ભારતમાં આજકાલ ઘણા સેલિબ્રિટિ છે, જે રાજકારણ કે દેશમાં ચાલી રહેલાં કરન્ટ ટોપિક પર બોલે છે તો તેને દેશદ્રોહી ગણાવીને વિરોધ કરવામાં આવે છે, ત્યારે ખેડુત આંદોલનના સમર્થનમાં આવેલા પંજાબી સિંગર ડિસેમ્બરમાં ખેડુતોનું સમર્થન કર્યું હતુ જેથી તેમનું ટ્વીટર એકાઉન્ટ બૈન કરી દેવામાં આવ્યુ છે.
ભારતની મોટી મોટી હસ્તીઓ અને સેલિબ્રિટિઓ તેમજ વિદેશની હસ્તીઓએ પણ ખેડુતના સમર્થનમાં આવ્યા હતા, ત્યારે હાલમાં પંજાબી સિંગર જૈજીને પણ ખેડુતના સમર્થનમાં બોલવુ ભારે પડી ગયુ હતુ.
શું હતી મેટર?
કિસાન આંદોલનને લઇને પાછલા વર્ષે જ ડિસેમ્બરમાં જ કેનેડિયન ભારતીય સિંગર ટ્વીટર પર સમર્થન આપચતા હતા. તે સોશિયલ મીડિયા પર કિસાન આંદોલનને લઇને નિવેદનો આપી રહ્યાં હતા, જે લઇને ભારતમાં ટ્વીટર એકાઉન્ટ પર એક્શન લીધો હતો.
PC: Jazzy B Instagram Story
કિસાન આંદોલનને લઇને ભારતમાં ઘણા લોકોએ અને સેલિબ્રિટિઓએ પોતાના નિવેદન આપ્યા અને આ રીતે ભોગ પણ બન્યા હતા. જૈજી બીનું ટ્વીટર એકાઉન્ટ જિયો રિસ્ટ્રીક્ટેડ છે, જેને ભારતમાંથી નહી પણ અન્ય દેશમાંથી એક્સેસ કરવામાં આવી શકે છે, પણ હેલ્પ સેન્ટર સેક્શન પર આ બાબતે ક્લૈરિફેકશન દેવામાં આવ્યુ છે.
ભારત સરકારે આપ્યા હતા આદેશ
ભારતમાં પંજાબી સિંગર પર સર્ચ કરવામાં લોકોને મેસેજના માધ્યમથી જણાવવામાં આવી રહ્યુ છે કે, કાયદાના કારણે આ એકાઉન્ટને ભારતમાં બૈન કરવામાં આવ્યુ છે. કિસાન આંદોલનને લઇને ભારત સરકારે ભડકાઉ મેસેજ અને ખોટી જાણકારી તેમજ અફવાઓને રોકવા માટે અંદાજીત 500 થી વધુ ટ્વીટર એકાઉન્ટ બૈન કરવાનો આદેશ આપ્યો હતો. ટ્વીટરે પણ લખ્યુ છે કે, અમને જો કોઇ કન્ટેન્ટને લઇને અનુરોધ મળે છે તો સમય સમય પર કોઇ દેશના કન્ટેન્ટના એક્સેસ માટે રોક લગાવવી જરુરી છે.
બોલીવુડમાં હિટ છે જૈજી બી
PC: Telegraph
જૈજી બી એ ઘણા બોલુવુડમાં હિટ ટ્રેક્સ આપવા માટે જાણીતા છૈ,ત્યારે કેસરી માં અજ સિંહ ગરગેજા અને તીસરી આંખમાં ચક દે પંજાબી જેવા ગીતોમાં અવાજ આપીને લોકોના દિલ જીતે છે.
જૈજી બી એ ઇસ્ટાગ્રામનો સ્ક્રિન શોટ શેર કર્યો હતો
ભારતીય પંજાબી સિંગર જૈજી બી એ ઇસ્ટાગ્રામનો સ્ક્રિન શોટ શેર કરીને લખ્યુ હતુ કે, ‘account withheld’ એટલે કે આકાઉન્ટ પર બૈન લગાવી દીધી છે, આ સાથે જ જૈસી એ લખ્યુ છે કે હું હંમેશા મારા લોકોના હક માટે લડતો રહીશ.
પોસ્ટ શેર કરી
કનેડિયન ભારતીય પંજાબી સિંગર જૈજી બી એ એક પોસ્ટ શેર કરીને લખ્યુ હતુ કે, વાહે ગુરુ હુમ મારી મોતથી નથી ડરતો, જ્યારે મારી અંતરાત્મા મરી જાય છે, તેજ મારી મૃત્યુ છે, તે જ અસલી મોત છે, neverforget1984 #kisanmajdooriktazindabad.’
ટ્વીટરે બીજા લોકોને પણ કર્યા હતા બૈન
કિસાન આંદોલનમાં બોલવા કે ટિપ્પળી કરવા બાબતે આ પહેલાં પણ 250 લોકોના એકાઉન્ટ બૈન કરવામાં આવ્યા હતા. આ એક્શન ટ્વીટર પોતાને સરકારે આપેલા અનુરોધને લઇને લેવામાં આવે છે.
આ પણ વાંચો: વિશ્વની સૌથી જૂની યુદ્ધકલા – “કલરીપાયટ્ટુ”