Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / August 11.
Homeન્યૂઝHappy B’day PM Modi: નરેન્દ્ર દામોદરદાસ મોદીની રાજકીય સફર પર એક નજર

Happy B’day PM Modi: નરેન્દ્ર દામોદરદાસ મોદીની રાજકીય સફર પર એક નજર

PM Modi
Share Now

ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને જેમની લોહચાહના જન જનમાં છે તેવા નરેન્દ્ર દામોદરદાસ મોદી (Narendra Damodardas Modi)નો આજે જન્મદિવસ (Birthday)છે. ચા વેચવાથી શરૂ કરેલી તેમની કારકિર્દી ઘણા ઉતાર ચઢાવ બાદ રાજ્યના મુખ્યમંત્રી અને બાદમાં દેશના વડાપ્રધાન પદ સુધી પહોંચી. આકર્ષક વ્યક્તિત્વ, સુદ્દઠ ઈચ્છાશક્તિ, શબ્દોનું વૈવિધ્ય એ તેમની છબીમાં અસરકારકતા છોડી જાય છે. જોકે તેમના વ્યક્તિત્વના તો અનેક પાસાઓ છે.

નરેન્દ્ર દામોદરદાસ મોદી (Narendra Damodardas Modi)નો જન્મ શુક્રવારે 17 સપ્ટેમ્બર 1950ના રોજ થયો હતો. વર્ષ 2014માં કેન્દ્રમાં જઇ તેઓ વડાપ્રધાન (Prime Minister)બન્યા પહેલા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી (Chief Minister)પણ રહી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટીના નેતા છે. નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગના હિન્દુ કુટુંબમાં અમદાવાદથી 112 કીમી અને મહેસાણાથી 34 કીમી દૂર વડનગર ખાતે થયો હતો. નરેન્દ્ર મોદીનું હુલામણું નામ એન.ડી. હતું.

તેઓ નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. તેઓએ 17 વર્ષની વયે ગૃહ ત્યાગ કર્યો હતો. હિમાલયમાં તેમ જ રામકૃષ્ણ પરમહંસના બેલુર મઠમાં પણ રહી ચૂક્યા છે. ઈંદિરા ગાંધીએ લાદેલી કટોકટી વખતે તેઓ ભૂગર્ભમાં જતાં રહ્યાં હતાં. આ કટોકટી વખતે જ તેમણે સંઘર્ષમાં ગુજરાત નામનું પુસ્તક લખ્યું હતું.

આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠક પૂર્ણ, જાણો કયા મંત્રીને કયું ખાતું સોંપાયું

PM મોદી (PM Modi)નું અંગત જીવન

નરેન્દ્ર મોદી (Narendra Modi)નો જન્મ વડનગર (Vadnagar)નાં એક મધ્યમ વર્ગીય હિન્દુ પરિવારમાં થયો હતો, જે એક સમયે ભારતનાં મુંબઇ રાજ્ય સાથે જોડાયેલું હતું. ૧૯૬૭માં તેમણે ગુજરાતમાં રેલ પ્રભાવિત લોકોની સેવા કરી હતી. યુવાન વયે જ તેઓ અખિલ ભારતીય વિધાર્થી પરિષદ સાથે જોડાઈ ગયાં હતાં. યુવાવસ્થામાં તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સંસ્થામાં એક વિદ્યાર્થી તરીકે જોડાયા અને ભ્રષ્ટાચાર વિરોધી નવનિર્માણ આંદોલનમાં સક્રિય ભાગ ભજવ્યો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સંપૂર્ણ સમયના કાર્યકર તરીકે જોડાયા પછી તેમને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના પ્રતિનિધિ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેઓ કિશોરાવસ્થામાં તેમના ભાઈ સાથે ચાની લારી ચલાવતા હતા.

નરેન્દ્ર મોદીએ શાળાકીય અભ્યાસ વડનગરમાં પૂર્ણ કરેલો છે. તેઓ ગુજરાત યુનિવર્સિટી (Gujarat Uninversity)માંથી રાજ્યશાસ્ત્ર વિષય સાથે અનુસ્નાતક થયા હતા. તે એક સારા લેખક તરીકે પણ જાણીતા છે, તેમના લખાયેલા ઘણા પુસ્તકો પ્રસિદ્ધ પણ થયા છે.

પ્રારંભિક પ્રવૃત્તિઓ અને રાજકારણ

આરએસએસ (RSS)સાથેના તેમના કાર્યકાળ દરમિયાન, નરેન્દ્ર મોદીએ 1974માં ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન અને 19 મહિનાની (જૂન 1975 થી જાન્યુઆરી 1977) લાંબી ‘કટોકટી’ સહિત અનેક મહત્વપૂર્ણ અને કપરા પ્રસંગોમાં ભૂમિકા ભજવી હતી. મોદી તેમના યુનિવર્સિટીના વર્ષ દરમ્યાન આરએસએસના એક પ્રચારક તરીકે હતા. 

તેઓ 1987માં ભાજપ (BJP)માં જોડાયા અને રાજકારણના મુખ્ય પ્રવાહમાં દાખલ થયા. માત્ર એક વર્ષમાં તેમની ગુજરાત એકમના જનરલ સેક્રેટરી સ્તર પર વરણી કરવામાં આવી હતી. તેમણે શંકરસિંહ વાઘેલા સાથે ભાગીદારીમાં ગુજરાતમાં મજબૂત સંવર્ગ આધાર બનાવવા પ્રયત્નો કર્યા. પ્રારંભિક ગાળામાં, શંકરસિંહ વાઘેલા એક જ સમૂહ નેતા તરીકે જોવામાં આવતા હતા, જ્યારે મોદીને એક કુશળ નીતિનીયામક તરીકે જોવામાં આવ્યા હતા.

ત્યારબાદ પક્ષે રાજકીય કક્ષાએ ગતિ મેળવવાની શરૂ થઇ અને એપ્રિલ 1990ના કેન્દ્ર (Central)માં સંયુક્ત સરકારની રચના કરી હતી. આ ભાગીદારી થોડા મહિના સુધી નિમિત્ત હતી, પરંતુ ભાજપ ગુજરાત માં બે તૃતીયાંશ બહુમતી સાથે 1995માં સત્તા પર આવી હતી. આ સમયગાળામાં મોદીએ ‘સોમનાથથી અયોધ્યાની રથયાત્રા’ (એક રૂપાંતરિત ટોયોટા વાન પર ભારત દ્વારા રાજકીય રેલીમાં) અને ‘કન્યાકુમારી થી કાશ્મીર’ (ભારતના દક્ષિણનો ભાગ)ની કુચ જેવા નિર્ણાયક રાષ્ટ્રીય પ્રસંગોની જવાબદારી ઉપાડી હતી. શંકરસિંહ વાધેલાની ભાજપમાંથી બાદબાકી થયા બાદ કેશુભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નિયુકત થયા અને નરેન્દ્ર મોદીએ પક્ષ જનરલ સેક્રેટરી તરીકે દિલ્હી મોકલવામાં આવ્યા હતા.

રાજકીય કારકિર્દી (Political career)

દેશના વડાપ્રધાન તરીકે ઉભરી રહેલા નરેન્દ્ર મોદી ઘણા વર્ષો સુધી રાષ્ટ્રીય સ્વયંસેવકસંઘના પ્રચારક રહ્યા હતા. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય શાખાની માસ્ટર ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તેમણે રાજનીતિમાં ઝંપલાવ્યું હતું.

 • 1994માં ગુજરાત વિધાનસભા (Assembly)માં ભાજપની જીતમાં મોદીની રણનીતિ સફળ રહી.
 • 1994માં મોદીને પક્ષના રાષ્ટ્રીય સચિવ બનાવાયા.
 • 1998માં પક્ષના મહાસચિવ બનાવાયા.
 • ઓક્ટોબર 2001માં મોદીના સમયમાં ગોધરાકાંડ થયો.
 • ગોધરાકાંડ બાદ ભારે દબાણમાં આવી જતાં નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું અને ફરીથી ચૂંટણી યોજાઈ.
 • વર્ષ2002માં વિધાનસભાની 182 સીટોમાંથી 127 સીટો (Seat)મેળવીને ભાજપને જંગી બહુમતિથી વિજય અપાવ્યો.
 • 2004માં અમેરિકા દ્વારા મોદીના ગોધરાકાંડની સંડોવણી બદલ વીઝા આપવાનો ઇન્કાર કરી દેવામાં આવ્યોહતો.
 • વર્ષ 2006 જુલાઈમાં મોદીએ વડાપ્રધાન મનમોહનસિંહ પર આતંકવાદ તરફ કુણુ વલણ અપનાવવા બદલ જોરદાર ટીકા કરી હતી.
 • 2007માં બીજી વખત જંગી બહુમતિ મેળવીને મુખ્યમંત્રી (Chief Minister)તરીકે નિયુક્ત થયા હતા.
 • 2011ના અંતમાં અને2012ની શરૂઆતમાં મુસલમાનોને પોતાની તરફ ખેચવા માટે સદ્‌ભાવના મિશન જેવા અભિયાનો હાથ ધરીને ઉપવાસ કર્યા હતા જેની દેશભરમાં નોંધ લેવાઈ હતી.
 • 24 ઓગસ્ટ 2011ના રોજ લોકાયુક્તની નિયુક્તિના મુદ્દે મોદી સરકાર અને રાજ્યના રાજ્યપાલ વચ્ચે મતભેદો ઉભા થયા હતા.
 • વર્ષ 2012માં ગુજરાતમાં મોદીના નેતૃત્વ હેઠળ ત્રીજી વખત વિધાનસભાની ચૂંટણી જીતીને મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયા.
 • માર્ચ 2013માં ભાજપના સંસદીય બોર્ડના મુખ્ય સભ્ય તરીકે નિમણૂક કરાઈ હતી.
 • જૂન 2013માં ગોવામાં ભાજપ (BJP)ના ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ પદે નિયુક્ત કરાયા હતા

 2014ની ચૂંટણી (Election)

 નરેન્દ્ર મોદી બે બેઠક પરથી ચુંટણી લડ્યા હતા. વારાણસી અને વડોદરા. તેમને યોગ ગુરૂ બાબા રામદેવ, રામકથાકાર મોરારીબાપુ, અર્થશાસ્ત્રીઓ જગદીશ ભગવતી અને અરવિંદ પનાગરીયાનું પણ સમર્થન સાંપડ્યું હતું. આ બંને અર્થશાસ્ત્રીઓનું કહેવું હતું કે તેઓ, ‘…મોદીના અર્થશાસ્ત્રથી પ્રભાવિત થયા છે.’ તેમના વિરોધીઓમાં નોબેલ પારિતોષિક વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનનો સમાવેશ થાય છે, જેમનું કહેવું હતું કે તે નરેન્દ્ર મોદીને વડાપ્રાધાન તરીકે જોવા નથી માંગતા કેમ કે તેમણે લઘુમતી જનતા સુરક્ષિત મહેસુસ કરે તે માટે કાંઈ ખાસ કર્યું નથી અને મોદીના શાસન હેઠળ ગુજરાતમાં સ્વાસ્થ્ય અને શિક્ષણની સુવિધાઓ ‘ઘણી ખરાબ’ રહી છે.  

મોદી જે બે બેઠકો પરથી ચૂંટણી (Election)લડ્યા હતા. વારાણસી (Varansi)માં આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અરવિંદ કેજરીવાલને હરાવીને અને વડોદરામાંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મધુસુદન મિસ્ત્રીને (5,70,128 મતોથી) હરાવીને બંને ચુંટણી જીત્યા હતા. જો કે એક વ્યક્તિ બે સંસદિય ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ ન કરી શકે તે કારણે તેમણે ૨૯ મે ૨૦૧૪ના દિવસે વડોદરાની બેઠક પરથી રાજીનામું આપ્યું અને વારાણસી મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરવાનો નિર્ણય લીધો હતો. ચુંટણીમાં તેમણે ભાજપના વડપણ હેઠળ સ્થપાયેલા એન.ડી.એ. સંગઠનને જ્વલંત વિજય અપાવ્યો અને કોંગ્રેસ પક્ષે પોતાના ઇતિહાસની સૌથી ખરાબ હાર જોવાનો વારો આવ્યો હતો. નરેન્દ્ર મોદી તેમની પાર્ટીના સફળ વિજય બાદ સર્વાનુમતે ભાજપના સંસદીય પક્ષ (Parliamentary party)ના નેતા તરીકે ચુંટાઈ આવ્યા હતા અને છેવટે રાષ્ટ્રપતિએ તેમને શપથ લેવડાવી વડાપ્રધાન પદે નિમ્યા.

પીએમ મોદી (PM Modi)ની 2019ની ચૂંટણી

13 ઓક્ટોબર 2018ના રોજ ભાજપે મોદીને પક્ષના 2019ની લોકસભા ચૂંટણી (Lok Sabha elections)માં વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા હતા. પક્ષ માટે મુખ્ય પ્રચારકર્તા અમિત શાહ હતા. નરેન્દ્ર મોદીએ વારાણસીમાંથી ચૂંટણી લડી હતી. તેમણે સમાજવાદી પક્ષના શાલીની યાદવને 4,79,505 મતોના તફાવતથી હરાવ્યા હતા. એન.ડી.એ. (NDA)વડે લોકસભામાં 353 બેઠકો અને ભાજપ દ્વારા 303 બેઠકો મેળવાઇ હતી અને મોદીને બીજી વખત વડા પ્રધાન (Prime Minister)તરીકે જાહેર કરાયા હતા.

PM  મોદીને જન્મદિવસની શુભકામના પાઠવી જુઓ વીડિયો દ્વારા:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment