અમદાવાદ : વિશ્વજગતને જાણે કોઈ ગ્રહણ લાગ્યું છે. અમેરિકા-ચીન-ભારત વચ્ચે વિવાદ બાદ કોરોના મહામારી અને અફઘાનિસ્તાન-તાલિબન સંકટ બાદ આજકાલ હવે વિશ્વજગતમાં છૂટાછેડાનો દોર ચાલુ થયો છે. દુનિયાના રઈશ દંપતીઓમાં જ આજકાલ હવે છૂટાછેડાનો ટ્રેન્ડ શરૂ થયો છે. અમેરિકાના વધુ એક અરબપતિ દંપતી હવે ડાઈવોર્સ (John Jenny Paulson Divorce)લઈ રહ્યાં હોવાના અહેવાલ છે.
John Jenny Paulson Divorce
અમેરિકન અબજોપતિ જ્હોન પોલસન (John Paulson) તેમની પત્ની જેની પોલસન(Jenny Paulson)ને છૂટાછેડા આપવા જઈ રહ્યા છે. લગ્નના 21 વર્ષ બાદ બંને અલગ થઈ રહ્યા છે. ધ ન્યૂ યોર્ક પોસ્ટ અનુસાર કરાર હેઠળ હેજ ફંડ(Hedge Fund)ના સ્થાપક જ્હોન પોલસન તેમની પત્નીને કેટલી સંપત્તિ આપશે તે હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, 65 વર્ષીય જ્હોન પોલસનની કુલ સંપત્તિ 4.8 અબજ ડોલર છે. જ્હોન પોલસન 2008ના અમેરિકન બજારના લેહમન બ્રધર્સ કાંડમાં દુનિયાભરમાં પ્રખ્યાત થયા હતા અને તે સમયે જ તેમણે અઢળક પૈસા કમાયા હતા.
આ પણ વાંચો : Zee અને Sonyનું થશે મર્જર, બનશે ભારતની સૌથી મોટી એન્ટરટેઈનમેન્ટ કંપની
સૌથી મોંંઘા છૂટાછેડા
આ છૂટાછેડા(John Jenny Paulson Divorce)નો કેસ ન્યૂયોર્કના સફોક કાઉન્ટીમાં દાખલ કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દુનિયાના સૌથી મોંઘા છૂટાછેડામાંથી એક હોઈ શકે છે. રિપોર્ટ અનુસાર, છૂટાછેડાના બદલામાં પોતાની પત્નીને કંપનીમાં હિસ્સો આપ્યા બાદ જ્હોન પોલસન અબજોપતિઓની યાદીમાંથી બહાર રહી શકે છે. 50 વર્ષીય જેની પોલસન તેના સબપ્રાઇમ બિઝનેસ માટે પ્રખ્યાત છે.
John Jenny Paulson Divorceના વકીલે એક નિવેદનમાં કહ્યું છે કે જ્હોનના મનમાં જેની માટે ઉચ્ચ આદર અને ઉંડો પ્રેમ છે. તે હંમેશા પરિવારના સુખ અને સ્વાસ્થ્ય માટે પોતાનો સપોર્ટ ચાલુ રાખશે.
તાજેતરના મોટા Divorce પર એક નજર
તમને જણાવી દઈએ કે જુલાઈ, 2019મા એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે તેમની પત્ની મેકેન્ઝી બેઝોસ સાથે છૂટાછેડા લીધા હતા. તે દુનિયાના સૌથી મોંઘા છૂટાછેડા હતા,જેમાં જેફ બેઝોસે તેમની પત્ની મેકેન્ઝીને 2.75 લાખ કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. આ પૈસા મળ્યા પછી, મેકેન્ઝી વિશ્વના 22મા સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા. જી હાં આ પણપણ એક હકીકત છે કે છૂટાછેડા બાદ પણ કોઈ અબજોપતિ બની જાય છે, મેલિન્ડા ફ્રેન્ચ ગેટ્સ(Bill Gates Wife Divorce)મ બેઝોસના મેકેન્ઝી અને પોલસન પરિવારના જેની(John Jenny Paulson Divorce) તેના જ ઉત્તમ ઉદાહરણ છે.
આ પણ વાંચો : Amazon એ ભારતમાં સરકારી અધિકારીઓને લાંચ આપી? કંપનીના કર્મચારીઓએ જ લગાવ્યો આરોપ
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4