Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝજીગ્નેશ મેવાણીએ મનરેગાના વધુ એક કૌભાંડનો કર્યો પર્દાફાશ

જીગ્નેશ મેવાણીએ મનરેગાના વધુ એક કૌભાંડનો કર્યો પર્દાફાશ

jignesh mevani,mnrega scam,mnrega scheme,news in gujarati
Share Now

ગુજરાતમાં મનરેગા યોજના હેઠળ કામ કરતાં મજૂરોને અઢી મહિનાથી વેતન ચૂકવાયું નથી. ત્યારે આ મુદ્દે વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ( Jignesh Mevani) આજ રોજ પત્રકાર પરિશદ સંબોધીને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમજ સમગ્ર બાબતની આપતા જણાવ્યું હતું કે, મનરેગા યોજના અંતર્ગત કામ કરનાર મજૂરને 15 દિવસને નાણાં ચૂકવવાની જોગવાઈ હોવા છતાં છેલ્લાં અઢી મહિનાથી વેતન ચૂકવાયું નથી. તેમણે આક્ષેપ કરતાં કહ્યું કે, મનરેગા યોજના હેઠળ કામ કરતાં ગુજરાતના 1 લાખથી વધુ મજૂરોના રૂપિયા 212 કરોડ સરકારે દબાવી રાખ્યા છે. તેમજ માંગણી કરી કે સરકાર જલ્દી થી જલ્દી તમામ શ્રમિકોના નાણાંની ચુકવણી કરે.   

કેન્દ્ર સરકારે નાણાં રોકી રાખ્યા છે 

ગુજરાતમાં અઢી મહિનાથી મનરેગા હેઠળ કામ કરતાં મજૂરોને વેતન ચૂકવાયું નથી. ત્યારે આ મુદ્દે જીગ્નેશ મેવાણીએ( Jignesh Mevani) કેન્દ્ર સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, ગુજરાતમાં મનરેગા હેઠળ કામ કરતાં  શ્રમિકોના પૈસા કેન્દ્ર સરકારે રોકી રાખ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે આ કેન્દ્ર સરકારનો ગુજરાતને અન્યાય છે. 

jignesh mevani,mnrega scam,mnrega scheme,news in gujarati

 

 

આ પણ વાંચો:મનરેગામાં સમયસર વેતન ન ચૂકવાતા જીગ્નેશ મેવાણીએ કર્યા ધરણાં

ગુજરાત સરકાર પર કર્યા પ્રહાર 

તેમણે ગુજરાત સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, એક બાજુ દેશમાં  બેરોજગારી વધી રહી છે. અને બીજી બાજુ ગુજરાત સરકાર દ્વારા ગઈ કાલે રોજગારી દિવસ ઉજવવામાં આવ્યો હતો. ત્યારે સરકાર દેશમાં વધી રહેલી બેરોજગારીમાં લોકોને નવી રોજગારી મળે તે માટે તો કઈ નથી કરી રહી પરંતુ જે લોકો કામ કરી રહ્યા છે તેમને પણ વેતન નથી ચૂકવી રહી. 

આદિવાસી વિસ્તારમાં 45 કરોડ ચૂકવાયા નથી 

જીગ્નેશ મેવાણીએ( Jignesh Mevani) મનરેગા હેઠળ આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે, મારા પોતાના મત વિસ્તાર વડગામમાં 1 કરોડ અને સમગ્ર બનાસકાંઠામાં 7.88 કરોડ ચૂકવવાના બાકી છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના આદિવાસી વિસ્તારમાં 128 કરોડ રૂપિયાનું વેતન ચૂકવવાનું બાકી છે. તેમજ અમદાવાદ- 1.81કરોડ, આણંદ 2.14 કરોડ, દાહોદ 46.62 કરોડ અરવલ્લી 13 કરોડ, કચ્છ 8 કરોડ,તાપી માં 34 કરોડ મોરબીમાં 10 કરોડ રૂપિયાનું વેતન ચૂકવવાનું બાકી છે. સમગ્ર ગુજરાતમાં કુલ 212 કરોડ રૂપિયાનું વેતન ચૂકવવાનું બાકી નીકળે છે. 

ગુજરાત સરકારને કરી અપીલ 

જીગ્નેશ મેવાણીએ( Jignesh Mevani) અપીલ કરતાં કહ્યું કે રાજ્યના ચીફ સેક્રેટરી અને મુખ્યમંત્રી તમે કેન્દ્ર સરકાર, અને ગ્રામીણ મંત્રાલયનું આ મુદ્દે ધ્યાન દોરીને આગામી 72 કલાકમાં ગુજરાતના મનરેગા હેઠળ કામ કરતાં તમામ શ્રમિકોનું વેતન ચૂકવાય તેવું કરવું જોઈએ.  સાથેજ કહ્યું કે જો સરકાર આ મુદ્દે કોઈ રસ નથી દાખવતી તો એનો એજ મતલબ કે આ પૈસા બીજે ક્યાંક વપરાઈ ગયા હોય કે પછી કોઈ ગફળો થયો હોય અથવા આ કેન્દ્ર સરકાર આ પૈસા ચૂકવવા માંગતી નથી. 

jignesh mevani,mnrega scam,mnrega scheme,news in gujarati

ગુજરાતમાં કુલ 42 લાખ જેટલા જોબ કાર્ડ ધારકો 

 જીગ્નેશ મેવાણીએ જણાવ્યું કે ગુજરાતમાં કુલ 42 લાખ જેટલા મનરેગાના જોબ કાર્ડ બન્યા છે.  અને સરકારી ભાષા મુજબ 3 વર્ષ દરમ્યાન કામ કર્યું હોય તેવા એક્ટિવ જોબ કાર્ડની સંખ્યા 12 થી 15 લાખ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે મનરેગા યોજનામાં વાર્ષિક 100 દિવસનું કામ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ ગુજરાતમાં સરેરાશ 24 દિવસનું જ કામ આપવામાં આવે છે. અને એમ પણ કામ કરનારને મજૂરી સમયસર આપવામાં આવતી નથી. જેને લઈને લોકો આ યોજનામાં જોડાવાને બદલે દૂર યોજનાથી દૂર થઈ રહ્યા છે. 

પાલનપુર કલેકટર કચેરી કર્યા હતા ધરણાં 

ગુજરાતમાં મનરેગા હેઠળ કામ કરતાં શ્રમિકોને અઢી મહિનાથી વેતન ચૂકવાયું નથી. ત્યારે આ મુદ્દે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ બે દિવસ પહેલા પોતાના મત વિસ્તારમાં મનરેગા હેઠળ કામ કરતાં લોકોને સાથે લઈને પાલનપુર કલેકટર કચેરી ખાતે ધરણાં કર્યા હતા. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાય હતા.  

મનરેગા મુદ્દે સક્રિય ધારાસભ્ય 

કોરોનાના કપરા સમયમાં ઘણા લોકોની રોજગારી છીનવાઇ ગઈ છે. ત્યારે ગામડાના ગરીબ બેરોજગાર લોકોને મનરેગા યોજના હેઠળ કામ મળી રહે અને તેમનું ગુજરાન ચાલે તે હેતુથી વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી છેલ્લા ઘણા સમયથી કામ કરી રહ્યા છે. ગત વર્ષે જીગ્નેશ મેવાણીએ મનરેગા હેઠળ ચાલતા કૌભાંડનો મીડિયા સમક્ષ પર્દાફાશ કર્યો હતો. અને હજુ પણ જીગ્નેશ મેવાણી અને તેમની ટીમ વડગામ તાલુકામાં બેરોજગાર લોકોને મનરેગા હેઠળ કામ મળી રહે તે માટે મહેનત કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં મનરેગા યોજના હેઠળ કામ કરતાં મજૂરોને અઢી મહિનાથી વેતન ચૂકવાયું નથી. ત્યારે આ મુદ્દે વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આજ રોજ પત્રકાર પરિશદ સંબોધીને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમજ સમગ્ર બાબતની આપતા જણાવ્યું હતું કે, મનરેગા યોજના અંતર્ગત કામ કરનાર મજૂરને 15 દિવસને નાણાં ચૂકવવાની જોગવાઈ હોવા છતાં છેલ્લાં અઢી મહિનાથી વેતન ચૂકવાયું નથી. તેમણે આક્ષેપ કરતાં કહ્યું કે, મનરેગા યોજના હેઠળ કામ કરતાં ગુજરાતના 1 લાખથી વધુ મજૂરોના રૂપિયા 212 કરોડ સરકારે દબાવી રાખ્યા છે. તેમજ માંગણી કરી કે સરકાર જલ્દી થી જલ્દી તમામ શ્રમિકોના નાણાંની ચુકવણી કરે.   

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment