Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / August 10.
Homeભક્તિKamalnath Mahadev મંદિરમાં સૌપ્રથમ થાય છે રાવણની પૂજા

Kamalnath Mahadev મંદિરમાં સૌપ્રથમ થાય છે રાવણની પૂજા

Kamalnath Mahadev
Share Now

એક એવું શિવ મંદિર કે જેની સ્થાપના કરી રાવણે છે, જ્યાં શિવની પૂજા સાથે સાથે શિવભક્ત રાવણની પણ પૂજા થાય છે, જે તપોભૂમિ પર મહારણા પ્રતાપે પણ પૂજા કરી હતી. તેવી તપોભૂમિ પર દેવોના દેવ કમલનાથ મહાદેવ (Kamalnath Mahadev) બિરાજમાન છે. પૌરાણિક કમલનાથ મહાદેવનું સુપ્રસિદ્ધ શિવાલય ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાની સરહદ નજીક રાજસ્થાનમાં આવેલું છે.

રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ઝાડોલ ફલાસિયાની નજીક પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે કમલનાથ મહાદેવ (Kamalnath Mahadev) બિરાજમાન છે. આવરગઢ પહાડોમાં કમલનાથ મહાદેવ બિરાજમાન છે. પહાડો અને જંગલોનો નજારો જોઈ લોકો મંત્રમુગ્ધ બની જાય છે. પ્રકૃતિની ખોળામાં આવેલા કમલનાથ મહાદેવની આ પવિત્ર જગ્યા સાથે સંકળાયેલી છે, હનુમાનજી, ભૈરવનાથ અને રાવણની રોચક કથાઓ

Kamalnath Mahadev ની પૌરાણિક કથા

કમલનાથ મહાદેવ (Kamalnath Mahadev)નો પુરાણોમાં પણ ઉલ્લેખ છે. કમલનાથ મહાદેવ સાથે સંકળાયેલા રસપ્રદ કિસ્સાઓ પણ છે. ભગવાન શિવજીને મનાવવા લંકાપતિ રાવણે 108 કમળની પૂજા વિધિ અને હવન કર્યો હતો. જેમાં ભગવાને એક કમળ અલોપ કર્યું ત્યારે રાવણને એક કમળ ન મળતા રાવણે પોતાના તપોબળ દ્વારા પોતાનુ શીશ કાપી શિવને સમર્પિત કર્યું હતુ. તેથી જ શિવજીની અસીમ કૃપા વરસી અને રાવણના નાભીમાંથી અમૃત જળતુ થયુ. જેનો શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે.

આવરગઢ પહાડી પર બિરાજમાન કમલનાથ મહાદેવના મંદિરે જવાના રસ્તે રાવણ દ્વારા સ્થાપિત શનિ મહારાજના દર્શન થાય છે. શનિદેવના દર્શન કર્યા બાદ શ્રદ્ધાળુઓ એક કિલોમીટરની પગદંડી પર ચાલીને કમલનાથ મહાદેવના શરણે પહોંચે છે. લોક માન્યતા છે કે, સૌ પ્રથમ શનિદેવના દર્શન કર્યા બાદ જ આ શિવાલયના દર્શન પરિપૂર્ણ થાય છે.

અહીં સૌપ્રથમ થાય છે રાવણની પૂજા

આ પૌરાણિક શિવ મંદિરે સોમવારે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. શ્રાવણ માસમાં ભક્તો અહીં આવીને શિવની પૂજા અર્ચના કરે છે. કમલનાથ મહાદેવના પ્રભાવશાળી શિવલિંગના દર્શન કરી ભક્તો મંત્રમુગ્ધ બને છે. આ પૌરાણિક મહત્વ ધરાવતી જગ્યા એટલી પ્રભાવશાળી છે કે, આજ સુધી અહીં આવનાર ભક્ત કોઈ દિવસ નિરાશ થઈને પાછો ગયો નથી.

ભોળાનાથ તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. અહીં શિવજીની પૂજા રાવણે કરી હતી તેથી સૌથી પહેલા ભક્તો અહીં રાવણની પ્રતિમાના દર્શન કરે છે પછી જ કમલનાથ મહાદેવની પૂજા અર્ચના કરે છે. મંદિર પરિસરનું રમણીય વાતાવરણ, પક્ષીઓનો કલરવ અને ઝરણાંનો ખળખળ અવાજ લોકોનું મન મોહી લે છે. આ દ્રષ્ય જોઈને લાગે કે, કોઈ અલગ જ દુનિયમાં આવ્યા હોય. કમલનાથ મહાદેવના શિવાલય નજીક હોય ત્યારે એક અલગ જ રોમાંચિત અનુભૂતિ થાય છે. આ જગ્યામાં આવો એટલે એમ લાગે કે કૈલાશમાં આવ્યા હોય.

હરિદ્વાર તરીકે પણ ઓળખાય છે Kamalnath Mahadev

કમલનાથ મહાદેવનું મંદિર અને ત્યાંનું વાતાવરણ અદભુત અને અવિસ્મરણીય છે. આ પ્રાચીન શિવ મંદિરે ગૌમુખમાંથી ગુપ્ત ગંગાની ધારા બારે માસ અવિરત વહેતી રહે છે, તે ધારા પર જ સ્થાપિત શિવલીગ છે. ધાર્મિક મહત્વ ધરાવતી આ જગ્યા હરિદ્વાર તરીકે પણ ઓળખાય છે. ઘણા લોકો પોતાના સ્વજનોની અસ્થિનું પણ અહીં વિસર્જન કરે છે. મંદિરની બાજુના પહાડોમાં એક પહાડ રાવણ ટૂંક અને બીજી વાનર ટૂંક તરીકે ઓળખાય છે. આ પાવન આવરગઢના પરકોટા પર મહારાણા પ્રતાપે પણ પૂજા અર્ચના કરી હતી. અને આ જ જગ્યા પર તેમણે ઘાસની રોટલી ખાધી હતી.

આવરગઢના પર્વતોમાં ચમત્કારી ભૈરવ અને હનુમાનજી પણ સાક્ષાત છે. અહીં શિવ પૂજા, રાવણપુજા, ભૈરવનાથ અને હનુમાનજીના દર્શન કર્યા બાદ ભક્તોની યાત્રા અને કામનાઓ સફળ થાય છે. કોઈ પણ વ્યક્તિ ખરી શ્રદ્ધાથી કમલનાથ મહાદેવની આરાધના કરે તો તેની તમામ મનોકામનાઓ પરિપુર્ણ થાય છે. રાવણ ટુંક પર શિવને રીઝવવા રાવણ તપ અને યજ્ઞ કરતો હતો, તે યજ્ઞ કુંડ હાલ પણ હાજર છે. શ્રદ્ધાળુઓ આ પવિત્ર તપોભૂમિના દર્શન કરીને પણ ધન્યતા અનુભવે છે. ધાર્મિક રીતે વિશેષ મહત્વ ધરાવતા કમલનાથ મહાદેવના દર્શને ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રથી લોકો આવે છે. 

આ પણ વાંચોઃ- Jasmalnathji Mahadev નું આ પ્રાચીન મંદિર સોલંકીવંશના કયા રાજાએ બંધાવ્યુ હતુ ?

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment