Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝGirnar Ropeway anniversary: 6 લાખ લોકોએ કરી મુસાફરી, કરોડોની થઈ કમાણી

Girnar Ropeway anniversary: 6 લાખ લોકોએ કરી મુસાફરી, કરોડોની થઈ કમાણી

junagadh rope way
Share Now

ગરવા ગિરનારની તો વાત જ અનોખી છે. ગિરનાર એટલે ગુજરાતનું કાશ્મિર. પર્વત એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજયનાં જુનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉતરે આવેલ પર્વતોનો સમુહ છે. જયાં સિધ્ધ ચોરાસીનાં બેસણાં છે. આ પર્વતમાં પાંચ ઉંચા શિખરો આવેલા છે. જેમાં ગોરખ શિખર ૩૬૦૦, અંબાજી ૩૩૦૦, ગૌમુખી શિખર ૩૧૨૦, જૈન મંદિર શિખર ૩૩૦૦ અને માળીપરબ ૧૮૦૦ ફુટની ઉંચાઈઓ ધરાવે છે. જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઉંચામાં ઉંચો પર્વત છે. ગિરનારના પાંચ પર્વતો પર કુલ થઇને ૮૬૬ મંદિરો આવેલા છે. પત્થરોનાં બનાવેલ દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઇ જાય છે. એવુ કહેવાય છે કે કુલ ૯,૯૯૯ પગથિયા છે, પણ ખરેખર કદાચ ૧૧૦૦૦ પગથિયા છે

રોપ- વે આવવાની સાથે લોકોને રાહત થઇ

ગિરનારની પર પહેલા યાત્રાળુઓ યાત્રા માટે પગથીયાઓ ચડીને જતા હતા. અને હવે રોપ- વે આવવાની સાથે લોકોને રાહત થઇ છે. તો બીજી બાજુ રોપ-વે થી ગુજરાત ટુરિઝમને વેગ મળ્યો છે. ,તો સાથે જ જુનાગઢ ગીરનારની અલગ ઓળખ બની છે.દુનિયા ભરના લોકો અંહિયા દર્શન કરવા આવતા હોય છે. તો સાથે અલગ અલગ દેશના લોકો અહિંયા ફરવા આવતા હોય છે.તો ગીરનારે પોતાની એક અલગ ઓળખાણ બનાવી છે. ગીરનારની ગરીમાં નિરાળી છે.

junagadh rope way

આ પણ વાંચો:ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત જૂનાગઢની મુલાકાતે, ગીરનારનુ પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું 

રોપવેથી કેટલી આવકનો થયો વધારો ?

ગુજરાતમાં ટુરીઝમને વેગ મળી રહ્યો છે તો સાથે અનેક પ્રવાસીઓ અંહિયા મુલાકાત કરતા હોય છે. લાખોની સંખ્માં લોકો દ્વારા અંહિયા મુલાકાત કરતા હોય છે..રેસ્ટોરન્ટની આવકમાં વાર્ષિક 3 થી 7 કરોડ રૂપિયાનો વધારો, 6 લાખથી વધુ પ્રવાસીઓની મુલાકાત .જૂનાગઢમાં પ્રવાસીઓનું રોકણ હજુ ઓછુ: અન્ય રાજ્ય અને વિદેશી પ્રવાસીનાં આગમન બાદ જ જૂનાગઢ શહેરમાં પ્રવાસીઓ રોકાતા થશે.તો તેની સાથે અનેક લોકો મુલાકાત લેવાનો લહાવો લેતા હોય છે.ભાવિભક્તોમાં અનેરો આંનદ જોવા મળે છે.ગીરનારની ગોદમાં અનેરો આંનદ જોવા મળે છે.

ગીરનારને લઇ લોકોની શું માંગ કરી રહ્યા છે

અવારનવાર અહિયા લોકોનો ધસારો જોવા મળતો હોય છે. તો પુનમના દિવસે માનવ મહેરામણ ઉમટી પડ્યું હોય છે. તો તેની સાથે જ લોકો અહિયા આવવાની સાથે જ કચરાના ગઢ જોવા મળ્તા હોય છે. તો સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે .ગીરનાર પર કોઇ તહેવાર બાદ ગંદકી ગંદકી જોવા મળે છે. તો સરકાર દ્નારા આ ગંદકીનું ધ્યાનમાં રાખવામાં આવે છે. લોકો દુર દુરથી તો આવે છે પણ તેમાં સવ્છતાને લઇ ધ્યાન આપવામાં આવે તેવી રજુઆત કરવામાં આવે ,તો લોકો ને પણ અપિલ કરવામાં આવે છે કે તેઓ ફરવાતો આવે પરંતુ ત્યાના કાર્યોનું ધ્યાન રાખવામાં આવે.આ બેદરકારી તંત્રની સામે આવે છે,.જાણે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યં છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment