Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / November 26.
Homeન્યૂઝરાજ્યમાં આવતીકાલથી ધોરણ 1થી 5ના વર્ગો ઓફલાઈન શરૂ થશે: જીતુભાઇ વાઘાણી

રાજ્યમાં આવતીકાલથી ધોરણ 1થી 5ના વર્ગો ઓફલાઈન શરૂ થશે: જીતુભાઇ વાઘાણી

Jitu Vaghani
Share Now

રાજ્ય સરકારે આજે રવિવારે એક મહત્વની જાહેરાત કરી છે. આવતીકાલે સોમવારે રાજ્યમાં ધોરણ 1થી 5ના વર્ગો ઓફલાઈન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ અંગેની જાહેરાત શિક્ષણમંત્રી જીતુ વાઘાણી (Jitu Vaghani)એ સુરત ખાતેથી કરી હતી. જો કે હાજરી મરજીયાત રાખવામાં આવી છે.

Jitu Vaghani એ શું કહ્યું?

ઉલ્લેખનિય છે કે, કોરોનાકાળમાં છેલ્લા બે વર્ષથી બંધ રહેલી પ્રાથમિક સ્કુલ 1થી 5 ધોરણના ઓફલાઈન વર્ગો આવતીકાલે સોમવારે ફરીથી ખુલશે તેવી જાહેરાત રાજ્યના શિક્ષણમંત્રી (Minister of Education)જીતુ વાઘાણીએ કરી હતી. આ તકે જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ઘણા સમયથી શાળાના વર્ગો બંધ છે. ત્યારે કોરોના હવે હળવો પડતા આવતીકાલે સોમવારથી ખુલતા દિવાળી બાદના સત્રોમાં ધોરણ 1થી 5ના વર્ગો શરૂ કરવામાં આવશે. જેમાં તમામ શાળાઓએ એસઓપી (SOP)નું પાલન કરવાનું રહેશે. બાળકોની ઉંમર નાની હોવાથી વધારે તકેદારી રાખવાની રહેશે.

આ પણ વાંચો: પ્રિન્સિપાલે ધો.2ના વિદ્યાર્થીને ઊંધા માથે લટકાવ્યો, જાણો તેનું કારણ

મહત્વનું છે કે, રાજ્યમાં કોરોના કેસ (Corona case)માં સતત ઘટાડો થઇ રહ્યો છે, ત્યારે શિક્ષણ વિભાગ (Department of Education)દ્રારા તબક્કાવાર શાળાઓ શરૂ કરવા અંગેની કામગીરી શરૂ કરી હતી, તેમ છતાં સરકાર ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ થઈ શક્યું નહતુ અને રાજ્યના વાલીઓથી લઈને સંચાલકો દ્વારા પ્રાથમિક શાળા શરૂ કરવા સરકાર પર દબાણ વધી રહ્યું હતું, કેમ કે પ્રાથમિક શાળાના બાળકો છેલ્લા બે વર્ષથી ઓનલાઇન શિક્ષણ (Online education)મેળવી રહ્યા છે. હવે વર્ગખંડ શિક્ષણનો પ્રારંભ પહેલી ડિસેમ્બરે થાય તેવી શક્યતા છે.

Jitu Vaghani ની આ જાહેરાત પહેલા ધોરણ 6થી 8ના વર્ગો શરૂ થયા

નોંધનીય છે કે, આ પહેલાં રાજ્ય સરકારની જાહેરાત બાદ રાજ્યની શાળા (School)ઓમાં ધોરણ 6થી 8ના વર્ગો 2 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવ્યા હતા, જેમાં 50 ટકાની સંખ્યા સાથે વર્ગો શરૂ કરવા અંગે મંજૂરી આપવામાં આવી છે. આ સાથે 9થી 12ના વર્ગો ચાલે છે. શાળાઓમાં સોશિયલ ડિસ્ટન્સ, ફરજિયાત માસ્કના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. સ્કૂલો દ્વારા હેન્ડ વોશ અને સેનિટાઇઝરની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવી રહી છે. ઓફલાઇન સાથે ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ જ છે. સરકાર તરફથી સૂચનાઓનું સરકારી અને ખાનગી શાળાઓએ પાલન કરવાનું રહેશે.

અમદાવાદમાં પણ સ્માર્ટ શાળા? જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment