Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeકહાનીકેટ આઇલેન્ડ: એક એવો ટાપુ જ્યાં મનુષ્યો નહી પણ બિલાડીઓનું છે સામ્રાજ્ય

કેટ આઇલેન્ડ: એક એવો ટાપુ જ્યાં મનુષ્યો નહી પણ બિલાડીઓનું છે સામ્રાજ્ય

Cat
Share Now

અજબ-ગજબ: દરેક શહેર અને દેશની પોતાની અલગ અલગ ઓળખ હોય છે, ત્યારે ઘણા પોતાની પાસે રહેલા હેરિટેજ પેલેસ, તે શહેરના કુદરતી સૌંદર્ય તો ઘણા પોતાની પાસે રહેવા રાજાશાહી ઇતિહાસને કારણે ઓળખાય છે, આજે વાત કરીશું જાપાનના કેટ આઇલેન્ડ (Cat Island)ની જ્યાં માણસો કરતાં બિલાડીઓનો (Cat Island) વસવાટ છે. જાપાનમાં  (Japan) આવેલું છે આ (Cat Island )

પણ આજે OTT India પર અમે જે એક ટાપુ વિશે વાત કરવાના છીએ, જે બિલાડીઓના કારણે ઓળખાય છે.

Cats surround people

Image Courtesy : Thomas Peter/Reuters

અઓશિમા ટાપુ (Aoshima Island)

જાપાનમાં  (Japan) આવેલું છે, અઓશીમા (Aoshima Island) અને તાશીરોજીમાં (Tashiro-jima Island)આવેલું એક ટાપુ જે ટાપુ થોડો અલગ છે, અલગ એટલા માટે કે, તેમાં માણસો કરતાં પ્રાણીઓ એટલે કે બિલાડીઓની સંખ્યા વધુ છે, તેની વસ્તી માણસો પણ કરતાં પણ વધુ છે, તેમ કહી શકાય. આ કેટ આઇલેન્ડથી ઓળખાતો ટાપુ પર બિલાડીઓનો વસવાટ વધ્યો છે.

original (3)

Image Courtesy : Thomas Peter/Reuters

અઓશિમા જાપાનમાં પ્રસિદ્વ કેટ આઇલેન્ડ છે, જેનું ઉપનામ કેટ આઇલેન્ડ છે, તમને નવાઇ લાગશે કે, 120 બિલાડીઓથી વધુ અહીં બિલાડીઓ છે, અને અહીની આબાદી 15-20 નિવાસી જ છે. જે માનવ આબાદી લગભગ 6 ઘણી વધારે બિલાડીઓની સંખ્યા છે. આ દ્વ્રીપ 1.6 કિમી લાંબો છે.

કારણ શું ?

આ ટાપુ પર લોકો રેશમનું ઉત્પાદન કરતા જોવા મળે છે, પણ નવાઇની વાત એ છે કે અહીં બિલાડીઓની સંખ્યા વધુ હોવાનું કારણ શું.? મહત્વનું છે કે, જો કોઇ જગ્યા કે ગલી કે શહેરમાં કુતરા, બિલાડાઓની સંખ્યા વધી જાય છે, તો સરકાર દ્વારા તેની સંખ્યામાં કોઇ રસી કે કોઇ દવા દ્વારા તેની સંખ્યામાં ઘટાડો કરવા માટે પ્રયત્ન કરવામાં આવતો હોય છે. પણ તમે એ પણ સાથે સાથે સાંભળ્યુ હશે કે અમુક શહેરમાં કુતરાને શુભ અને બિલાડીઓને અશુભ માનતા હોય છે.

Japan's cat island

Image Courtesy : Thomas Peter/Reuters

અહીં પણ આજ કારણ છે, આ ટાપુ પર રેશમનું ઉત્પાદન કરે છે, જેના કારણે રેશમના કીડાઓનું પાલન પોષણ કરતા હોય છે, હવે પ્રકૃતિના નિયમ પ્રમાણે ઉંદર આવા કીડાઓને ખોરાક મા લેતા હોય છે, જેથી અહીં ઉદરનું પ્રમાણ પણ વધુ છે, હવે આવા ઉંદરોની વસ્તીને નિયંત્રણમાં રાખવા માટે બિલાડીઓની સંખ્યા અહીં વધારવામાં આવી છે. 

  • અઓશીમા અને તાશીરોજીમાં આવેલું એક ટાપુ
  • આ ટાપુ  રેશમનું ઉત્પાદન કરે છે
  • અહીં ઉદરનું પ્રમાણ પણ વધુ છે
  • ઉંદરોને લિપટવા માટે બિલાડીઓની સંખ્યા વધારવામાં આવી 
  • બિલાડીઓને ખવડાવવાથી અહીં ધનપ્રાપ્તિ થાય છે
  • બે ગામોની વચ્ચે કેન્દ્રમાં નેકો જીંજા નામની એક બિલાડીનું મંદિર પણ આવેલું છે

આ સાથે જહાજો પર ઉંદરોને લિપટવા માટે બિલાડીઓની સંખ્યા વધારવામાં આવી છે. જે બાદ બિલાડીની સંખ્યા અહીં વધતી જ ગઇ.

બિલાડીઓને ખવડાવવાથી થશે ધનપ્રાપ્તિ

આ ટાપુ પર લોકો બિલાડીઓને શુભ પણ માને છે, જેના કારણે પાલતુ પ્રાણી તરિકે તેને પાળીને સાચવે છે, વાસ્તુશાસ્ત્રમાં જેમ ભારતના લોક વધુ માનતા હોય છે, આપણા રિવાજો, સંસ્કારો સાથે વાસ્તુશાસ્ત્ર પણ જોડાયેલું છે,પ્રાણીઓને લઇને જુદી જુદી માન્યતાઓ પણ જોવા મળેતી હોય છે, ત્યારે આ ટાપુના લોકો એવી માન્યતા ધરાવે છે કે, બિલાડીઓને ખવડાવવાથી અહીં ધનપ્રાપ્તિ થાય છે, સાથે સાથે સૌભાગ્ય પણ પ્રાપ્ત થાય છે,

Japan'

Image Courtesy : Thomas Peter/Reuters

બિલાડી એટલે નસીબ

લોકો આ ટાપુ પર બિલાડીઓની સાર સંભાળ પણ રાખે છે. બિલાડી એટલે નસીબ, અહીંના ટાપુના લોકોની ઓળખ બિલાડીઓથી થાય છે, ખાસ વાત એ છે કે, અહીં બિલાડી છે, એટલે કુતરાને (Pet Dogs)લાવવાની મનાઇ છે. નવાઇ લાગે એવો આ ટાપુ પર ફરવા લાયક કોઇ જગ્યા જ નથી, ના મોજશોખ માટે રેસ્ટોરા, હોટેલ નથી. મોટાભાગના લોકો વૃદ્વ છે. છેને મજાની જગ્યા.

બિલાડીઓના નામે મંદિર (Neko-jinja)

આ દ્વીપ માં બે ગામોની વચ્ચે કેન્દ્રમાં નેકો જીંજા નામની એક બિલાડીનું મંદિર પણ આવેલું છે, આ મંદિરની ખાસ વાત એ છે કે, જે બિલાડીઓ અહીંના ચટ્ટાનો પરથી પડીને મરી ગઇ હતી, તેમના આ મંદિર  સમર્પિત છે.

 

આ પણ વાંચો: જાણો મીનિ જેગુઆર વિશે…

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment