Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / May 18.
Homeન્યૂઝસોનિયા ગાંધીને મળ્યા કમલનાથ, અપાઈ શકે છે આ જવાબદારી

સોનિયા ગાંધીને મળ્યા કમલનાથ, અપાઈ શકે છે આ જવાબદારી

kamal nath, sonia gandhi, kamalnath meets sonia gandhi, congress news
Share Now

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ટ નેતા કમલનાથ(Kamalnath) આજ રોજ કોંગ્રેસના હાલના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને(Sonia Gandhi) મળ્યા હતા. આગામી વર્ષ 2022માં 7 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજવાની છે. અને ત્યાર બાદ 2024 ની લોકસભા ચૂંટણી યોજાશે. તેને લઈને કોંગ્રેસ પાર્ટીમાં મોત ફેરફારો કરવાની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે સોનિયા ગાંધી સાથેની મુલાકાતને લઈને કામલનાથને આગામી સમયમાં કોંગ્રેસ પાર્ટીમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવે તેવી અટકળો શરૂ થઈ ગઈ છે. જોકે, કોંગ્રેસ પાર્ટીએ આ અંગે હજુ સુધી સત્તાવાર રીતે કોઈજ જાહેરાત કરી નથી. 

કમલનાથને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બનાવી શકાય છે

આગામી વર્ષ 2022 માં ગુજરાત,પંજાબ, ઉત્તરાખંડ,ઉત્તર પ્રદેશ,હિમાચલ પ્રદેશ,મણિપુર અને ગોવામાં વિધાનસભાની ચૂંટણીઑ યોજવાની છે. આ 7 રાજયોમાંથી એક માત્ર પંજાબમાંજ કોંગ્રેસની સરકાર છે. અને 2024 ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને રોકવા તેમજ કોંગ્રેસને ફરી બેઠી કરવા માટે આ 7 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે સારું પ્રદર્શન કરવું જરૂરી છે. ત્યારે સૂત્રોના જણાવ્યા પ્રમાણે આગામી વિધાનસભા અને લોકક્ષાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પાર્ટી દ્વારા કમલનાથને મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. અને તેમને કોંગ્રેસ પાર્ટીનો કાર્યકારી અધ્યક્ષ પણ બનાવી શકાય છે. તમને જણાવી દઈએ કે કમલનાથને(Kamalnath) ગાંધી પરિવારના સૌથી નજીકના નેતાઓમાં ગણવામાં આવે છે.  અને ઘણી વખત તેઓ પાર્ટી માટે સંકટમોચક સાબિત થયા છે. કમલનાથ કોંગ્રેસના વિસવસું અને વરિષ્ટ નેતાઓમાન એક છે. 

બેઠક દરમિયાન પ્રિયંકા ગાંધી પણ હતા હાજર

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ટ નેતા કલનાથે આજ રોજ સોનિયા ગાંધી(Sonia Gandhi) સાથે બેઠક કરી હતી. આ બેઠક સૂણીયગાંધીન નિવાસસ્થાન 10 જંપથ ખાતે યોજાઇ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં કોંગ્રેસ પાર્ટી અને પ્રવર્તમાન રાજકારણટી સંબધિત ઘટનકર્મોને લઈને ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકને લઈને કોંગ્રેસ પાર્ટીમાં કમલનાથને મહત્વની જવાબદારી સોંપવામાં આવશે તેવી અટકળોએ જોર પકડયું છે. 

sonia gandhi, kamal nath, rahul gandhi, congress news, congress

PC- NAIDUNIA

પંજાબ કોંગ્રેસમાં ચાલી રહ્યા છે મતભેદો 

પંજાબ કોંગ્રેસમાં હાલ ભાતે મતભેદ ચાલી રહ્યા છે. અને આ મતભેદોને દૂર કરવા માટે કોંગ્રેસ હાલ મથી રહી છે. ત્યારે આ સમય દરમ્યાન  મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ટ નેતા કમલનાથે આજ રોજ સોનિયા ગાંધી સાથે તેમના નિવાસસ્થાને બેઠક કરી છે. ત્યારે આ એથકને લઈને કામલનાથને કોંગ્રેસ પાર્ટીમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવે તેવી અટકળોએ જોર પકડયું છે. 

રાહુલ ગાંધી અને પ્રશાંત કિશોર વચ્ચે થઈ હતી બેઠક 

તમને જણાવી દઈએ કે, મંગળવારે ચૂંટણીના વ્યૂહરચનાકાર પ્રશાંત કુમારે દિલ્હીમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં કે. સી વેણુગોપાલ, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા પણ હાજર રહ્યા હતા. આ બેઠક રાહુલ ગાંધીના નિવાસ સ્થાને કરવામાં આવી હતી. પ્રશાંત કિશોર હાલ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહના મુખ્ય સલાહકાર તરીકે છે. અને હાલ પ્રશાંત કિશોર પ્રશાંત કિશોર 2024 માં યોજાનારી લોકસભાની ચૂંટણીઓ માટે એક મોટી યોજના તૈયાર કરી રહ્યા છે. તેવી અટકળો પણ ચાલી રહી છે.  તેમને અગાઉ રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા શરડપવાર સાથે પણ બેઠક કરી હતી. અને ત્યારબાદ શરદ પવારના ઘરે વિપક્ષી દળોની બેઠક યોજાઇ હતી. ત્યારે આ બધા વચ્ચે કમલનાથે સોનિયા ગાંધી સાથે કરેલ મુલાકાતને લઈને રાજકીય અટકળો તેજ બની છે. 

ઉલ્લેખનીય છે કે, આજ રોજ મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ટ નેતા કમલનાથ(Kamalnath) આજ રોજ કોંગ્રેસના હાલના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને(Sonia Gandhi) મળ્યા હતા. આગામી વર્ષ 2022માં 7 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજવાની છે. અને ત્યાર બાદ 2024 ની લોકસભા ચૂંટણી યોજાશે. તેને લઈને કોંગ્રેસ પાર્ટીમાં મોત ફેરફારો કરવાની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે સોનિયા ગાંધી સાથેની મુલાકાતને લઈને કામલનાથને આગામી સમયમાં કોંગ્રેસ પાર્ટીમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવે તેવી અટકળો શરૂ થઈ ગઈ છે. જોકે, કોંગ્રેસ પાર્ટીએ આ અંગે હજુ સુધી સત્તાવાર રીતે કોઈજ જાહેરાત કરી નથી. 

No comments

leave a comment