કોરોના (Corona) ની બીજી લહેર દરમિયાન દિલ્હી (Delhi) સહિત દેશના અનેક રાજ્યોમાં દર્દીઓએ ઓક્સિજન સંકટનો સામનો કરવો પડ્યો હતો. જો કે હવે સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી ઓક્સિજન ઓડિટ ટીમના રિપોર્ટમાં દિલ્હી વિશે ચોંકાવનારો ખુલાસો થયો છે. દિલ્હી સરકાર પર ઓક્સિજન જરૂરિયાત કરતા વધુ મંગાવાનો આરોપ લાગ્યો છે…પ્રાણવાયુ માટે લોકો વલખા મારી રહ્યા હતા અને દિલ્હીના જ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કેન્દ્ર સરકાર [પર સતત પ્રહાર કરતા હતા ઓક્સિજનની અછતને લઇ પરંતુ સામે આવ્યો ચોંકાવનારો ખુલાસો કે દિલ્હી સરકાર જ જરૂરિયાત કરતા વધુ ઓક્સિજન મંગાવ્યો અને બીજા રાજ્યોને આપવા ના દીધો …સુપ્રીમ કોર્ટે ૧૨ રાજ્યની એક ઓડિટ ટિમ બનાઈ હતી જેમાં ડોક્ટર્સ પણ સામેલ હતા …આ જ આરોપ્પો દ્વારા ડીલખી સરકાર ફસાઈ ગઈ છે….જે રાજ્યોમાં જરૂર હતી ત્યાં ના આપ્યો અને દિલ્હી સરકારને ઓક્સિજન આપ્યો અને બીજા રાજ્યોને ભોગવવી પડી હાલાકી…પરંતુ આવી પ્રવૃત્તિથી લોકો સાથે મહામારીના સમયમાં પણ જ લોકો પ્રાણવાયુ માટે વલખા મારતા હતા અને અનેક લોકોએ પ્રાણવાયુ માં મળતા જીવ પણ ગુમાવ્યા તો આવા સમયે દિલ્હી સરકારની આ પ્રવૃત્તિ લોકોના જીવ સાથે રમત રમતા હોઈ વર્તાઈ રહ્યું છે…કારણકે દિલ્હી સરકારે ઓક્સિજન એ જરૂરિયાત કરતા ૪ ગણો વધારે મંગાવ્યો !!! શું હોઈ શકે આ જરૂરિયાત કરતા વધારે મન્ગાવીને દિલ્હી સરકારની નીતિ ? દિલ્હી સરકાર લોકો માટે ખડેપગે રહે છે લોકોને સુવિધાઓ પુરી પડી કોરોના સમયમાં પરંતુ એ કે સરકાર માટે શું લોકોના પ્રાણ જરૂરી હતા નહિ? શું તો બીજારાજ્યોમાં ઓક્સિજનની અછત ને કારણે લોકોના મૃત્યુ થાય એમાં જવાબદાર દિલ્હી સરકાર ને ગણાવી શકાય ????
દિલ્હી સરકારે કરી હતી 4 ગણી વધુ ઓક્સિજનની માગણી
ઓક્સિજન ઓડિટ ટીમે કોવિડ-19ની બીજી લહેર દરમિયાન 25 એપ્રિલથી 10 મે વચ્ચે દિલ્હીમાં ઓક્સિજનની જરૂરિયાતને ચાર ગણી કરતા વધુ જણવવા બદલ દિલ્હી સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. કમિટીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે દિલ્હીને ઓક્સિજનની વધારાની આપૂર્તિ 12 રાજ્યોમાં આપૂર્તિને પ્રભાવિત કરી શકે તેમ હતી.
દિલ્હીને ફક્ત 289 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરિયાત હતી
સૂત્રોના જણાવ્યાં મુજબ સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી ઓક્સિજન ઓડિટ કમિટીએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે દિલ્હીમાં બેડ ક્ષમતા પ્રમાણે 289 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરિયાત હતી. જ્યારે દિલ્હી સરકારે દ્વારા દાવો કરાયો કે તેમને 1140 મેટ્રિક ટન ઓક્સિજન જોઈએ. જે ક્ષમતા કરતા ચાર ગણી વધારે હતી.
મનીષ સિસોદિયાનો જવાબ- આવો કોઈ રિપોર્ટ આપવામાં જ આવ્યો નથી
TIMES
ઓક્સિજન સંકટ બાબતે આમ આદમી પાર્ટી અને ભાજપ ફરી એક વખત અમને-સામને આવી ગઈ છે. સુપ્રીમ કોર્ટ દ્વારા બનવાયેલ પેનલના રિપોર્ટના આધારે ભાજપ દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર શુક્રવારે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જવાબ આપ્યો છે.
આ પણ જુઓ : મળી ગયા દિલ..ઘટી ગઈ દુરી ?? જાણીયે પીએમની જમ્મુ કાશ્મીરના નેતા સાથેની તમામ ચર્ચા
ભાજપ ઓક્સિજન બાબતે ખોટું બોલી રહ્યું: સિસોદિયા
મનીષ સિસોદિયાએ કહ્યું કે ભાજપના નેતા જે રિપોર્ટનો દાવો કરી રહ્યા છે, એ બાબતે એવો કોઈ રિપોર્ટ છે જ નહીં. સિસોદિયાએ દાવો કરતાં જણાવ્યુ હતું કે ભાજપ આ બાબતે ખોટું બોલી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે એક ઓક્સિજન કમિટી બનાવી હતી, અમે આ કમિટીના દરેક સભ્યો સાથે વાત કરી છે, અને તેમણે જણાવ્યુ છે કે તેમણે આવો કોઈ રિપોર્ટને અપ્રૂવ કર્યો જ નથી.
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી સિસોદિયાએ કહ્યું કે જ્યારે આવો કોઈ રિપોર્ટ આપવામાં જ આવ્યો નથી, તો ભાજપ આ કયા રિપોર્ટની વાત કરે છે. મનીષ સિસોદિયાએ કહ્યું કે ભાજપના નેતાઓ આ રિપોર્ટ લાવીને બતાવે, જેને સુપ્રીમ કોર્ટ દ્વારા બનવાયેલી કમિટીએ આપ્યો છે. હજી તો આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે, એવામાં અમારી પાર્ટી સામે આ પ્રકારનું કોઈ કાવતરું રચવું જોઈએ નહીં.
બીજેપીના પ્રહારો
દિલ્હી સાર્કના આરોપથી ફરી રાજનીતિ ગરમાઈ છે…..એક પછી એક દિલ્હીના નેતાઓના બયાન સામે આવે છે …કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરએ કહ્યું કે ,શોર મચાવાનું કોઈ દિલ્હી સરકાર પાસેથી શીખે તો બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું કે અરવિંદ કેજરીવાલ મહામારીના સમયમાં ખોટું બોલ્યું ….ઓક્સિજને લઇ ખોટું બોલ્યું એ પણ કોરોના પીક પર હતો ત્યારે ……કોરોના પીક પર હોઈ ત્યારે લોકોના જીવ સાથે રમત કરવી એ પણ ઓક્સિજનને લઇ ને ?? બીજેપીના નેતાએ આરોપ લગાવતા કહ્યું કે દિલ્હી સરકાર પર સપ્રીમ કોર્ટે કડક પગલાં લેવા જોઈએ કારણકે લોકોના જીવ સાથે રમત કરી …શા માટે જરૂરિયાત કરતા વધારે મંગાવ્યો ઓક્સિજન ? ક્યાં કારણોસર ? મહામારીના સમયમાં રાજનીતિ કરી અને એ પણ લોકોના પ્રાણ સાથે ?
અન્ય રાજ્યોએ ઉઠાવવું પડ્યું નુકસાન
કમિટીએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે દિલ્હીને જેટલો ઓક્સિજન જોઈતો હતો તેના કરતા વધુ ડિમાન્ડ કરવાના કારણે અન્ય રાજ્યોએ નુકસાન ઉઠાવવું પડ્યું. જ્યાં એક બાજુ દિલ્હીને જરૂરિયાત કરતા વધુ ઓક્સિજન મળી રહ્યો હતો ત્યાં રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, પંજાબ, અને જમ્મુ કાશ્મીર ઓક્સિજનની કમીના કારણે ખરાબ સ્થિતિનો સામનો કરી રહ્યા હતા.
દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે કોરોનાકાળમાં સતત આરોપો પ્રતિ આરોપો થતા રહેતા હતા…રાજનીતિ એ પછી સાધનોની હોઈ, ઓક્સિજનની હોઈ કે વેક્સિનને લઇ …..પરંતુ અત્યારે જે આરોપો લાગ્યા છે જે ખુબ જ ખરાબ રાજનીતિ માનવામાં આવે છે અને કેજરીવાલ સરકાર ઘેરાઈ ગઈ છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt