એન્ટરટેન્મેન્ટ ડેસ્ક: દમદાર એક્ટીંગ અને પોતાની હોટનેસના કારણે ઓળખાતી સાઉથની અભિનેત્રી કાજલ અગ્રવાલ ( Kajal Agarwal Birthday ) આજે પોતાનો 36 મો જન્મદિવસની ( Kajal Agarwal Birthday ) ઉજવણી કરી રહી છે. 19 જુન 1985 ના રોજ જન્મેલી કાજલ અગ્રવાલ બોલિવુડ સિવાય તામિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે.
બોલીવુડની જો વાત કરીએ તો કાજલ અગ્રવાલે (Kajal Agarwal ) સિંઘમ (Singam), સ્પેશયલ 26 અને દો લફ્જો કી કહાની જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. સાઉથની ટોપની અભિનેત્રીઓમાં સાઉથની અભિને6 કાજલ અગ્રવાલનું નામ લેવામા આવે છે. સૌથી પહેલી ફિલ્મ કહી શકાય તો કાજલની ક્યો હો ગયાના ફિલ્મમાં તેણે મહત્વની ભુમિકા પ્લે કરી હતી. કાજલ અગ્રવાલે ફિલ્મ સિંઘમમાં અજય દેવગન સાથે પણ કામ કર્યું છે. કાજલના કરિયરની સૌથી હિટ ફિલ્મ કહી શકાય એ મગધીરા હતી. કાજલ અગ્રવાલ લક્સ સીસીએલની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.
ફિટનેસ અને લગ્જરી લાઇફને લઇને સતત ચર્ચામાં રહે છે કાજલ
Sometimes all you need to do is breathe. 💕 pic.twitter.com/7Q0IJXZpNq
— Kajal Aggarwal (@MsKajalAggarwal) June 1, 2021
પોતાના ફિટનેસને લઇને કાજલ અગ્રવાલ પોતાનું ખુબ ધ્યાન રાખે છે, સોશિયલ મીડિયામાં પણ લોકોને ફિટ રહેવાની સલાહ પણ આપતી હોય છે. પોતે ફિટનેસને લઇને લગતાં વીડિયો પણ શેર કરે છે.જે વીડિયો ફેન્સને પણ ખુબ પસંદ આવે છે જેથી તે વાઇરલ પણ થઇ જાય છે. આ સિવાય કાજલ અગ્રવાલમાં ફેશન સેન્સ ખુબ છે, તેના ક્લોથ અને લુક્સ ગર્લસમાં ટ્રેન્ડિંગમાં રહેતુ હોય છે.
સોશિયલ મીડિયામાં ફેન્સ કરી રહ્યાં છે વિશ
- કાજલ અગ્રવાલે ફિલ્મ સિંઘમમાં અજય દેવગન સાથે પણ
- ‘ક્યો હો ગયાના’ પ્રથમ ફિલ્મ
- કાજલ અગ્રવાલ લક્સ સીસીએલની બ્રાન્ડ એમ્બેસેડર
- કાજલના કરિયરની સૌથી હિટ ફિલ્મ કહી શકાય એ મગધીરા
@MsKajalAggarwal
આજે કાજલ અગ્રવાલનો 36 મો બર્થડે છે, જેથી ફેન્સ પણ કાજલ અગ્રવાલને વિશ કરી રહ્યાં છે, જેના કારણે ટ્ટીટરના ટ્રેન્ડિંગમાં પણ આજે કાજલ અગ્રવાલ જોવા મળી રહી છે. Happy Birthday Kajal Agrwal કરીને ફેન્સ અને સાઉથ તેમજ બોલુવુડના સ્ટાર કાજલને તેમના જન્મદિવસની શુભકામનાઓ આપી રહ્યાં છે.
કાજલ અગ્રવાલે ફિલ્મની દુનિયામા પગ મુકતા પહેલાં ઘણી એડમાં પણ કામ કરી ચુકી છે. કાજલે તેની સ્ટડી સેંટ એનિ હાઇ સ્કુલમાં સ્ટડી કરી હતી. એક બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામની શરુઆત કરી હતી. કાજલ અગ્રવાલનું કહેવુ છે કે તે હિન્દી ફિલ્મોમાં કામ કરશે પણ સાથે સાથે તેલુગુ ફિલ્મોમાં કામ કરવાનું નહી છોડે. કારણ કે તેણે અહીંથી જ તેના કરિયરની શરુઆત કરી હતી.
આ પણ વાંચો: ફિલ્મ શેરની રિવ્યુ: ફિલ્મમાં અમિત મસુરકરે છેડ્યા છે જન, જંગલ અને જીવનના તાર
લાઇફસ્ટાઇલ
- કાજલ અગ્રવાલનો 36 મો બર્થડે છે, જેથી ફેન્સ પણ કાજલ અગ્રવાલને વિશ કરી રહ્યાં છે
- એક બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામની શરુઆત કરી
Kajal Agarwal Photoshoot
- બીએમડબલ્યુ, રેંજ રોવર, મિનિ કપુર અને ઓડી જેવી લગ્જરી કાર
- મુંબઇ અને એક હૈદરાબાદમાં આલિસાન ઘર
- ભિનયના દમ પર તેલુગુ, તામિલ અને હિન્દી સિનેમામાં ઘણા એવોર્ડ મેળવ્યા
કાજલ અગ્રવાલ મોંઘી વસ્તુઓની શોખિન છે, તેનુ ઘર પણ આલિસાન છે, એ પણ બે છે. એક મુંબઇ અને એક હૈદરાબાદમાં આલિસાન ઘર છે. જેમા બધી જ સુખ સુવિધાઓનો સામાન છે. કાજલ અગ્રવાલ 66 કરોડની સંપત્તિની માલકિન છે. આ સિવાય તેમની પાસે બીએમડબલ્યુ, રેંજ રોવર, મિનિ કપુર અને ઓડી જેવી લગ્જરી કારમાં છે, જેની કિમત કરોડોમાં છે.
લગ્નજીવન
PC: @MsKajalAggarwal
કાજલ અગ્રવાલએ ઉધોગપતિ ગૌતમ કિચુલ સાથે લગ્ન કર્યા હતા. 6 ઓક્ટોબરે કાજલ અગ્રવાલે પોતાના લગ્નની જાહેરાત કરી હતી. જે બાદ 30 ઓક્ટોબર 2020માં લગ્નગ્રંથીથી આ કપલ જોડાયા હતા. જે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા હતા. વર્કફ્રન્ટની જો વાત કરીએ તો કાજલ ચિંરજીવી ની સાથે અપકમિંગ ફિલ્મ આચાર્ય આવવાની છે. જે બાદ નાગાર્જુન સાથે ઇન્ડિયન 2 માં પણ જોવા મળશે.
કાજલ અગ્રવાલ પોતાના જીવનમાં કોઇ વ્યસન નથી, શરાબ અને સ્મોકિંગ પણ તે નથી કરતી. કાજલ અગ્રવાલે પોતાના દમદાર અભિનયના દમ પર તેલુગુ, તામિલ અને હિન્દી સિનેમામાં ઘણા એવોર્ડ મેળવ્યા છે. જેમાં સાઉથ ઇન્ડિયાના ફિલ્મફેર એવોર્ડ પણ સામેલ છે.
આ પણ વાંચો: “મારી સાથે 14 લોકોએ જાતિય શોષણ કર્યું હતુ”: અભિનેત્રી