Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝકાબુલ બોમ્બ બ્લાસ્ટના 48 કલાકમાં જ અમેરિકાએ ISIS-K પર એરસ્ટ્રાઈક કરી લીધો બદલો

કાબુલ બોમ્બ બ્લાસ્ટના 48 કલાકમાં જ અમેરિકાએ ISIS-K પર એરસ્ટ્રાઈક કરી લીધો બદલો

kabul bomb blast,america,usa,
Share Now

કાબુલમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 13 અમેરિકન સૈનિકો શહીદ થયા બાદ રાષ્ટ્રપતિ જો બાઈડેને સ્પષ્ટ કહ્યું હતું કે, “અમે તેમને માફ કરીશું નહીં, અમે આં આતંકી હુમલો કરનારાઓને પકડી પકડીને મારીશું અને સજા કરીશું” આ ચેતવણીના માત્ર 48 કલાકમાં જ અમેરિકાએ વળતો પ્રહાર કરી તેમનો બદલો લીધો છે. જેમાં કાબુલ એરપોર્ટ બાહર આત્મઘાતી હુમલા બાદ અમેરિકાએ જવાબી કાર્યવાહી કરતા ISIS-K ના સ્થાનો પર હવાઈ હુમલો કર્યો છે.

અમેરિકાએ અફઘાનિસ્તાનના નાંગરહાર પ્રાંતમાં આતંકીઓના સ્થળો પર ડ્રોનથી હુમલો કર્યો છે. અને આ હુમલામાં ષડયંત્ર રચનારને ઠાર કર્યો છે. મીડિયા રીપોર્ટસમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ હુમલામાં કાબુલ એરપોર્ટ પર બોમ્બ બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ માર્યો ગયો છે. અમેરિકાએ પોતાના નાગરિકોને કહ્યું કે, કાબુલ એરપોર્ટથી તુરંત હટી જાય.

kabul bomb blast,america,usa,

આ પણ વાંચો:સૌથી વધુ ‘CCTV સર્વેલન્સ’ ધરાવતા શહેરોમાં દિલ્હી ટોપ પર

કાબુલ એરપોર્ટ બાહર બ્લાસ્ટમાં 170 લોકોના મોત

26 ઓગસ્ટે કાબુલ એરપોર્ટ બાહર આતંકી સંગઠન ISIS-K એ બે આત્મઘાતી હુમલા કર્યા હતા. બ્લાસ્ટમાં 170 લોકોના મોત થયા છે. ત્યારે આ હુમલામાં 13 અમેરિકી સૈનિક અને 2 બ્રિટિશ નાગરિક પણ મૃત્યુ પામ્યા છે. તેમજ 1276 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને અલગ-અલગ હોસ્પિટલોમાં સારવાર ચાલુ છે. આ ઘટના બાદ રાષ્ટ્રપતિ બાઈડનએ કહ્યું હતુ કે, સમય આવવા પર આતંકીયોને અમેરિકા આકરો જવાબ આપશે. અમેરિકા તેને માફ નહીં કરે અને તેને સજા આપશે.

હવાઈ હુમલા બાદ અમેરિકાએ કહ્યું – ટાર્ગેટને ધ્વસ્ત કર્યું

આતંકી સંગઠન ISIS-K પર જવાબી કાર્યવાહી બાદ યૂએસ સેન્ટ્રલ કમાન્ડએ નિવેદન જાહેર કરી કહ્યું કે, અમે ટાર્ગેટને ધ્વસ્ત કર્યું છે જેમાં કોઈ પણ સામાન્ય નાગરિકોને નુકસાન થયું નથી. તેઓએ આગળ જણાવ્યું કે, આ એક માનવ રહિત હવાઈ હુમલો અફઘાનિસ્તાનના નંગહર પ્રાંતમાં થયો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, ટાર્ગેટને ધ્વસ્ત કરી ISIS-K ના અડ્ડાઓ પર પણ ડ્રોન અટેક કર્યો છે. ત્યારે અમેરિકાને શંકા છે કે કાબુલ એરપોર્ટ પર ફરી આતંકી હુમલો થઈ શકે છે.

ISIS-K કોણ છે ?

ઇસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રાંત, જેને ISIS-k, ISKP,ISKના ટૂંકાક્ષરો દ્વારા પણ ઓળખવામાં આવે છે. ઇરાક અને સીરિયામાં ઇસ્લામિક સ્ટેટ કોર નેતૃત્વ દ્વારા માન્યતા પ્રાપ્ત અફઘાનિસ્તાનમાં કાર્યરત ઇસ્લામિક સ્ટેટ ચળવળનું સત્તાવાર જોડાણ છે. ISIS-Kની સત્તાવાર રીતે જાન્યુઆરી 2015 માં સ્થાપના કરવામાં આવી હતી. થોડા સમયની અંદર, તે ઉત્તર અને ઉત્તર-પૂર્વ અફઘાનિસ્તાનના કેટલાક ગ્રામીણ જિલ્લાઓમાં પ્રાદેશિક નિયંત્રણને એકીકૃત કરવામાં સફળ રહ્યું અને સમગ્ર અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં ઘાતક અભિયાન ચલાવ્યું. તેના પ્રથમ ત્રણ વર્ષમાં, ISIS-K એ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના મોટા શહેરોમાં લઘુમતી જૂથો, જાહેર વિસ્તારો અને સંસ્થાઓ અને સરકારી લક્ષ્યો સામે હુમલાઓ શરૂ કર્યા હતા.

ઈન્સ્ટિટ્યૂટ ફોર ઈકોનોમિક્સ એન્ડ પીસના ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ અનુસાર 2018 સુધીમાં, તે વિશ્વની ટોચની ચાર સૌથી ભયંકર આતંકવાદી સંસ્થાઓમાંની એક બની ગઈ હતી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment