Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / May 16.
Homeન્યૂઝપ્રદુષણનું ઘર જેતપુર

પ્રદુષણનું ઘર જેતપુર

JETPUR PHOTO
Share Now

હજારો વીઘા જમીન બંજર બની

વિશ્વભરમાં જેતપુરનો સાડી ઉધોગ જેટલો પ્રખ્યાત છે તેટલો જ પ્રદુષણને લીધે કુખ્યાત સાબીત થઈ રહ્યો છે. સાડી ઉધોગનું પ્રદુષિત અને કેમિકલ યુક્ત પાણીએ ભાદર નદીને ભારતની બીજા નંબરની પ્રદુષિત નદી બનાવી દીધી છે. જેના કારણે આસપાસની હજારો વીઘા જમીન બંજર બની ગઈ છે. ત્યારે ખેડૂતો દ્વારા પ્રદુષણ માફિયાઓના દૂધના ટેન્કરની આડમાં ચાલતા ટેન્કર અને ફેકટરી પર જનતા રેડ કરતા મામલો ગરમાયો હતો અને અડધી રાત્રે ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા છે.

JETPUR PHOTO

દુધના ટેન્કરની આડમાં પ્રદુષિત પાણીના ટેન્કર !

જેતપુરના પ્રેમગઢ અને કેરાળી ગામથી પસાર થતી ભાદર નદીમાં છેલ્લા કેટલાક વર્ષોથી પ્રદુષણ માફિયાઓ દ્વારા પ્રદુષિત પાણી ચોમાસા સમયે છોડી દેવામાં આવતું હતું. હજુ તાજેતરમાં જ આવું પી છોડાતા આ પાણી વોકળામાં જઈ ભેગું થયું હતું અને ત્યાં ફીણના ગોટેગોટા જોવા મળ્યા હતા. ખેડૂતો છેલ્લા 10 વર્ષથી આ પ્રદુષણમાફિયાઓને પકડવાની કોશિષ કરી રહ્યા છે. ત્યારે આખરે 10 વર્ષે ભાદર નદીમાં પ્રદુષિત પાણી ઠાલવતા દૂધના ટેન્કરોની આડમાં પ્રદૂષિત પાણી અને કેમીકલ ઠાલવવામાં આવતા હોવાનો પર્દાફાશ થયો છે.

JETPUR PHOTO

ખિસ્સાના પૈસા બચવવા ખેડૂતોની રોજીરોટીની જમીન બંજર બનાવી

આજદીન સુધી પ્રદુષણમાફિયાઓ ખેડૂતોને છેતરી રહ્યા હતા. ફિલ્ટર પ્લાન્ટ હોવા છતાં ખિસ્સાના પૈસા બચવવા ખેડૂતોની રોજીરોટીની જમીન બંજર બનાવી તેની કિંમત તળિયા ઝાટક કરી નાખી છે. પાણી કેનાલમાંથી વાપરો કે ખેતરમાં બોર ગાળો…પાણી કલર વાળું જ નીકળે…જેથી ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો. અને આખરે ૧૦ વર્ષે આ રોષનો પડઘો પડ્યો છે. ખેડૂતો દ્વારા પ્રદુષણના ટેન્કરોને રંગે હાથ ઝડપી પાડ્યા છે. ત્યાં મામલો બીચકતા આજુ બાજુના ગામના આશરે 1 હજાર જેટલા ખેડૂતો એકઠા થઇ ગયા હતાં.

JETPUR PHOTO

બાયો ફ્યુઅલની કંપની અને ટેન્કરના ફેરા દુધના…? શક્ય છે?

મિલ્ક નોટ ફોર સેલ લખેલું ટેન્કર જલદ કેમિકલનું હતું

મિલ્ક નોટ ફોર સેલ લખેલું આ ટેન્કર દૂધનું નહિ પણ અડતા હાથ પણ દાજી જાય તેવા જલદ કેમિકલનું છે. બાયો ફ્યુઅલની કંપની અને ટેન્કરના ફેરા દુધના…? શક્ય છે? દુધના ટેન્કરની આડમાં ચાલતા કેમિકલ અને પ્રદુષિત પાણીના ટેન્કર આશરે આસપાસના 10 ગામના ખેડૂતોએ મળી પકડી પડ્યું છે. વર્ષોથી ચાલતા જે ગોરખધંધાને તંત્ર નથી પકડી શક્યું કે પકડવા નથી માંગતું એ કાળા કામને આખરે ખેડૂતોએ પકડી પડ્યું હતું. ખેડૂતોએ રાત્રીના સમયે રેડ પાડી અને પોલીસને પણ જાણ કરી. “પ્રદુષણમાફિયા હાય હાય” ના નારા લગાવ્યા હતા. એક ટેન્કર પકડાતા તંત્ર ઊંઘતું ઝડપાયું છે અને જો તંત્ર દ્વારા હવે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો સમગ્ર જેતપુરમાંથી આવા અનેક ગોરખધંધાનો પર્દાફાશ થઇ શકે તેમ છે.

JETPUR PHOTO

રીલાયેબલ બયોકોલ્સ ફેક્ટરી દ્વારા પ્રદુષિત પાણી ભાદરમાં છોડવાનો વેપલો

ભાદર નદીના કિનારે પ્રેમગઢ પાસે આવેલ રિલાયેબલ બાયોકોલ્સ નામની ફેકટરી આવેલ છે જ્યાંથી પ્રદુષિત પાણી ભાદર નદીમાં છોડવાનો વેપલો ચાલતો હતો. વધુ કમાઈ લેવા માણસ કેટલી હદ સુધી પહોચી શકે છે તેનો આપણને તો અંદાજ પણ ન હોય, પણ આ ઉદ્યોગપતિઓ તેનો રસ્તો કાઢી લે છે. રિલાયેબલ બાયોકોલ્સ ફેકટરીમાં અન્ડર ગ્રાઉન્ડ ગટર બનાવવામાં આવી છે જેમાંથી જેતપુર સાડી ઉધોગના અનેક કારખાનાઓના પ્રદુષિત પાણીના ટેન્કરો અહીંથી સીધા ભાદર નદીમાં છોડવામાં આવતા હતા.

JETPUR PHOTO

ખેડૂતોની જનતા રેડ

ખેડૂતોને આ ગેરકાયદેસર પ્રવૃતિની શંકા જતા ખેડૂતોએ જનતા રેડ કરી હતી અને સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો હતો. અને કહેવાય છે ને કે, ખોટા હોય તે પોતાનું માથું ઉચકી જ નથી શકતા તેમ આ ફેકટરીના સંચાલકો અને મજૂરો ફેકટરી છોડી ભાગી ગયા હતા. તો ટેન્કર લઈને ભાગવાનો પ્રયાસ કરી રહેલા ડ્રાઈવરને ખેડૂતોએ પકડી પાડ્યો હતો અને તેને મેથીપાક પણ ચખાડ્યો હતો. ટેન્કરમાં કેમિકલ જેટલું જલદ હતું શાયદ તેનાથી પણ વધુ જલદ ખેડૂતોનો રોષ અને ગુસ્સો હતો. આ બધા એજ ખેડૂતો હતા જેની માં સમાન જમીન આ પ્રદુષિત પાણીના લીધે જ ઉજ્જડ થઇ ગઈ છે. તો ખેડૂતોએ ડ્રાઈવરને પકડી પાડી ટેન્કરનો ઘેરાવ કર્યો હતો તેમાં વર્ષોનો રોષ દેખાઈ રહ્યો હતો.

JETPUR PHOTO

સાડીના કારખાનાઓમાંથી 365 દિવસ નીકળે કાળા ધુમાડા

JETPUR PHOTO

સાડીના કારખાનાઓ વર્ષના 365 દિવસ કાળા ધુમાડાથી વાતાવરણ પ્રદુષિત કરે છે તે તો તંત્ર નજરઅંદાજ કરી શકે તેમ જ નથી. જો કે, કેટલી માત્રામાં આ પ્રદુષણ ફેલાવી શકાય તેની માત્રા નક્કી કરવામાં આવેલી છે. તેમ છતાં પ્રદુષણમાફિયાઓને નિયમોનું પાલન કરવાના બદલે પોતાના ખિસ્સા ભરવામાં જ વધુ રસ હોય તેમ ચોમાસું આવતા જ પ્રદુષિત પાણી ભાદર નદીમાં છોડી દે છે. જેના કારણે માત્ર જેતપુરમાં જ નહી, આસપાસના બધા જ ગામડાઓમાં પાણી કેમિકલ વાળું આવે છે. જેનો ઉપયોગ લોકો ઘર વપરાશમાં, ખેતીકામમાં, પશુપાલન માટે કરતા હોય છે. જે લાંબેગાળે તો નુકસાન જ છે ને !? 

જુઓ આ વિડીયો : જેતપુરમાં પ્રદુષણનો પાર નથી

JETPUR PHOTO

પ્રદુષિત પાણીને ફરીથી ઉપયોગમાં લેવાય તેવું બનાવવા અને નદી પ્રદુષિત ન થાય તે માટે સરકારે ખાસ ફિલ્ટર પ્લાન્ટ ગોઠવ્યો છે. જો કે, તેનો ઉપયોગ કેટલો થાય છે તે પણ એક મોટો પ્રશ્ન છે. એક પણ જીવનું હિત જોયા વગર માત્ર પૈસા કમાઈ લેવાના ચક્કરમાં પ્રદુષણમાફિયા આ ફિલ્ટર પ્લાન્ટનો ઉપયોગ તો કરતા જ નથી. ઉલટાના નિયમોની વિરુધ જઈ તોડજોડ કરી લે છે. આ ફેક્ટરી દ્વારા એક કુંડી બનાવવામાં આવી છે જેના વાટે કેમિકલ વાળું પાણી ભાદરમાં જઈને ભળી જાય છે. અને આ જ કારણ છે કે, ચોમાસા સમયે દર વર્ષે ફેકટરી પાસે આવેલ ભાદર નદીમાં સફેદ ફીણની ચાદર છવાય જાય છે.

જુઓ વિડીયો : કેવી રીતે કરી જનતા એ રેડ ?


જનતા રેડથી તંત્ર ઊંઘતું ઝડપાયું

ખેડૂતોએ રેડ પાડી અને ફેકટરી સંચાલકો સાથે સાથે તંત્રમાં પણ દોડધામ મચી ગઈ. અધિકારીઓ રાત્રે ઘટના સ્થળે આવી પહોચ્યા હતા. તેમણે આ અંગે કાર્યવાહી કરશે તેમ કહી ખેડૂતોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ખેડૂતો વધુ ઉશ્કેરાયા હતા. અને વાતાવરણ વધુ ગરમાયું હતું. ખેડૂતોએ ભેગ મળી ભારે હોબાળો મચાવ્યો હતો. ત્યાં સુધી કે ખેડૂતો પકડયેલા ડ્રાઈવરને મારવા સુધી ઉતરી આવ્યા હતા. જો કે, મારધાડ થઇ નહોતી. અને ડ્રાઈવરને પકડી પાડવામાં આવ્યો હતો. ટેન્કરમાંથી નીકળેલા પાણી અને કારખાનામાંથી મળેલા કેમિકલને ટેસ્ટીંગ માટે મોકલવામાં આવ્યું હતું. અને ગેરકાયદેસર મુદ્દામાલને પોલીસે સીલ કરી કબજે કર્યો હતો. તેમજ જેતપુરની પોલ્યુશન બોર્ડની ટિમ દ્વારા આ પ્રવૃત્તિ પર કાયદેસરની કાર્યવાહી કરવા સેમ્પલ ટેસ્ટીંગ માટે મોકલવામાં આવ્યા છે અને પોલીસમાં પણ FIR દાખલ કરાવવામાં આવશે.

JETPUR PHOTO

સાડી ઉદ્યોગ વિશ્વ વિખ્યાત બનાવવામાં સફળ, પ્રદુષણ અટકાવવામાં નિષ્ફળ

સાડી ઉદ્યોગને આપણે વિશ્વ વિખ્યાત બનાવવમાં તો સફળ રહ્યા પરંતુ તેના કારણે વાતાવરણ અને આપની સંસ્કૃતિ કહી શકાય તેવી પ્રદુષિત થઇ રહેલી નદીને બચાવી ન શક્યા. જેતપુરના પ્રેમગઢ, લુણાગરા, કેરાળી સહિત 10 ગામના ખેડૂતોની હજારો વીઘા જમીન આ પ્રદૂષિત પાણીના કારણે બંજર બની ચુકી છે. ખેડૂતોએ આ રેડ પાડી તંત્રની આંખો તો ખોલી છે ત્યારે શું વધુ આવા કાળા કામો થતા બંધ થશે ? શું તંત્ર આ અંગે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરશે ? અવ તો અનેક સવાલો ખેડૂતોના મનમાં ઉઠી રહ્યા છે. ત્યારે ફેકટરી અનેં માલિકો સામે કાર્યવાહી કરવામાં આવે તેમજ આવા પ્રદુષણ માફિયાઓને ડામવામાં આવે નહીં તો આગામી દિવસોમાં રેલી કાઢી ઉપવાસની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી હતી.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android:http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment