Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / September 30.
Homeન્યૂઝતાલિબાનનો ખોફ: અફઘાનિસ્તાન તાલિબાનોના હાથમાં જતા જ લોકો અફઘાનિસ્તાન છોડવા મજબૂર બન્યા

તાલિબાનનો ખોફ: અફઘાનિસ્તાન તાલિબાનોના હાથમાં જતા જ લોકો અફઘાનિસ્તાન છોડવા મજબૂર બન્યા

afghan airport firing
Share Now

અફઘાનીસ્તાન પર તાલિબાનના કબ્જા બાદ અમેરિકા સહિત સમગ્ર દુનિયામાં ચિંતાગ્રસ્ત છે.તાલિબાને રવિવારે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ભવનને પણ પોતાના કબજામાં લીધું છે. હવે અહીં તાલિબાનો સરકાર બનાવશે. રાષ્ટ્રપતિ અશરફ ગની અને ઉપ-રાષ્ટ્રપતિ અમીરુલ્લાહ સાલેહ દેશ છોડી ગયા છે. સ્થિતિ વણસવાને કારણે લોકો અહીંથી ભાગી રહ્યા છે. અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જાની વચ્ચે કાબુલ એરપોર્ટ પર હજારો લોકોની ભીડ જોવા મળી રહી છે. અનેક દેશોના રાજનાયિકોને પણ કાબુલ એરપોર્ટ પરથી બચાવીને લઈ જવાઈ રહ્યા છે. તાલિબાનના કબ્જા બાદ કાબુલ એર પોર્ટ પર ફાયરિંગના સમાચાર મળ્યા છે. કાબુલ એરપોર્ટ પર મોટા પ્રમાણમાં લોકો ભેગા થયા છે. તાલીબાનોએ 20 વર્ષ પછી અફઘાનિસ્તાનમાં રાજ મેળવી લીધું છે અને તાલીબાનોના કહેરથી ડરેલા સેંકડો લોકો અફઘાનિસ્તાન છોડીને ભાગી રહ્યા છે. વર્ષોની મહેનતથી વસાવેલું ઘર, રૂપિયા, મિલકત, સમાન બધું છોડીને લોકોએ એરપોર્ટ તરફ દોટ મૂકી છે અને જે વિમાનમાં જગ્યા મળે એમાં ચઢી રહ્યા છે. અફઘાનિસ્તાનથી ભાગેલા લોકો બેબસ છે, મજબૂર છે, ખાવા ખોરાક નથી, ખિસ્સામાં રૂપિયા નથી, પીવાના પાણીનાં પણ ફાંફાં છે. દરેક વ્યક્તિ પોતાનાં સગાં- વહાલાંને પડતાં મૂકીને ભાગી રહ્યા છે. દૂર બીજા શહેરમાં રહેતા સગા સાથે ફોનમાં વાત કરીને એકબીજા માટે દુઆ કરે છે અને તેમને જે દેશમાં જવાની તક મળે ત્યાં જઈ રહ્યા છે, અમારી ચિંતા ના કરતા, એવું આશ્વાસન આપે છે, પણ અફઘાનિસ્તાન છોડીને ભાગવું સેંકડો લોકો માટે કઠિન બની રહ્યું છે, કારણ કે એરપોર્ટ પર પગ મૂકવાનીય જગ્યા નથી. કંઈ ફલાઇટ ક્યાં જઈ રહી છે, એમાં જગ્યા છે કે નહીં એ જોયાજાણ્યા વગર વિમાનોમાં લોકો ચડી રહ્યા છે. બેસવાની જગ્યા ના મળે તો વચ્ચે ઊભા રહીને પણ જવા તૈયાર છે. અફઘાનવાસીઓના જીવ પડીકે બંધાયેલા છે. બાળકો, વૃદ્ધોની હાલત તો સૌથી ખરાબ છે. કોણ,કોનું ધ્યાન રાખે એ સવાલ છે.

કાબુલમાં બેન્ક અને એમ્બેસી બહાર લાઈનો

બીજી તરફ, કાબુલ એરપોર્ટ પર ભારે જમાવડો થયો છે. અમુક લોકો ભયથી એવા ભાગ્યા છે કે ઘરમાંથી રૂપિયા કે કીંમતી સામાન સાથે લેવાનું ભૂલી ગયા છે. અફઘાનિસ્તાનના દરેક શહેરમાં બેંકો અને એમ્બેસી બહાર 3થી 4 કિલોમીટર લાંબી લાઈન લાગી છે. કોઈ પૈસા ઉપાડવા તો કોઈ એમ્બેસીમાંથી પોતાના દેશના વિઝા મેળવવા દિવસ-રાત દોડાદોડી કરી રહ્યા છે. કાબુલમાં ચારેય તરફ અંધાધૂંધીનો માહોલ છે.
તાલિબાને કહ્યું- આટલી સરળતાથી જીત મળશે એમ વિચાર્યું ન હતું. રવિવારે તાલિબાનોએ રાષ્ટ્રપતિ ભવન(અર્ગ) પર પણ કબજો કર્યો છે. તાલિબાની નેતા મુલ્લા બરાદરે રાષ્ટ્રભવનથી નિવેદન પણ આપ્યું હતું. તેમણે કહ્યું – તમામ લોકોના જીવન અને સંપત્તિનું રક્ષણ કરવામાં આવશે. આગામી દિવસોમાં બધું નિયંત્રણમાં કરી લવામા આવશે. અમે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે જીત આટલી સરળ અને આટલી ઝડપી હશે. આગામી દિવસોમાં બધું સામાન્ય થઈ જશે.

ભારત પહોંચી ગયા 200 અફઘાની

કાબુલના કેટલાક વિસ્તારોમાં લૂંટફાટ પણ થઈ છે. તાલિબાન પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યા છે. 200 જેટલા અફઘાની પણ ભારત પહોંચી ગયા છે. જેમાં અશરફ ગનીના વરિષ્ઠ સલાહકાર અને કેટલાક સાંસદોનો સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર, તાલિબાને કાબુલમાં ચોરી કરીને ભાગી રહેલા ત્રણ લોકોને ગોળી મારી હતી. સંગઠનનું કહેવું છે કે જે લોકોએ લૂંટ કરશે તેમને ગોળી મારવામાં આવશે. જો કે, જે ત્રણ લોકો માર્યા ગયા છે તે ખરેખર ચોર હતા કે નહીં તેની પુષ્ટિ થઈ શકી નથી.

 

આ પણ વાંચો : લોહીની નદીઓ ના વહે એટલે ભાગ્યો, અફઘાન છોડ્યા પછી અશરફ ગાનીની પ્રતિક્રિયા

અફઘાનીસ્તાન પર તાલિબાનના કબ્જા બાદ અમેરિકા સહિત સમગ્ર દુનિયામાં ચિંતાગ્રસ્ત છે. આ દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને અફઘાનિસ્તાનમાંથી અમેરિકન એને સહયોગી દળોની વ્યવસ્થિત તથા સુરક્ષિત વાપસી સુનિશ્ચિત કરવા માટે યુદ્ધગસ્ત દેશમાં વધું 1000 સૌનિકો મોકલ્યા છે.

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ પોતાનો દેશ છોડીને ભાગવાનું કારણ જણાવ્યું છે. તેમણે પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે તે એટલા માટે અફઘાનિસ્તાનમાંથી ભાગ્યા છે કે લોકોને વધુ ખૂન-ખરાબી જોવી ન પડે. મુશ્કેલીના સમયમાં દેશ છોડીને ભાગવા બદલ અશરફ ગનીની ટીકા થઈ રહી છે.

એરપોર્ટ પર ફાયરિંગ થઇ રહ્યું છે. જો કે અત્યાર સુધી ગોળીબારીમાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ એર પોર્ટ પર ભાગદોડ મચ્યાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બીજી તરફ અફઘાનિસ્તાનમાં સ્થિતિ ખરાબ થઈ રહી છે. આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક બોલાવવામાં આવી છે. જેની અધ્યક્ષતા ભારત કરશે.

 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment