Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeઑટો & ગેજેટ્સજાણો શું છે જીયોફોન નેક્સટની ખાસિયતો?

જાણો શું છે જીયોફોન નેક્સટની ખાસિયતો?

JIO PHONE NEXT
Share Now

આજે રીલાયન્સની 44મી વાર્ષિક જનરલ મીટીંગ(AGM) જામનગર ખાતે કરવામાં આવી હતી. ત્યારે આ મીટીંગમાં મુકેશ અંબાણીએ ગૂગલ અને જિયોએ સંયુક્ત રીતે વિકસાવેલો સ્માર્ટફોન જિયોફોન નેક્સ્ટ રજૂ કર્યો હતો. વિવિધ ભાષાઓ અને ભાષાંતરના ફીચર્સ, જોરદાર કેમેરો અને લેટેસ્ટ એન્ડ્રોઇડ તથા સિક્યુરિટી અપડેટ્સ સહિત જિયોફોન નેક્સ્ટ(JIO PHONE NEXT) સાચા અર્થમાં નવીનત્તમ ક્ષમતાઓ સાથે આવશે. આ સ્માર્ટફોન અભૂતપૂર્વ ક્ષમતાઓ સાથે તેમજ પોસાય તેવી કિંમતે 10 સપ્ટેમ્બર 2021થી એટલે કે ગણેશ ચતુર્થીના રોજ ઉપલબ્ધ થશે.

જીયોફોન નેક્સ્ટ છે મેડ ફોર ઇન્ડિયા

AGMમાં ગૂગલ અને જિયો દ્વારા આજે સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલો મેડ-ફોર-ઇન્ડિયા સ્માર્ટફોન જિયોફોન નેક્સ્ટની વધુ વિગતો જાહેર કરવામાં આવી હતી, જે આ વર્ષના અંતભાગમાં રજૂ કરવામાં આવશે. ખાસ તૈયાર કરવામાં આવેલા ફીચર્સ સાથે એન્ડ્રોઇડ અને પ્લે સ્ટોરનો લાભ લઈ વિકસાવાયેલી ઓપ્ટિમાઇઝ્ડ OS આધારિત જિયોફોન નેક્સ્ટ(JIO PHONE NEXT) માટે બે ટેક્નોલોજી ઓર્ગેનાઇઝેશન્સે સમગ્ર ભારતના લાખો સ્માર્ટફોન વપરાશકર્તાઓની અનોખી જરૂરિયાતો સંતોષવા માટે ખભેખભા મિલાવી કામ કર્યું હતું.

PC- TWEETER

નવો ચીલો ચીતરતી ઓપરેટીંગ સિસ્ટમ

ઇન્ટરનેટનો વપરાશ હવે માણસની મૂળભૂત જરૂરિયાત બન્યો છે. એવા સમયમાં, લાખો ભારતીયો ઇન્ટરનેટના ઉપયોગથી તેમજ તેમની જિંદગી પર હકારાત્મક તથા તાત્કાલિક અસર કરી શકે તેવી માહિતી સહિતની સુવિધાઓથી વંચિત છે. ત્યારે ગૂગલની એન્ડ્રોઇડ ટીમ ભારતીયોની જરૂરિયાતો સંતોષવા માટે સખત પ્રયત્નો કરી રહી છે. ટેક્નોલોજી અને ગ્રાહકોની જરૂરિયાતની ઊંડી સમજ ધરાવતી બંને કંપનીઓ દ્વારા સુપિરિયર યુઝર એક્સપિરિયન્સ માટે નવો ચીલો ચીતરતી ઓપરેટિંગ સિસ્ટમ ડિઝાઇન કરવામાં આવી છે. અને તેથી જ લાખો ભારતીયો ડિજિટલ જીવન કેવી રીતે જીવી શકે છે? તેના પર પુનર્વિચારણા કરવા માટે ગયા વર્ષથી તેમની પ્રતિજ્ઞાને ધ્યાનમાં રાખીને ગૂગલ અને જિયો દ્વારા એવો સ્માર્ટફોન અનુભવ તૈયાર કરવામાં આવ્યો છે. જેના પર વપરાશકર્તા પોતાની ભાષામાં કન્ટેન્ટ મેળવી શકે અને ફોનનો ઉપયોગ કરી શકે, એટલું જ નહીં આ સ્માર્ટફોનમાં અદ્યતન કેમેરો અને લેટેસ્ટ એન્ડ્રોઇડ સાથે સિક્યુરિટી અપડેટ્સ પણ મળશે.

આ પણ વાંચો:રિલાયન્સે 5G નેટવર્કને લઈને કરી મોટી જાહેરાત

અમે વિઝન તરફ વધુ એક કદમ માંડયું

આ સંયુક્ત પ્રયાસો અંગે પ્રતિક્રિયા આપતા ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ જણાવ્યું હતું કે, “ભારતીયોને તેમની ભાષામાં પોસાય તેવી કિંમતે ઇન્ટરનેટની દુનિયામાં પ્રવેશ મળે, ભારતીયોની અનોખી જરૂરિયાત સંતોષવા માટે નવા ઉત્પાદનો અને સેવાઓ તૈયાર કરવી અને વેપાર-વ્યવસાયોને ટેક્નોલોજીથી સશક્ત બનાવવા એ અમારા આયોજનના કેન્દ્ર સ્થાને છે. આજે હું ખૂબ જ ઉત્સાહિત છું કારણ કે અમે અમારા દ્વારા વિકસાવવામાં આવેલો પોસાય તેવો જિયો સ્માર્ટફોન સાથે નવી શરૂઆત કરી છે. અમે અમારા વિઝન તરફ વધુ એક કદમ માંડ્યું છે. તેમાં ભાષા અને ભાષાંતરના ફીચર્સ હશે, અદ્યતન કેમેરો અને લેટેસ્ટ એન્ડ્રોઇડ અપડેટ પણ મળશે. આ સ્માર્ટફોન માત્ર ભારત માટે તૈયાર કરવામાં આવ્યો છે અને જેઓ પહેલીવાર ઇન્ટરનેટનો અનુભવ કરી રહ્યા છે તેમના માટે આ ફોન બનાવવામાં આવ્યો છે.

jio next phone

PC- TWEETER

ગણેશ ચતુર્થીના દિવસે થશે ઉપલબ્ધ

આ ફોનની જાહેરાત કરતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, “વિશ્વમાં સૌથી વધુ ગુણવત્તા ધરાવતી અને સૌથી વધુ પોસાય તેવી 4G સેવાઓ રજૂ કરી ભારતમાં જિયોએ સાચા અર્થમાં ડિજિટલ કનેક્ટિવિટીનું લોકતાંત્રીકરણ કર્યું છે. ગૂગલ અને જિયોની ટીમે સંયુક્તપણે સાચા અર્થમાં નવો ચીલો ચીતરતો સ્માર્ટફોન વિકસાવ્યો છે. જેને અમે જિયોફોન નેક્સ્ટ(JIO PHONE NEXT) કહીએ છીએ. જિયોફોન નેકસ્ટ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમનો અત્યંત ગાઢ રીતે ઓપ્ટિમાઇઝ કરેલો અવતાર છે. અત્યંત પોસાય તેવી કિંમત હોવા છતાં જિયોફોન નેક્સ્ટ ગૂગલ આસિસ્ટન્ટ, ઓટોમેટિક રીડ-અલાઉડ સ્ક્રીન ટેક્સ્ટ, ભાષાંતર, ઓગમેન્ટેડ રિયાલિટી ફીચર સાથેના સ્માર્ટ કેમેરા સહિત અનેક નવીનતમ ફીચર્સ ધરાવે છે. એક નવો જ ચીલો ચાતરે તેવી પ્રોડક્ટ વિકસાવવા માટે એક વૈશ્વિક ટેક્નોલોજી કંપની અને નેશનલ ટેક્નોલોજી ચેમ્પિયન સાથે મળીને કામ કરે તેનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. જિયોફોન નેક્સ્ટ આ વર્ષે 10 સપ્ટેમ્બર, એટલે કે ગણેશ ચતુર્થીના પાવન પર્વથી બજારમાં ઉપલબ્ધ થશે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment