Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeએન્ટરટેઈન્મેન્ટકોમેડિયન જોની લીવરનો જન્મદિવસ, જાણો કેમ નામ પડ્યું જોની લીવર?

કોમેડિયન જોની લીવરનો જન્મદિવસ, જાણો કેમ નામ પડ્યું જોની લીવર?

Share Now

જોની લીવરને ભારતીય સિનેમાના પ્રથમ સ્ટેન્ડ અપ કોમેડિયન કહેવામાં આવે છે. આજે તેમનો જન્મદિવસ છે, જેમણે તેમની કોમેડી અને તેમના ફની એક્સપ્રેશનથી આપણને બધાને ખૂબ હસાવ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે દરેકને હસાવનાર જોની લીવરનું (johnny lever) બાળપણ ઘણું સંઘર્ષમાં પસાર થયું છે. 14 ઓગસ્ટ, 1957 ના રોજ જન્મેલા જોની લીવર 64 વર્ષના થયા છે. તો જાણો તેમના જીવન વિશેની કેટલીક એવી વાતો જે તમે આજ પહેલા ક્યારેય સાંભળી નહીં હોય.

johnny lever

image credit-google images

જોની લીવર (johnny lever) નામ કેવી રીતે પડ્યું?

જ્હોન પ્રકાશ રાવ જાનુમાલા એટલે કે જોની લીવરનો જન્મ આંધ્રપ્રદેશના એક તમિલ ખ્રિસ્તી પરિવારમાં થયો હતો. તેને બે ભાઈઓ અને ત્રણ બહેનો હતી. પરંતુ નાનપણમાં આર્થિક સંકડામણના કારણે જોની માત્ર સાતમા ધોરણ સુધી જ ભણી શક્યા હતા. બાદમાં તેના પિતાને મદદ કરવા માટે, તેમણે રસ્તા પર પેન વેચવાનું શરૂ કર્યું. જોની પેન વેચતી વખતે કેટલાક કલાકારોની મિમિક્રી કરતાં હતા, જેના કારણે તેઓ લોકો ને આકર્ષી શકતા હતા. પછી તેમણે તેમના પિતા સાથે એક ફેક્ટરીમાં કામ કરવાનું શરૂ કર્યું જ્યાં તે 100 કિલોના ડ્રમ પણ ઊપડતાં હતા. પણ પોતાના કામની સાથે જોની ફિલ્મી સ્ટાર્સની નકલ કરીને પોતાના સહ કર્મચારીઓને હસાવતા પણ હતા. અહિયાં જ તેમણે બધા જોની લીવરના નામથી બોલાવવા લાગ્યા.

જુઓ આ વિડીયો: Bollywood News

જે બાદ જોનીને વિવિધ પાર્ટીઓમાં મનોરંજન માટે બોલાવવામાં આવ્યા, ધીમે ધીમે જોની કોમેડિયન બન્યા. એકવાર, જ્હોની આવી જ એક ઇવેન્ટમાં પરફોર્મ કરી રહ્યા હતા ત્યારે સંજય દત્તે તેમને જોયા. તેમને જોનીનું કામ એટલું ગમ્યું કે તેણે તેને તેની ફિલ્મ દર્દ કા રિશ્તામાં હાસ્ય કલાકારનો રોલ આપ્યો. પછી એક પછી એક ફિલ્મોમાં તેમના દમદાર અભિનયથી જોની એ લોકોને ખૂબ હસાવ્યા અને જોની ફિલ્મી દુનિયામાં એક એવું નામ બની ગયું કે તેને રિપ્લેસ કરવું અશક્ય હતું.

johnny lever

image credit-google images

 

1986 થી આજ સુધી એક પણ વર્ષ એવું નથી જ્યારે જ્હોનીની કોઈ ફિલ્મ રિલીઝ ન થઈ હોય. વર્ષ 2000 માં, તેઓએ એક વર્ષમાં 25 ફિલ્મો કરી. જે પોતે એક સિદ્ધિ છે.

આ પણ વાંચો: જયારે બાજુમાં બેઠેલા સુનીલ દત્તને ના ઓળખી શક્યા નરગીસ…

જોની અત્યાર સુધી પોતાની એક્ટિંગથી લોકોને હસાવતો રહ્યા છે અને સાથે સાથે હવે તેના બાળકો પણ તેમના પગલે ચાલી રહ્યા છે અને તેની પ્રતિભાને આગળ લઈ રહ્યા છે. હકીકતમાં, જોની લીવર (johnny lever) જે રીતે લોકોને પ્યોર કોમેડીથી હસાવે છે, બોલીવુડમાં આજ સુધી અન્ય કોઈ પાસે આવી પ્રતિભા નથી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment