કાગીસો રબાડા (Kagiso Rabada)છેલ્લા કેટલાક મહિનાઓથી ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો હતો. એટલું જ માત્ર નહીં, તેને વિકેટ પણ મળતી ન હતી. પરંતુ આ તમામ વચ્ચે ટી20 વર્લ્ડ કપ 2021ની તેની છેલ્લી મેચ તેમના માટે યાદગાર રહેશે.
In men's T20Is, Kagiso Rabada becomes the first player to take a hat-trick for South Africa.
Rabada also becomes the first player to take a hat-trick against England.#T20WorldCup #ENGvSA— Kausthub Gudipati (@kaustats) November 6, 2021
રબાડાએ શાનદાર હેટ્રિક લેતા દક્ષિણ આફ્રિકાને ઈંગ્લેન્ડ (England)સામે 10 રને વિજય અપાવ્યો હતો. ઇંગ્લેન્ડની ઇનિંગ્સની છેલ્લી ઓવરમાં રબાડાની હેટ્રિક મળી હતી. જીત માટે 190 રનનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમે 19 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. ટીમને જીતવા માટે છેલ્લા છ બોલમાં 14 રનની જરૂર હતી.
આ પણ વાંચો: T20 World Cup 2021ની સૌથી લાંબી સિક્સ કોણે ફટકારી?
Kagiso Rabada ની હેટ્રિક
ક્રિસ વોક્સની સાથે કેપ્ટન ઈયોન મોર્ગન બેટિંગ કરી રહ્યો હતો, જેને ટૂર્નામેન્ટના તેના પહેલા જ બોલ પર સિક્સ ફટકારી હતી. રબાડાએ પ્રથમ ત્રણ ઓવરમાં 45 રન આપ્યા હતા, તેમાં પણ તેને કોઈ સફળતા મળી નહતી. મેચની સ્થિતિ જોતા લોકોને લાગી રહ્યું હતુ કે, ઈંગ્લેન્ડ આ મેચ સરળતાથી જીતી જશે, પરંતુ રબાડાએ પરિસ્થિતિ બદલી નાખી. ઓવરની પ્રથમ બોલ પર જ સિક્સ મારવાના પ્રયાસમાં વોક્સની વિકેટ પડી હતી. બાદમાં ક્રિસ જોર્ડન બેટિંગ કરવા આવ્યો હતો, પરંતુ સ્ટ્રાઈક ઈયોન મોર્ગનની હતી. રબાડાનો આ બોલ ધીમો હતો જેને ફટકારવા જતા તે કેચ આઉટ થયો હતો. આમ, રબાડાએ બે બોલમાં બે વિકેટ લઈને દક્ષિણ આફ્રિકાની આશા જીવંત રાખી હતી. ત્યારબાદ હવે ઈંગ્લેન્ડ પર દબાણ આવી ગયું હતું. ઓવરનો ત્રીજા બોલ પર જોર્ડને શોટ ફટકારતા ડેવિડ મિલરના હાથે કેચ આઉટ થયો હતો.
Kagiso Rabada હેટ્રિક લેનાર બન્યો પ્રથમ ખેલાડી
રબાડાની ત્રણ વિકેટ બાદ રાશિદ અને માર્ક વુડ બાકીના ત્રણ બોલમાં માત્ર ત્રણ રન જ બનાવી શક્યા હતા અને ઈંગ્લેન્ડ આ મેચ 10 રનથી હારી ગયું હતું. આવી રીતે રબાડા T20 ઇન્ટરનેશનલમાં હેટ્રિક લેનારો દક્ષિણ આફ્રિકાનો પ્રથમ મેન્સ ક્રિકેટર બન્યો. આ ઉપરાંત તે ઈંગ્લેન્ડ સામે હેટ્રિક લેનાર પણ પ્રથમ ખેલાડી બન્યો હતો. જો કે આ જીત બાદ પણ દક્ષિણ આફ્રિકાની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાએ સારા રન રેટના આધારે સેમિફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.
અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટ જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4