Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeસ્પોર્ટ્સટોક્યો ઓલમ્પિક: “અગર તુમ મેડલ નહીં જીત પાયે,તભ ભી તુમ બેસ્ટ હો”

ટોક્યો ઓલમ્પિક: “અગર તુમ મેડલ નહીં જીત પાયે,તભ ભી તુમ બેસ્ટ હો”

japan
Share Now

આજે ઓલમ્પિકનું સમાપન થયુ છે, ત્યારે ભારતે ઓલમ્પિક 7 મેડલ જીત્યા છે, અમેરિકાએ પોતાના ખાતામાં 113 મેડલ જીતીને સૌથી આગલ રહ્યુ છે. જીતનારા ખેલાડીઓની દરેક ન્યુઝ ચેનલ અને સમાચારોમાં ચર્ચા થઇ રહી છે, ત્યારે  કહેવાય છે ને કે ઉગતા સુરજને તો હર કોઇ સલામ કરે છે, તપણ હારેલા ખેલાડીઓ વિશે કોઇ વિચારતુ નથી, તેમની હિંમત વધારવાનું કામ જાપાનના એક વૃદ્વ વ્યક્તિએ કર્યું છે.

કહેવાય છે કે, જે મુશ્કેલીમાં પણ લોકોનો સાથ ન છોડે, અને વ્યક્તિને દુખમાં સાથ આપે તે સાચો માણસ હોય છે, આજે ઓલમ્પિકનો છેલ્લો દિવસ હતો, કોઇએ વિચાર્યું પણ નહી હોય કે થોડા દિવસથી માત્ર ગોલ્ડ મેડલ અને ઓલમ્પિકસની વાતો કરતાં આજે એક એવા વ્યક્તિ વિશે વાત કરીશુ જે માત્ર હારેલા ખેલાડીઓ માટે જ ગેટની બહાર ઉભા રહે છે.

જો કોઇ આપણા દેશ માટે ગોલ્ડ લાવે તો આપણે ખુશ થઇને ,ટ્વીટ કરીએ છીએ, ટ્વીટર પર હેશટેગ સાથે તે વ્યક્તિનો ફોટો પણ મુકીએ છીએ, પણ ક્યારેય હારેલા ખેલાડીઓ વિશે નથી વિચારતા. પણ જાપાનના એક બુઝુર્ગ છે, જે આ ખેલાડીઓની ચિંતા કરી રહ્યાં છે.

ગુડ મોર્નિંગ એથલિટ્સ, અગર તુમ મેડલ નહીં જીત પાયે, તુમ તભ ભી બેસ્ટ હો, બસ તુમ ખુદ પર વિશ્વાસ રખો.

Tokyo-olympic

Photo: Youka Nagase

રોજ સવારે 7 વાગે રસ્તા પર ઉભા રહે છે

દરેક ખેલાડી પોતાનું બેસ્ટ આપી રહ્યાં છે, ત્યારે ખેલાડીઓ હારીને પણ ઘણુ બધી શીખ આપી જતાં હોય છે, રોજ સવારે 7 વાગે એક વ્યક્તિ ઓલમ્પિક વિલેજની બહાર આવી જાય છે, જાપાનનો આ વ્યક્તિ હાથમાં એક બોર્ડ સાથે ત્યાં ઉભો જોવા મળે છે, જેના પર લખ્યુ હોય છે, ગુડ મોર્નિંગ એથલિટ્સ, અગર તુમ મેડલ નહીં જીત પાયે, તુમ તભ ભી બેસ્ટ હો, બસ તુમ ખુદ પર વિશ્વાસ રખો.જ્યારે પણ એથલીટ્સની બસ જાય છે, ત્યારે બસમાં બેઠેલા પ્લયર્સ આ વ્યક્તિને જોવે છે, અને બસ જોતા જ રહી જાય છે.

 

ઘણા બધા ખેલાડીઓએ પોતાના ઇન્સ્ટાગ્રામમાં આ વ્યક્તિ વિશે પોસ્ટ કરી અને સ્ટોરી મુકીને વ્યક્તિનિ પ્રશંસા કરી છે, નવાઇની વાત એ છે કે જાપાનનો આ વ્યક્તિ પોતાના વિશે કાઇ ચર્ચા નથી કરતો, ના લોકોને જણાવવા માંગે છે, પણ રોજ બે કલાક માટે આ વ્યક્તિ બોર્ડ લઇને રસ્તા પર ઉભા રહી જાય છે,

આ પહેલા તે વેલકમનો બોર્ડ લઇને ઉભા રહેતા હતા, પણ 26 પછી તેમણે ખેલાડીઓ માટે આ મેસેજ લખ્યો અને તેમની હિંમત વધારી. આવા લોકોની જરુર છે, જો આપણે ખેલાડીઓ વિશે અને તેમની ભાવનાને પણ સમ્માન આપીશુ , અને સાથે જ તેમની હિંમત વધારવાનું કામ દર્શકોનું જ હોય છે, દેશ અને દેશના લોકોથી જ દેશભાવના અને રમત ના મેદાનમાં ઉતારવાની ભાવના જાગે છે.

 

આ પણ વાંચો: ક્લોઝિંગ સેરેમનીનો અદ્ભુત નજારો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment