Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝબ્રોન્ઝ મેડાલીસ્ટ નેશનલ પ્લેયરનું ડૉક્ટરની બેદરકારીના કારણે મોત

બ્રોન્ઝ મેડાલીસ્ટ નેશનલ પ્લેયરનું ડૉક્ટરની બેદરકારીના કારણે મોત

sakshi raval
Share Now

દર વખતે ચોમાસાની સિઝનમાં રોગચાળો ફાટી નિકળતો હોય છે, ચોમાસામાં ખાસ કરીને ડેન્ગ્યુ, મલેરિયા સહિતના રોગોના કેસમાં વધારો થતો હોય છે. ચોમાસામાં ફાટી નિકળતા રોગચાળાને કારણે વડોદરામાં રહેતી 19 વર્ષીય જુડોની આશાસ્પદ ખેલાડી સાક્ષી રાવલનું ડેન્ગ્યુના કારણે મોત નિપજ્યું છે. સાક્ષીએ ઝારખંડમાં જુડોની સુરાશ કોમ્પિટિશનમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

sakshi raval medalist

ડેન્ગ્યુના કારણે વડોદરાના આજવા રોડ ઉપર રહેતી સાક્ષી રાવલનું મોત નિપજતા પરિવારજનોએ તબીબો પર આક્ષેપ લગાવ્યો છે. કે 3 દિવસ પહેલા જ્યારે સાક્ષીને તાવ આવ્યો ત્યારે તેને ફેમીલી ડોક્ટર પાસે લઈ ગયા હતા, ફેમીલી ડોક્ટરે ક્લિનિક બંધ કરવાની ઉતાવળમાં સાક્ષીને ચડાવેલી બોટલ ફટાફટ પુરી કરી દીધી હતી, ત્યાર બાદ સાક્ષીની તબિયત વધુ બગડતાં બીજી ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

આ પણ વાંચો : ભારતને મળ્યો બીજો રજત પદક, ફાઈનલ મેચમાં રવિ કુમારનો પરાજય 

ખાનગી હોસ્પિટલમાં સાક્ષીને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવી હતી અને ત્યાં પણ કયા પ્રકારથી સારવાર કરવામાં આવી તેની પરિવારને જાણ પણ નહોતી. આ ઉપરાંત સાક્ષીને ડેન્ગ્યુ થયો હતો અને સારવાર ટાઇફોડની કરી હતી. ડૉક્ટરોની બેદરકારીના કારણે સાક્ષી રાવલનું મોત નિપજ્યું હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે.

sakshi family

19 વર્ષીય સાક્ષી રાવલે ઝારખંડમાં જુડોની સુરાશ કોમ્પિટિશનમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આ ઉપરાંત સાક્ષી 2017માં પણ નેશનલ લેવલ પર જુડોની ચેમ્પિયન રહી હતી. સાક્ષી રાવલે આંતરરાષ્ટ્રીય લેવલ પર ટ્રાયલ પણ આપેલી હતી. સાક્ષીએ ઘણા મેડલ પણ મેળવ્યા હતા. સાક્ષી રાવલને રાજ્ય સરકાર તરફથી એક્સિલન્સ એવોર્ડ પણ મળેલ હતો. સાક્ષી રાવલના મૃત્યુથી પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. સાથે જ આપણે રાષ્ટ્ર કક્ષાની જુડોની એક આશાસ્પદ ખેલાડી ગુમાવી છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment