Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeન્યૂઝસુરતી ભક્તોનો અનોખો પ્રેમ, આવું પારણું તમે ક્યારેય નહિ જોયું હોય!

સુરતી ભક્તોનો અનોખો પ્રેમ, આવું પારણું તમે ક્યારેય નહિ જોયું હોય!

Share Now
ચાંદીના ભાવમાં ઘટાડો થતાં આ વખતે ભગવાન કૃષ્ણ ચાંદીના ભારે ભરખમ પારણાંમાં (cradle) જોવા મળશે. આઠમના પર્વને ધ્યાનમાં રાખી સુરતના એક જવેલર્સ દ્વારા ભગવાન કૃષ્ણ માટે ખાસ પાંચ કિલો ચાંદીના વજનનું પારણું (silver cradle) તૈયાર કરાવ્યું છે. સુરતના જવેલર્સ આ પારણાંને ખાસ રજવાડી ડિઝાઇન આપવા માટે રાજસ્થાની કારીગરો પાસેથી તૈયાર કરાવડાવ્યો છે.
 silver cradle
બજારમાં પાંચસોથી લઈ પાંચ લાખ સુધી કિંમતના ચાંદીના પારણા (silver cradle) મળી રહ્યાં છે. ભગવાનને ખુશ કરવાની સાથોસાથ ભક્તો ઇન્વેસ્ટમેન્ટ તરીકે પણ ખરીદી રહ્યાં છે.

જન્માષ્ટમીને લઈને બજારોમાં રોનક

કૃષ્ણ જન્મોત્સવ (Janmashtami) એટલે કે જન્માષ્ટમીનો પર્વ સુરતમાં ભારે રંગેચંગે ઉજવાય છે. મંદિરોમાં તો ખરું જ પણ ઘરે ઘરે નંદઘેર આનંદ ભયોના નાદ સાથે કૃષ્ણના જન્મના વધામણાં કરવામાં આવે છે. શ્રી કૃષ્ણને સાંજ શણગાર સજાવીને આ ઉત્સવને શ્રદ્ધાભેર ઉજવવામાં આવે છે. છેલ્લા દોઢ વર્ષથી કોરોનાને કારણે આ શક્ય બન્યું નહોતું. પરંતુ હવે જન્માષ્ટમીને લઈને બજારોમાં રોનક જામી છે.
silver cradle
સુરતના જવેલર્સને હાલ ચાંદી છે. કારણ કે શ્રી કૃષ્ણને ઝુલાવવા માટે તેમને પાંચ હજારથી લઈને 5 લાખ સુધીની કિંમતના પારણાંના ઓર્ડર મળ્યા છે. હાલ ચાંદીનો ભાવ 63 હજાર જેટલો ચાલી રહ્યો છે. ત્યારે સુરતના એક જવેલર્સનું કહેવું છે કે તહેવારો નજીક આવતા હવે બજારમાં ધીરે ધીરે ખરીદી વધી રહી છે. બાળ ગોપાલને ઝુલાવવા માટે ચાંદીના પારણાંની પણ હાલ ખુબ ડિમાન્ડ આવી રહી છે.

જુઓ આ વિડીયો: કાનાને ઝુલાવું 5 લાખના પારણે

પાંચ હજારથી લઈને પાંચ લાખ સુધીના પારણાંના (cradle)ઓર્ડર

સુરતમાં (SURAT) હાલ તેમની પાસે પાંચ હજારની કિંમતથી લઈને પાંચ લાખ સુધીના પારણાંના ઓર્ડર આવ્યા છે. પાંચ લાખ સુધીનું પારણું પાંચ કિલો ચાંદીથી તૈયાર કરવામાં આવ્યું છે. અને એક કૃષ્ણ ભક્ત (LORD KRISHANA) દ્વારા આ પારણાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. દરેક ભક્તોની શ્રદ્ધા અલગ અલગ હોય છે. અને પોતાની યથાશકિત પ્રમાણે તેઓ ભગવાનને રિઝવતા હોય છે. ત્યારે સુરતમાં અલગ અલગ કિંમતના પારણાનો ઓર્ડર લોકો આપી રહ્યા છે.
cradle from five kilos of silver
જોકે એક વાત નક્કી છે કે તહેવારોની મોસમ શરૂ થતાં હવે જવેલર્સ બજારમાં પણ તેની અસર જોવા મળી રહી છે. અને ધીરે ધીરે જવેલરી ક્ષેત્રમાં પણ ચાંદી જોવા મળી રહી છે. આવનારા જન્માષ્ટમીના (Janmashtami) તહેવારને લઈને જવેલર્સમાં એક નવી આશા જાગી છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment