Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
HomeUncategorizedવિશ્વની સૌથી જૂની યુદ્ધકલા – “કલરીપાયટ્ટુ”

વિશ્વની સૌથી જૂની યુદ્ધકલા – “કલરીપાયટ્ટુ”

Kalaripayattu
Share Now

ભારતના સાંસ્કૃતિક ઇતિહાસમાં યુદ્ધ કલાનો ખૂબ જ મોટો ફાળો રહેલો છે. જેમાં લાઠી-ખેલા , મલ્લયુદ્ધ , પહેલવાની , ગટકા વગેરેનો સમાવેશ થાય છે. આ બધામાં “કલરીપાયટ્ટુ” (Kalaripayattu)ને વિશ્વની સૌથી જૂની યુદ્ધકલા માનવામાં આવે છે અને એમ પણ કહેવાય છે કે કુંફુ અને કરાટે જેવી કલાઓ પણ કલરીપાયટ્ટુથી પ્રેરિત છે. કલરીપાયટ્ટુ(Kalaripayattu) એ આપણી સૌથી જૂની યુદ્ધ કલા છે કે જે કેરળમાં ચોથી સદીમાં જન્મી હતી એવું માનવામાં આવે છે. કે કલરીપાયટ્ટુ વિશે ચોક્કસપણે કહેવું મુશ્કેલ છે પરંતુ એ સમયના આદિવાસીઓ દ્વારા એમ કહેવાય છે કે બોધી ધર્માં દ્વારા કલરીપાયટ્ટુની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં “કલરી” એટલે એ જગ્યા કે જ્યાં તેનો અભ્યાસ કરવામાં આવે છે અને “પાયટ્ટુ” એટલે કે મુદ્રાનો અભ્યાસ. 

kalaripayattu

image credit – indiamart.com

પોતાનો બચાવ કરવા માટે થઈ હતી કલરીપાયટ્ટુની શોધ

કલરીપાયટ્ટુ(Kalaripayattu)ની મૂળ ભાષા મલયાલમ છે. આ યુદ્ધ કળાની શોધ સામેના શત્રુને મારવા માટે નહીં પરંતુ પોતાનો બચાવ કરવા માટે થઈ હતી.  કલરીપાયટ્ટુની ઘણી મુદ્રાઓ પ્રાણીઓ પરથી પ્રેરિત છે. જેમકે અશ્વવડીવ એટલે ઘોડો, સર્પવડીવ એટલે સર્પ. આ સિવાય કલરીપાયટ્ટુમાં હાથી, બિલાડી, મોર, માછલી, સિંહ વગેરે પ્રાણીઓની મુદ્રાઓને સાંકળવામાં આવી છે. કલરીપાયટ્ટુમાં ઘણા બધા હથિયારોનો ઉપયોગ કરવામાં આવે છે. જેમકે નેતર(લાઠી), ચાકુ, તલવાર, ઢાલ, ઊર્મિ, હાથીદાંત એમ કુલ 32 ભિન્ન પ્રકારના હથિયારોનો ઉપયોગ કરવામાં આવે છે. એ સિવાય કલરીપાયટ્ટુના પોશાકની વાત કરીએ તો એમાં શરીર પર ખાલી મૂંડું (લંગોટ) પહેરવામાં આવે છે અને ખુલ્લા રેતાળ મેદાન માં અભ્યાસ કરવામાં આવે છે. કલરીપાયટ્ટુ ના જેટલા પણ ગુરુ હોય છે એ બધા પોતે આયુર્વેદિક ડૉક્ટર હોય છે કારણ કે કલરીપાયટ્ટુનો અભ્યાસ શરૂ કરતાં પહેલાં તમે તમારા આખા શરીરને માલિશ કેવી રીતે કરશો તે શીખવાડવામાં આવે છે. 

આ પણ વાંચો : શું જુબીનનું આ ગીત પણ કરશે ૧૦૦ મિલીયનને પાર?

martial arts

image credit : keralaculture.org

સામાન્ય પણે કલરીપાયટ્ટુની તાલીમ સાત વર્ષની ઉંમરે શરૂ થઈ જાય છે કે જે સમયમાં શરીર ખૂબ જ વળી શકે તેવું મજબુત અને કોઈ પણ વસ્તુને જલ્દી શીખી શકે તેવું હોય છે. છતાં આ કલાને કોઈપણ વયે શીખી શકાય છે. કલરીપાયટ્ટુની તાલીમ મુખ્યત્વે ત્રણ ભાગમાં કરવામાં આવે છે. જેમાં પહેલા ભાગ મેયઠારીમાં વિદ્યાર્થીની અલગ અલગ શારીરિક કસરત દ્વારા સંતુલન સંયમ અને ક્ષમતા જાણવામાં આવે છે. ત્યારબાદ કોલથારી કે જે તાલીમનો બીજો તબક્કો છે. તેમાં અલગ-અલગ લાઠી કે જે 1.5 ફૂટથી લઈને 6 ફુટ સુધીની હોય છે , તેની સાથે તાલીમ આપવામાં આવે છે. જેમાં મુખ્ય હથિયાર ઓટ્ટાકોલ છે. અંતિમ અંકાથારી તબક્કામાં જુદા જુદા હુમલા અને તેના બચાવ માટે અલગ-અલગ ધાતુના હથિયારોની તાલીમ આપવામાં આવે છે. તેમાં તલવાર , ઊર્મિ , ઢાલ વગેરેનો ઉપયોગ થાય છે. કલરીપાયટ્ટુમાં સૌથી વધારે જાણીતી મુદ્રાઓને મર્મા કહેવામાં આવે છે. જેમાં એક વ્યક્તિ સામેની વ્યક્તિને તેના શરીરના અલગ અલગ ભાગ પર વાર કરીને એને કોઈ પણ હથિયાર વગર મારી શકે છે, બેભાન કરી શકે છે અને કોઈ એક ભાગ સાવ ખતમ પણ કરી શકે છે. આમ આવા કુલ ૧૦૭ મર્મા કલરીપાયટ્ટુમાં છે. 

આ પણ જુઓ : શિલ્પમાં કંડારેલું એક અદભૂત કાવ્ય !બાઈ હરિર સુલ્તાનીની વાવ

 

indian martial arts

image credit : youtube.com

આ એક શિસ્ત માંગી લેતી કળા છે, જેમાં અભ્યાસ વગર બધું જ અધૂરું છે. આમાં સંગીત નથી હોતું એટલે તમારે તમારા શરીર અને તમારા બોલ ( અવાજ ) અને તમારી અભિવ્યક્તિ સાથે રમવાનું હોય છે. આમાં એક જીવન જીવવાની શૈલી રહેલી છે કે જેના માટે અભ્યાસ, સંયમ અને એથીયે વિશેષ ફોકસ જોઈએ. રંગભૂમિમાં ફિઝિકલ થિયેટરનો તેમજ બોલિવૂડમાં વિદ્યુત જામવાલ જેવા કલાકારો છે કે જેમનો પાયો કલરીપાયટ્ટુ છે. કલરીપાયટ્ટુમાં એમ કહેવાય છે કે આપણે આપણા દુશ્મનોને માફ કરવા જોઈએ. આમ કલરીપાયટ્ટુ મારવા માટે નહીં પરંતુ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેની યુદ્ધકળા છે, જે આપણને શાંત, વધુ સ્વસ્થ અને સરળ બનાવે છે તથા પોતાની સંસ્કૃતિને ટકાવી રાખવાની વાત શીખવે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment