ફિલ્મ ચાચી 420 તો તમે જોઇ જ હશે, જેમાં ચાચી બની ને લોકોને ફુલ ઓન મનોરંજન આપનાર એક્ટર કમલ હાસનનો આજે જન્મદિવસ છે. જેમણે દુનિયામાં એક અલગ જ ઓળખ મેળવી છે. કમલ હસન નામ પડતાં જ એક એક્ટર તરીકે ઉભરી આવે છે પણ તે એક નિર્દેશક ,સ્ક્રીનરાઇટર, બ્લેક બેક, સિંગર પણ છે.
Image Courtesy: @PssMultiplexOff
કમલ હાસન તામિલ પરિવારમાં જન્મેલાં હતા, તેમના પિતા શ્રીનિવાસ એક વકીલ અને સ્વતંત્રતા સેનાની હતી, જ્યારે માતા એક હાઉસ વાઇફ હતા. કમલ હસનનું નામ પહેલાં પાર્થસારથી હતુ, પણ પિતાએ નામ બદલીને કમલ હસન કરી નાંખ્યુ હતુ. 4 વર્ષની ઉંમરથી જ બાલ કલાકાર Kalathur Kannamma માં કામ કર્યું હતુ. જે ફિલ્મ માટે કમલ હાસનને રાષ્ટ્રપતિ એવોર્ડ પણ મળ્યો છે.
કમલ હસને બાળ કલાકાર તરીકે શરુઆત કરી હતી, 1975 માં અપુર્વા રાગાંગલથી તેમણે ડેબ્યુ કર્યો. કમલ હસનના જીવનમાં કોઇ લાઇફ પાર્ટનર વધુ સમય ટક્યો નથી, 1978 વાળી ગણપતિ સાથે લગ્ન કરાવ્યા ત્યારે તે કમલ હસન કરતાં 24 વર્ષ મોટાં હતા.
Hearty birthday wishes dear @ikamalhaasan. You have always stood by Kerala in our every need. We are proud of your precious contributions to our cinema and culture. I wish you more happiness and success in your life and career. pic.twitter.com/k0wUg0SJc2
— Pinarayi Vijayan (@vijayanpinarayi) November 7, 2021
કમલ હસને બાળ કલાકાર તરીકે શરુઆત કરી
10 વર્ષ બાદ બંનેએ એકબીજાથી અલગ હોવાનું નક્કી કર્યું. જે બાદ સારિકા સાથે કમલ હસન લિવ ઇન રિલેસનશીપમાં રહ્યાં, જે દરમિયાન સારિકા પ્રેગનેટ થઇ ગઇ, અને કમલ હસને લગ્ન કરી લીધા. જેમની પુત્રી આજે શ્રુતિ હસન છે, જે ખુબ જ સુંદર છે, અને સાઉથની સ્ટાર છે. જે બાદ તેમની બીજી પુત્રી અક્ષરા હાસનનો જન્મ થયો.આજે તે પણ હિરોઇન બની ગઇ છે. પણ સારિકાની સાથે કમલ હસનનો સંબંધ ન ચાલ્યો અને 2002 માં કમલ હસને તલાક આપી દીધો.
કમલ હસન હંમેશાંથી વિવાદોમાં રહ્યાં
કમલ હસન હંમેશાંથી વિવાદોમાં રહ્યાં હતા. જે બાદ તેમણે 22 વર્ષ નાની એકટ્રેસ સિમરન બગ્ગાને ડેટ કરી. પણ સિમરને બીજા સાથે લગ્ન કરી લીધા જેથી ફરી કમલ હસન એકલા પડી ગયા.
સૌથી વધુ એવોર્ડનો રેકોર્ડ કમલ હસનના નામે
ચાચી 420 કમલ હસનને સાડી પહેરીને લોકોને ખુબ હસાવ્યા હતા. નાયગનમાં કમલએ રોબિન હુડ જેવો અભિનય કરીને લોકોને આશ્વર્યમાં મુકી દીધા હતા.આ ફિલ્મ એટલી હિટ થઇ ગઇ કે તેની રિમેક પણ બની,વિનોદ ખન્નાની દયાવાન આજ ફિલ્મની રિમેક છે. 19 ફિલ્મ ફેયર એવોર્ડ અને 4 રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ થી સમ્માનિત કમલ હસન આજે 62 વર્ષ પુરા કર્યા છે.
આ પણ વાંચો: આ ટિપ્સ સાથે સ્વસ્થ અને સુરક્ષિત રહીને દિવાળીના તહેવારની કરો ઉજવણી
વધારે માહિતી માટે ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
iOS:http://apple.co/2ZeQjTt