Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝતાલિબાનના કબજા બાદ જો બાઇડને કહ્યું- અફઘાન સેનાએ લડ્યા વિના જ હાર સ્વીકારી

તાલિબાનના કબજા બાદ જો બાઇડને કહ્યું- અફઘાન સેનાએ લડ્યા વિના જ હાર સ્વીકારી

Share Now

કાબુલ (Kabul) પર તાલિબાન (Taliban)ના કબજાના કેટલાક મહિના પહેલા અમેરિકી (America) રાષ્ટ્રપતિ (President)જો બાઇડને (Joe Biden) એવી સંભાવનાને નકારી દીધી હતી તાલિબાન અફઘાનિસ્તાનમાં પરત ફરશે. જોકે છેલ્લા થોડા દિવસોમાં જ આખી દુનિયાએ જોયુ કે કઇ રીતે તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો.

અમેરિકા (America)એ ગત્ત વર્ષે જ જાહેરાત કરી હતી કે 20 વર્ષ બાદ હવે તે અમેરિકાના તમામ સૈનિકને પરત બોલાવી લેશે. અમેરિકી વાઇસ પ્રેસિડિન્ડ કમલા હેરિસે પણ આ નિર્ણયનું સમર્થન કર્યુ હતુ.

તાલિબાન (Taliban)ના કબજા પર શું બોલ્યા બાઇડન?

તાલિબાનના અફઘાનિસ્તાન પર કબજા બાદ પ્રથમવાર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડ (Joe Biden)ને રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ હતુ. રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં સૈનિકોને પરત બોલાવવા અંગેના નિર્ણયને સાચો ઠેરવ્યો હતો. વધુમાં જણાવતા રાષ્ટ્રપતિએ કહ્યુ કે, હું અમેરિકાનો રાષ્ટ્રપતિ છુ અને તમામ જવાબદારી મારી છે.

રાષ્ટ્રપતિ બાઇડન (Biden)ના સંબોધનના મુખ્ય અંશ

વિશ્વમાં ભલે અફઘાનિસ્તાનની હાલાતને લઇને અમેરિકાની ટીકા થઇ રહી હોય, પરંતુ અમેરિકી રાષ્ટ્રપતિ (President)એ કહ્યુ કે તે 20 વર્ષ બાદ અફઘાન દેશથી પોતાની સેનાને પરત બોલાવવા માટે અડગ છે. બાઇડને વધુમાં જણાવ્યુ કે તેને બે વિકલ્પમાંથી એક પસંદ કરવાનો હતો. પ્રથમ એ કે ગત્ત સરકારના કરાર અનુસાર અમેરિકી સેનાને પરત બોલાવી લે અને બીજુ અફઘાનિસ્તાનમાં યુદ્ધને ચાલુ રાખવા અમેરિકી સૈનિકને મોકલવા પડે. તેઓએ કહ્યુ કે તેને ટ્રંપનો તાલિબાન (Taliban) સાથેનો કરાર વારસાઇ સ્વરૂપે મળ્યો છે. તે અનુસાર 1 મે બાદ અમેરિકી સેના (Army) સાથે યુદ્ધવિરામ અને સુરક્ષાને લઇને કોઇ પણ સમાધાન થયુ નથી. બાઇડને કહ્યુ કે વર્તમાનમાં થઇ રહેલી ટીકાને સારી રીતે સમજુ છું.

જો બાઇડને પોતાના સંબોધનમાં માન્યુ કે અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કબજો બહુ ઝડપી થયો છે. તેઓએ વધુમાં કહ્યુ કે મે અમેરિકી જનતાને વચન આપ્યુ છે કે હુ તેઓ સાથે તમામ ચર્ચા કરીશ. સાચુ એ છે કે અમારા અંદાજ કરતા પણ વધુ ઝડપથી આ થયુ છે. જોકે અમે દરેક પરિસ્થિતિનો સામનો કરવાની તૈયારી રાખી હતી. છેલ્લા 20 વર્ષમાં મે શિખ્યુ કે અમેરિકી સેનાઓને પરત બોલાવવાનો સાચો સમય ક્યારેય પણ નહીં આવે. ઘણા વર્ષ અફઘાનિસ્તાનમાં પસાર કર્યા બાદ પણ કોઇ ફર્ક ન પડ્યો. અમેરિકી સૈનિક અફઘાનિસ્તાન (Afghanistan)ની ભુલ ભોગવી રહી હતી.

અમેરિકા યુદ્ધમાં સૈનિકો ના ગુમાવી શકે 

અફઘાનિસ્તાન પર તાલિબાને એટલો જલ્દી કબજો કર્યો હોવા પર નિવેદન આપતા રાષ્ટ્રપતિએ કહ્યુ કે, અફઘાન રાજનેતા હાર માનીને દેશ છોડી ભાગી ગયા. સેના કેટલાક સ્થાનો પર તો લડ્યા વિના જ ધ્વસ્ત થઇ ગઇ. અમે અરબો ડોલર ખર્ચ કર્યા. અમે અફઘાનિસ્તાનને દરેક મોકો આપ્યો. પરંતુ અમે તેને અમારા ભવિષ્યને લઇને યુદ્ધ કરવાનું ન કહી શકીએ. અમેરિકી સેના (American Army) યુદ્ધ લડતા મરી ન શકે જેમાં અફઘાન સૈનિક લડવા તૈયાર જ નહતા. 

રાષ્ટ્રપતિ (President) ગની નિષ્ફળ રહ્યા

જો બાઇડને (Joe Biden) અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ પર આરોપ લગાવ્યો કે અફઘાનિસ્તાનને ગૃહયુદ્ધ માટે તૈયાર કરવામાં નિષ્ફળ રહ્યા. તેઓએ વધુમાં કહ્યુ કે જ્યારે હુ ગનીને જૂનમાં મળ્યો અને જૂલાઇમાં ફોન પર વાત કરી ત્યારે માહોલ સારો હતો. અમે અફઘાનિસ્તાનને અમેરિકી સેનાના બહાર આવ્યા બાદ ગૃહયુદ્ધના હાલાત ઉભી થવા અંગે પણ વાત કરી હતી. અમે સરકાર (Government)ને કરપ્શન ખત્મ કરવા અને અફઘાન નેતાઓ સાથે તેના પર ચર્ચા પણ કરી હતી. પરંતુ તે તેવુ કરવામાં નિષ્ફળ રહ્યા હતા.

બાઇડને કહ્યુ કે ગની તાલિબાન (Taliban) સામે રાજકીય કરાર કરવામાં નિષ્ફળ રહ્યા. તેઓએ કહ્યુ કે અમે સતત યુદ્ધમાં ફસાવવાની જૂની ભુલને ફરી પુનરાવર્તન નહીં કરીએ. અમારા સ્પર્ઘક ચીન અને રૂસ ઇચ્છે છે કે અમે અરબો ડોલરના સંસાધન અફઘાનિસ્તાનને આપતા રહીએ.

આ સિવાય અમેરિકાના રાષ્ટ્રપતિ (President) કહ્યું કે અમેરિકાનું લક્ષ્ય ક્યારેય રાષ્ટ્ર નિર્માણ કે અફઘાનિસ્તાનમાં લોકશાહીની સ્થાપના નહોતું. તેનો એક જ ઉદ્દેશ હતો કે અમેરિકાની ધરતી પર હુમલાને કેવી રીતે રોકી શકાય. જો તાલિબાન ફરી કોઈ અમેરિકન પર હુમલો કરે છે, તો તેને યોગ્ય જવાબ આપવામાં આવશે.

આ પણ વાંચો: માનવતા મરી: અફઘાનિસ્તાનની મદદે કોઈ દેશ નહી, ત્રણ લોકો વિમાનમાંથી પટકાયા

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment