ઝંડ હનુમાન મંદિર:
मंगल मूरत मारुती नंदन सकल अमंगल मूल निकंदन।
पवन तनय संतन हितकारी ह्रदय विराजत अवध विहारी।।
ભક્તોને મંગળમય જીવનનું વરદાન આપનાર હનુમાનજીની દરેક લીલા અદભૂત છે. ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરનારા આવા મંદિરનું નામ ઝંડ હનુમાન મંદિર. અતિ પ્રાચીન આ મંદિર ગુજરાતના પાવાગઢથી 40 કિલોમીટરના અંતરે આવેલું છે. સુંદર જંગલ વિસ્તારમાં આવેલું આ મંદિર જાંબુઘોડા અભયારણ્ય વિસ્તારમાં પ્રાચીન કાળથી હયાત છે. એવું માનવામાં આવે છે કે વનવાસ દરમિયાન પાંડવોમાંથી ભીમ દ્વારા આ સુંદર હનુમાન જીની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ઝંડ ગામમાં સ્થિત હોવાને કારણે આ મંદિર ઝંડ હનુમાન મંદિર તરીકે ઓળખાય છે.
Hanuman, google image
આ પણ વાંચો: મહાદેવનું એક માત્ર એવુ સ્વયંભૂ શિવમંદિર જેની સ્થાપના ખુદ ભગવાન શંકરે કરી હતી!
મંદિરના નિર્માણની પૌરાણિક કથા:
હજાહજારો વર્ષથી ઐતિહાસિક ગાથાને પોતાનામાં લઈને બેઠેલા આ મંદિરની સ્થાપનાની કડી દ્વાપર યુગ સાથે જોડાયેલી છે. લોકકથાઓ મુજબ આ મંદિરની કથા પાંડવોના વનવાસની સાથે સબંધિત છે. વનવાસ કાળનો સમય પાંડવો પાવાગઢમાં વિતાવ્યો હતો. આ કાળ દરમિયાન જ મહાબલી ભીમે અહીંયા 21 ફૂટની ઊંચી હનુમાનની પ્રતિમાનું નિર્માણ કર્યું. પ્રાચીન ઈતિહાસ હોવાથી આ મંદિર પૂરા ભારતમાં પ્રખ્યાત છે. હનુમાનજી સિવાય અહીંયા બીજા ઘણાં પ્રમાણ છે જે અહીંયા પાંડવો હોવાના પુરાવા આપે છે. આ પુરાવાઓમાં સર્વપ્રથમ ભીમ દ્વારા સ્થાપિત અનાવ પીસવાની ચક્કી છે. જેને સ્થાનિક લોકો ભીમની ઘંટી કહે છે. અહીંયા જ સર્વશ્રેષ્ઠ ધનુર્ધર અર્જુન દ્વારા એક પ્રાચીન કુવો બનાવવામાં આવ્યો છે. જેનું પાણી ક્યારેય સમાપ્ત થતું નથી. આ સ્થાન પર એક જુનુ શિવ મંદિર છે જેની સ્થાપના પણ પાંડવોની સાથે સબંધ ધરાવે છે.
Jhand hanuma, Google Image
હનુમાનજીને તેલ ચઢાવવાનો વિશેષ મહિમા:
ઝંડ હનુમાન મંદિરના પરિસરમાં પ્રવેશતાની સાથે જ પથ્થરની બનેલી હનુમાનજીની 21 ફૂટ ઊંચી પ્રતિમા દેખાય છે. આ મૂર્તિ પર તેલ ચઢાવવાનો રિવાજ તેને અન્ય હનુમાન મંદિરોથી વિશેષ બનાવે છે. સ્થાનિક લોકોનું માનવું છે કે હનુમાનજીની આ મૂર્તિ પર સતત 5 મંગળવાર સુધી તેલ ચઢાવનાર ભક્તની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. આ કારણસર દર વર્ષે લાખો ભક્તો અહીં આવે છે. દરેક મંગળવાર અને શનિવારે, ઝંડ હનુમાન મંદિર સંકુલમાં સ્થિત હનુમાન જીની પ્રતિમાના દર્શનનો વિશેષ મહિમા છે. આ બે દિવસોએ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. તમારી જો કોઈ ઈચ્છા પૂરી ન થતી હોય તો તમારે એકવાર ઝંડ હનુમાન મંદિરની મુલાકાત અવશ્ય લેવી જોઈએ.
જુઓ આ વિડિયો: Hanuman Unknown facts
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4