ઉત્તર ગુજરાતમાં મહત્વનું મહાદેવનું સ્થાન હોય તો તે છે જશમાલનાથ મહાદેવ. ઉત્તર ગુજરાતમાં પૌરાણિક મંદિરો વિજાપુરના આસોડા ગામમાં આવેલું છે. આસોડા ગામમાં 1200 વર્ષથી પણ પ્રાચીન જશમલ નાથજી મહાદેવનું શિવ પંચાયત મંદિર છે. આ પ્રાચીન મંદિરના દર્શનથી 12 જયોર્તિલિંગનું પુણ્ય મળતું હોવાની માન્યતા ભક્તોમાં છે. અહીં દેવાધિદેવ મહાદેવ અન્ય ચાર દેવો સાથે બિરાજમાન છે, તેથી તેને શિવ પંચાયત મંદિર પણ કહેવાય છે.
આ મંદિર સમગ્ર વિશ્વમાં આગવું સ્થાન ધરાવે છે:
પ્રાચીન મંદિરોની રમણીય કલાકૃતિઓ મંત્રમુગ્ધ કરે તેવી શૈલીમાં બનાવવામાં આવી છે. આ મંદિર સમગ્ર વિશ્વમાં આગવું સ્થાન ધરાવે છે. જેની ભવ્યતા દેશની આવનારી પેઢી માટે અમૂલ્ય વારસો છે. આસોડાના શિવાલયમાં દેવાધિદેવ મહાદેવ બિરાજમાન છે. આ મંદિરનું નિર્માણ સોલંકી કાળમાં થયું છે. આ મંદિર સોલંકી કાળમાં પાટણના રાજવી સિદ્ધરાજ જયસિંહએ બંધાવ્યું હતું. મોઢેરા સૂર્ય મંદિર જેવી જ આબેહૂબ કોતરણી આ મંદિરની શોભામાં વૃદ્ધિ કરે છે. મંદિરના બાંધકામમાં રામાયણ તેમજ મહાભારતકાલના પાત્રો કંડારાયેલા છે. સંપૂર્ણ રીતે વાસ્તુશાસ્ત્ર મુજબ આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. મંદિરની અદભુત અને અલૌકિક કોતરણી વચ્ચે બિરાજમાન ભગવાન શંકર છે. જેને જશમલ નાથજી મહાદેવ તરીકે ભક્તો દુખ હરવા માટે પુકારે છે.
Bhavanath Mahadeva shivling-google image
મંદિરમાં અખંડ જ્યોત પ્રજ્વલિત:
આ મંદિરમાં અખંડ જ્યોત પ્રજ્વલિત છે. પવિત્ર શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડે છે. અહીં મંદિરમાં શ્રવણ માસની અમાસના દિવસે શિવ ભગવાનની વિશેષ પૂજા થાય છે. પ્રથમ સોમવારે મંદિરના પ્રટાંગણમાં ભાતીગળ મેળો ભરાય છે. આ પૌરાણિક મંદિરમાં સિદ્ધરાજ જયસિંહ વખતથી શ્રાવણ માસના અમાસના દિવસે 1008 કમળ પૂજા થાય છે. ઉત્તર ગુજરાતમાં એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં કમળ પૂજા કરવામાં આવે છે. આ પૂજાનો યજ્ઞ જોવાલાયક હોય છે. લોકવાયકા મુજબ પાટણના રાજા સિદ્ધરાજને સ્વપ્ન આવેલું હતું. જેમાં સ્વયં મહાદેવે તેમને કહ્યું હતું કે, મારું સ્વયંભૂ શિવલિંગ 25 માઈલ દૂર છે. જે બાદ રાજાના આદેશથી ગામમાં શિવમંદિરનું નિર્માણ ચાલુ કરાવવામાં આવ્યું. રાજાને બીજા દિવસે સપના આવી શિવજીએ કહ્યું કે, મારી જગ્યાએ તે મંદિર બનાવ્યું નથી તેમ કહેતાં રાજાએ મંત્રી-મંડળ સાથે તપાસ કરતા અંતરમાં ફેરફાર જણાયો હતો. જે બાદ રાજાએ ફરીથી આદેશ કર્યો અને આસોડા ગામમાં મંદિરનું નિર્માણ કરાવ્યું.
આ પણ વાંચો: ગળધરા ધારી ખોડીયાર: રાક્ષસોનો સંહાર સ્વયં ખોડિયાર માતા અને તેમની બહેનોએ કર્યો હતો, જાણો શું છે પૌરાણિક કથા?
પૌરાણીક મંદિરમાંથી પાટણ જવા માટેનો એક ગુપ્ત માર્ગ બનાવવામાં આવ્યો:
લોકવાયકા મુજબ મંદિરમાં વાસ કરેલા મહાદેવે કહ્યું હતું કે, આસોડાના મંદિરમાં મારી આરાધના ત્રણ દિવસ સુધી કરનાર વ્યક્તિને સિદ્ધિની પ્રાપ્તિ થશે. માન્યતા પ્રમાણે પૌરાણીક મંદિરમાંથી પાટણ જવા માટેનો એક ગુપ્ત માર્ગ બનાવવામાં આવ્યો છે. જે અહીંથી સીધો પાટણ નીકળતો હોવાની માન્યતા છે. કાળક્રમે આ મંદિર જીર્ણ થતા ગાયકવાડ સરકારે જીણોદ્ધાર કરાવ્યો હતો અને આ મંદિરની પૂજા કરવા માટે બ્રાહ્મણની નિયુક્તિ પણ કરવામાં આવી હતી. આ મંદિરના નિર્માણ માટે ગામના દરેક સમાજ હાલમાં સહભાગી રહ્યો છે. અત્યારે મંદિર પુરાતત્વ વિભાગની દેખરેખ નીચે છે.
Lord Shiva, google image
વિધર્મીઓ જ્યારે શિવ મંદિરો અને હિન્દુ મંદિરોને નિશાન બનાવીને આવા પ્રાચીન મંદિરોનો ધ્વસ્ત કરવા નીકળ્યા હતા. ત્યારે આ મંદિરને પણ નુકશાન પહોંચાડેલું હતું. જેના નિશાન હાલ શિવલિંગ પર જોઈ શકાય છે. અહીં આ પવિત્ર સ્થાનકમાં ભગવાન શિવની આરાધના કરનારને મન વાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. આ એક જ શિવાલય છે જેને શિવ પંચાયત મંદિર પણ કહેવામાં આવે છે. આ નામ પાછળનું કારણ છે કે આ મંદિરની જમણી બાજુ ગણપતિ દાદાનું પ્રાચીન મંદિર છે તો ડાબી બાજુ હનુમાનજીનું મંદિર છે. તેમજ પાછળના ભાગે પણ બે મંદિરો આવેલા છે. જેમાં એક બ્રહ્માજી તેમજ ચોથુ વિષ્ણુ ભગવાનનું છે. જ્યારે પાંચમાં મંદિરમાં સ્વયં શિવજી બિરાજમાન છે.
શિવજીના દર્શનથી સર્વે ભક્તોની મનોકામના:
આમ પંચાયત રૂપી આ મંદિરોમાં આવતા તમામ શ્રદ્ધાળુઓની આધિ વ્યાધિ અને ઉપાધિનો દર્શન માત્રથી નાશ થાય છે. શિવજીના દર્શનથી સર્વે ભક્તોની મનોકામના પરિપૂર્ણ થાય છે. આથી જ ઉત્તર ગુજરાત સહિત ગુજરાતના ભક્તો દેવાધિદેવ મહાદેવના દર્શને અચૂક પધારે છે. જશમલ મહાદેવના શિવલિંગના દર્શનથી ભક્તોને પરમ શાંતિ મળે છે. દર સોમવાર અને શ્રાવણ માસમાં ભક્તોની ભારે ભીડ આ મંદિરમાં દ્રશ્યમાન થાય છે. અમાસના દિવસે દાદાની શોભાયાત્રા નિજ મંદિરથી નીકળી સમગ્ર ગામમાં નગરચર્યા કરી ફરીથી નિજ મંદિર પધારે છે. મહાદેવ ખુદ ચાલીને નગરજનોને દર્શન આપે છે જેથી લોકો રાખે છે અતૂટ શ્રદ્ધા.
જુઓ આ વિડીયો: પોઈચા મંદિર
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4