જેતપુર શહેરના જૂનાગઢ રોડ પર આવેલી એસબીઆઈ (SBI)બેન્કના કર્મચારીએ બેંકના સીડીએમ મશીનમાં નાખવાની 43 લાખ રૂપિયાની રકમ મશીનમાં નાખવાના બદલે લઈને નાશી ગયો છે. આ સમગ્ર મામલે બેન્ક મેનેજરે કર્મચારી સામે સીટી પોલીસ સ્ટેશનમાં ઉચાપતની ફરીયાદ (Complain)નોંધાવવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.
SBI ના એટીએમના મશીનનો દરવાજો ખુલ્લો હતો
શહેરના જૂનાગઢ રોડ પર આવેલી એસબીઆઈ બેંકમાં ક્લાર્ક તરીકે નોકરી કરતો વિજય દાણીધારીયા નામના કર્મચારીને આજે બપોરે બેંકના મેનેજર મનોજકુમારે બેંકના સીડીએમ મશીનમાં 43 લાખ રૂપિયા મુકવા માટે આપ્યા હતા. ત્યારબાદ બપોરનો બ્રેકનો સમય થતાં કર્મચારી (Employee)વિજય જેતપુરની બાજુમાં જ આવેલા પોતાના ગામ વીરપુર ખાતે જમવા માટે ગયો હતો. બ્રેક પુરી થવા આવી છતાં પણ વિજયની હાજરી ન દેખાતા મેનેજરે એટીએમ મશીનમાં જઈ ચેક કર્યુ હતુ. ત્યારબાદ જાણ થઇ કે સીડીએમ મશીનનો દરવાજો ખુલ્લો છે અને તેમાં પૈસા નહતા.
આ પણ વાંચો: આણંદ પોલીસે એક આતંકીને ઠાર માર્યો, રેન્જ આઈજીએ પોલીસની ફિટનેસ ચકાસવા યોજી હતી મોકડ્રીલ
મેનેજરે ફોન કરતા બંધ આવ્યો હતો
આ દ્રશ્યો જોયા બાદ મેનેજરે ક્લાર્ક વિજયને ફોન કર્યો હતો, પરંતુ તેનો ફોન સતત બંધ આવતો હતો. જેના પગલે મેનેજરે પોલીસને જાણ કરી હતી. બેન્કમાંથી 43 લાખ ગુમ થયાની પોલીસને જાણ થતાંની સાથે જ સીટી પીઆઇ પી.ડી. દરજી પોતાના સ્ટાફ સાથે બેંક ખાતે ઘસી આવ્યા હતાં. જ્યાં પોલીસે મેનેજર પાસે વિગતો લઇ ઘટનાની તપાસ કરી અને બેન્ક (Bank)ના કર્મચારી દ્વારા 43 લાખ રૂપિયાની ઉચાપતની મેનેજર પાસેથી ફરીયાદ (Complain)લેવા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
SBI માંથી પૈસાની ઉઠાંતરી કરવાનું અગાઉથી જ નક્કી કર્યુ હતુ
વિજય દાણીધારીયાએ રૂપિયા ઉઠાવવાનો પ્લાન અગાઉથી જ કર્યો હોય તેમ નક્કી હતુ. કારણ કે વિજય એક લેટર છોડીને ગયો છે જેમાં તેમની સહી છે. આ લેટરમાં લખ્યું છે કે, આમાં કોઈ બેક કર્મચારીનો વાંક નથી મેં જ કર્યું છે. તેમજ હું ખૂબ પેઈનમાંથી પસાર થઈ રહ્યો છું. મને શું કરવું તે ખ્યાલ નથી. મારે આ કરવા સિવાય કોઈ રસ્તો નથી. મારા પરિવારનું ધ્યાન રાખજો અને મારા દીકરાને પણ બેંકમાં જ નોકરી કરવાજો. તેમજ વધુમાં લખ્યું છે કે, મને એસબીઆઇમાં નામ બનાવતા 12 વર્ષ લાગ્યાં પણ હવે એ નામ બદનામ થઈ ગયું. આવો લેટર પોલીસને હાથ લાગ્યો છે, ત્યારે પોલીસે આ સમગ્ર મામલે સીસીટીવી (CCTV)ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે.
ચોરીનો પોલીસે મુંબઈ જઈ ભેદ ઉકેલ્યો જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4