Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / May 16.
Homeન્યૂઝGopal Mandal: ટ્રેનમાં અંડરવિયર પહેરી ફરી રહ્યા હતા ધારાસભ્ય, યાત્રિઓએ ટકોર કરી તો…

Gopal Mandal: ટ્રેનમાં અંડરવિયર પહેરી ફરી રહ્યા હતા ધારાસભ્ય, યાત્રિઓએ ટકોર કરી તો…

Gopal Mandal
Share Now

બિહારમાં સત્તાધારી પાર્ટી જેડીયૂ (JDU)ના નેતાની એક હરકતના પગલે લોકો વિચારમાં મુકાઇ ગયા છે. જેડીયુ ધારાસભ્ય ગોપાલ મંડલે (Gopal Mandal)પટનાથી દિલ્હી જતા સમયે ટ્રેન (Train)માં એવી હરકત કરી કે હોબાળો મચી ગયો હતો. આરોપ છે કે ધારાસભ્યની આ હરકત પર જ્યારે યાત્રિઓએ સવાલ કર્યા તો ધારાસભ્ય ગોપાલ મંડલ (Gopal Mandal)મારામારી પર ઉતરી આવ્યા હતા અને ગોલી મારવાની પણ ધમકી આપી હતી.

અંડરવિયર પહેરી ટ્રેનમાં ફરતા હતા ધારાસભ્ય

મળતી માહિતી મુજબ, 2 સપ્ટેમ્બરના રોજ ગોપાલપુર વિધાનસભાના જેડીયુ ધારાસભ્ય (JDU MLA)ગોપાલ મંડલ (Gopal Mandal)પટનાથી દિલ્હી તેજસ ટ્રેન (Tejas Train)દ્વારા જઇ રહ્યા હતા. ગોપાલ મંડલ પર આરોપ લાગ્યો છે કે તે અંડરવિયર અને ગંજી પહેરી ટ્રેનના ડબ્બામાં ફરતા હતા. જ્યારે કેટલાક યાત્રિઓએ તેને આવુ કરવાથી ટોક્યા તો ધારાસભ્ય (MLA)નારાજ થઇ ગયા હતા. આરોપ છે કે ધારાસભ્યએ ટ્રેનમાં સવાર યાત્રિઓ સાથે ગેરવર્તણુક કરી અને અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો. હાજર યાત્રિઓએ આ મામલે કહ્યું હતુ કે, ધારાસભ્ય ટ્રેનમાં અંડરવિયર પહેરી ફરી રહ્યા હતા જેનો વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે ત્યાં સુધી તેમને એ જાણ નહતી કે તે ધારાસભ્ય છે.

પપ્પુ યાદવે ટ્વિટ કરી પ્રહાર કર્યો

પપ્પુ યાદવે ટ્વિટ કરી લખ્યુ કે, માનનીય સીએમ નીતિશ જી, તમારા આ 8PM મેટેરિયલ ધારાસભ્યની સારવાર કરાવો. કોઇ માનસીક આરોગ્ય સ્કૂલમાં દાખલ કરાવો. તેઓને પોતાની આ હરકતથી બિહારને કલંકિત કરવાનો હક કોને આપ્યો છે? શું તમે?

આ પણ વાંચો: સંજય ગાંધીની મૃત્યુ પર રાહુલ ગાંધીએ કર્યો ખુલાસો, કહ્યું તેમને વિમાન ઉડાવવાનો અનુભવ ન્હોતો

ટ્રેનમાં યાત્રિઓ અને ધારાસભ્ય વચ્ચે વાતચીત એટલી હદે વધી ગઇ હતી કે મારામારી સુધી મામલો પહોંચી ગયો હતો. આરોપ છે કે અંડરવિયર પહેરીને ફરવાના વિરોધ બાદ ગોપાલ મંડલ ગુસ્સે થયા હતા. વધુમાં માહિતી મળી કે, ધારાસભ્યએ યાત્રિઓ સાથે ગેરવર્તન કરી અને અપશબ્દો પણ બોલ્યા હતા. એટલુ જ નહીં, ગોલી મારવાની પણ ઘમકી આપી હતી. જે મામલે યાત્રિઓએ આરપીએફ (RPF)માં ફરીયાદ કરી છે. પરંતુ ફરીયાદ બાદ ધારાસભ્યએ કોચ બદલી નાખ્યો હતો.

રેલ્વે અધિકારીએ શું કહ્યું?

ઇસ્ટ સેન્ટ્રલ રેલ્વેના સીપીઆર (CPR)ઓએ એજન્સી સાથે વાતચીત કરતા જણાવ્યું કે, ધારાસભ્યના વ્યવહારને લઇ સાથે મુસાફરી કરી રહેલા યાત્રિઓએ ફરીયાદ કરી છે. આરપીએફ અને ટીટીઇએ બંને પક્ષો સાથે વાત કરી મામલાનો ઉકેલ લાવ્યો હતો.

ધારાસભ્યએ કર્યો સ્વિકાર

ઘટના બાદ ધારાસભ્ય ગોપાલ મંડલે ક્લીયર કર્યુ હતુ. તેઓએ એજન્સી સાથે વાચચીત કરતા કહ્યું હતુ કે, હું એંડરવિયર અને ગંજીમાં હતો. ટ્રેન (Train)માં ચઢ્યા બાદ ટ્રેન થોડી આગળ વધી તો મારા પેટમાં ગડબડ થવા લાગી હતી. હું જે બોલુ છુ, તે સાચુ જ બોલુ છું. ખોટુ બોલવાથી મને ફાંસીએ નહીં લગાડી દેવામાં આવે.

જણાવી દઇએ કે ગોપાલ મંડલ પોતાના નિવેદનને પગલે હંમેશા ચર્ચામાં રહે છે. તે પોતાના જ પક્ષ જેડીયુની સરકારને પણ ટાર્ગેટ કરતા હોય છે. 22 ઓગષ્ટના રોજ ગોપાલ મંડલે બીજેપી નેતા અને બિહારના ડેપ્યુટી સીએમ (DyCM)તારકિશોર પર આકરો પ્રહાર કર્યો હતો. તેના ભાગલપુર પ્રવાસને લઇને જેડીયુ (JDU)નેતાએ સવાલો કર્યા હતા. ડેપ્યુટી સીએમ પર આરોપ લગાવ્યો હતો કે ભાગલપુરમાં લોજપા કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી, પરંતુ ગઠબંધનના સભ્યો સાથે નહીં. ગોપાલ મંડલનો એ પણ આરોપ છે કે ડેપ્યુટી સીએમ તારકિશોર પ્રસાદ એક સંગ્રહ અધિકારીની રીતે કામ કરે છે અને દુકાન માલિકો પાસેથી પૈસા એકઠા કરે છે. તેઓએ તપાસની માગ કરતા કહ્યું કે, ડેપ્યુટી સીએમને રાજીનામું આપી દેવુ જોઇએ. જોકે ભાજપે આ તમામ આરોપોને નકાર્યા છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment