Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / January 29.
Homeભક્તિકામાક્ષી દેવીની આ મંદિરમાં એક અદભુત મૂર્તિ છે, જાણો શું છે મૂર્તિનો રહસ્ય?

કામાક્ષી દેવીની આ મંદિરમાં એક અદભુત મૂર્તિ છે, જાણો શું છે મૂર્તિનો રહસ્ય?

kamaxhi devi temple
Share Now

અરવલ્લીની દેવી કામાક્ષી (Kamakshi Temple): આ શિખર જોયું? એવું લાગી રહ્યું છે ને કે દક્ષિણ ભારતનું કોઈ મંદિર હોય. પરંતુ નહીં, આ મંદિર ગુજરાતમાં જ છે. ગુજરાતની શૈલી અને દક્ષિણ ભારતની શિલ્પકલાનો સમન્વય એટલે પાલનુપુરનું કામાક્ષી દેવી મંદિર. અરવલ્લીની ગિરિમાળાઓમાં ઉગતા સૂર્યની સાક્ષીએ કામાક્ષી દેવીના દર્શન કરવા જીવનનું એક સૌભાગ્ય છે. કામાક્ષી દેવીનું આ મંદિર અંબાજીથી ફક્ત 3 કિલોમીટરની દૂરી પર છે. પ્રકૃતિની ગોદમાં વસેલા આ મંદિરની વિશેષતા છે દક્ષિણ ભારતની દ્રવિડ શિલ્પકલા. ગુજરાતી શૈલીના આ મંદિરમાં દક્ષિણ ભારતના મંદિરોની શિલ્પકલા જોવા મળે છે. આ શિલ્પકલા મનમોહક છે. આ મંદિરમાં ફક્ત મૂર્તિઓ જ દક્ષિણ ભારતની શૈલીની નથી પરંતુ પૂજા પણ દક્ષિણ ભારતની રીતે થાય છે. આ એક અનોખી પ્રથા છે.

kamaxshi temple

kamaxshi temple, google image

કામાક્ષી દેવીની આ મંદિરમાં એક અદભુત મૂર્તિ છે

કામાક્ષી દેવીની આ મંદિરમાં એક અદભુત મૂર્તિ છે. જેની જમણી બાજુએ સરસ્વતી દેવી છે તો ડાબી બાજુ મહાલક્ષ્મીની મૂર્તિ છે. આ મંદિરમાં સ્ત્રી શક્તિના પ્રતીક સમાન છે, લીંબુની માળા દેવીને ચઢાવવામાં આવે છે. 51 શક્તિપીઠના એક સાથે દર્શન કરો. દેવી કામાક્ષીને નમન કરો અને પાવન થઈ જાવ.  ભારતમાં 51 શક્તિપીઠ છે. કામાક્ષી દેવીના આ મંદિરમાં આ 51 શક્તિપીઠોના દર્શન થઈ જાય છે. જુઓ આ લાઈનમાં રહેલી 51 શક્તિપીઠોની પ્રતિકૃતિ. જેના દર્શનથી એવો આભાસ થાય છે કે, જાણે 51 શક્તિપીઠોના દર્શન થઈ ગયા.

આ પણ વાંચો: ગુજરાતના આ મંદિરમાં દેવાધિદેવ મહાદેવના નાનાકડા લિંગ પર ઓમ આકાર દોરેલો છે, જાણો મંદિરની રોચક મહિમા!

kamaxshi temple

kamaxshi temple, google image

ભક્તોને મહાન શક્તિ પંથ અને આદિશક્તિના વિભિન્ન અવતારો વિશે જાણકારી મળી

આ સાથે જ બ્રહ્માંડીય શક્તિનું કેન્દ્ર આ મંદિર પરિસરમાં ફરીથી બનાવવામાં આવ્યું અને સ્થાપિત કરવામાં આવ્યું છે. જેથી ભક્તોને મહાન શક્તિ પંથ અને આદિશક્તિના વિભિન્ન અવતારો વિશે જાણકારી મળી શકે. આ મંદિરની સ્થાપના 1980માં થઈ હતી. આ મંદિર કાંચીપુરમ,ચેન્નાઈના કામાક્ષી અમ્મમ મંદિરના પ્રતીક સ્વરૂપ બનાવવામાં આવ્યું છે. કામાક્ષી અમ્મમ મંદિરની જગ્યાએ દેવીનો નાભિનો ભાગ પડ્યો હતો. જેનાથી કામાક્ષી દેવીની ઉત્પત્તિ થઈ. જગતગુરુ શંકરાચાર્યે સૌથી પહેલાં અહીંયા એક મંદિર બનાવવા માટેની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમની ઈચ્છા અનુસાર દેવીની જ્યોત કામાક્ષી મંદિરમાંથી લાવવામાં આવી બાદમાં આ અદભુત મંદિર બનાવવામાં આવ્યું. જેથી આ મંદિરના વાસ્તુમાં દક્ષિણ ભારતની શૈલી અને ગુજરાતની શૈલીનો સંગમ જોવા મળે છે. અંબાજીના દર્શન કરવા આવતાં ભક્ત કામાક્ષી દેવીના દર્શનનો પણ લાભ ઉઠાવે છે. આ મંદિરમાં ભક્તોની આસ્થા અતૂટ છે. આ અતૂટ આસ્થાની શક્તિથી અહીંયા ભક્તિનો ધ્વજ સદા માટે લહેરાય છે.

જુઓ આ વિડીયો: તનોતા માતા મંદિર 

No comments

leave a comment