સરકારી વાહનોનો વિકલ્પ શોધતા હોય છે અને તેનો જ ઉપયોગ કરતા થઇ ગયા છે. ત્યારે આ તમામ વચ્ચે જાપાનની એક કાર ચર્ચામાં આવી છે. આ કાર રસ્તા પર દોડવાની સાથે ટ્રેનના પાટા પર પણ ઝડપથી દોડશે. જાપાને દુનિયાનું પહેલુ ડ્યુઅલ મોડ વ્હીકલ (first unique bus)રજૂ કર્યું છે. બસની જેમ જોવા મળતી આ ગાડી રસ્તા અને રેલ્વે ટ્રેક બંને પર દોડી શકે છે. ગત્ત શનિવારે આ ગાડી દુનિયાની સામે રજૂ કરી છે. આ એક મિની બસ સાઇઝની છે. જ્યારે આ બસ રસ્તા પર દોડશે ત્યારે રબરના ટાયરનો ઉપયોગ કરશે. તો ટ્રેક પર પણ ટ્રેનની માફક દોડશે

first unique bus ની સ્પીડ કેટલી છે?

ડ્યુઅલ મોડ વ્હીકલ્સને એવી જગ્યાએ ઉપયોગ કરવામાં આવી શકે છે. જ્યાં સારો રસ્તો હોય અને વાહન વ્યવહાર માટે મર્યાદિત વાહનો છે. આ ગાડીની સ્પીડ 100 કિમી પ્રતિ કલાકની છે. જોકે સ્પીડ માત્ર ઓનરોડ છે. જ્યારે પાટા પર 60 કિમી પ્રતિ કલાકની સ્પીડ મળે છે.

કેટલા લોકો મુસાફરી કરી શકે છે

ડ્યુઅલ મોડ વ્હીકલ્સનું સંચાલન કરનારી કંપનીના પ્રમુખે કહ્યું કે, તેનો ઉપયોગ સરળ છે. જેમાં વ્યવસ્થાને લઇને કોઇ મોટા બદલાવ કરવા પડતા નથી. આ બસમાં એક સવારી સમયે 21 મુસાફરો બેસીને મુસાફરી કરી શકે છે. ડ્યુઅલ મોડવાળી આ બસ બંને પ્રકારના ટાયરથી સજ્જ છે. જેમાં રેલ્વેના પૈડા હોય છે અને રબ્બરવાળા ટાયર પણ હોય છે. ડ્રાઇવર જરૂરિયાતના હિસાબે કોઇ પણ મોડમાં ગાડી ચલાવી શકે છે.

આ પણ વાંચો: આ કારને બુક કરાવવા લાગશે લાઇનો! ફિચર્સ જાણી આંખો થઇ જશે પહોળી

Bus1

first unique bus કઇ રીતે સંચાલિત થાય છે

આ બસ અનેક કલરમાં ઉપલબ્ધ છે. જે ડીઝલ ઇંઘણથી સંચાલિત હોય છે. કંપની તેને સાઉથ જાપાનમાં શિકોકૂ દ્વીપના કિનારાની પાસેથી ઓપરેટ કરી રહી છે. આ મિની બસ કમ ટ્રેન અહીંયા અનેક નાના શહેરોને કનેક્ટ રાખે છે. જોકે હજુ સુધી એ વાતની જાણકારી સામે આવી નથી કે, જાપાન તેને બીજા દેશો સુધી પહોંચાડશે કે પછી પોતાના દેશ સુધી જ સીમિત રાખશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

No comments

leave a comment