Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 2.
Homeનેચર & વાઈલ્ડ લાઈફશું ચીને ભારતની નદી કરી પ્રદૂષિત? હજારો માછલીઓના થયા મોત!

શું ચીને ભારતની નદી કરી પ્રદૂષિત? હજારો માછલીઓના થયા મોત!

Kameng River
Share Now

(Arunachal pradesh) અરૂણાચલ પ્રદેશની (Kameng River) કામેંગ નદી પ્રદૂષિત થઈ ગઈ. ચીને એ સરહદી નદીમાં કંઈક ભેદી તત્વો ભેળવ્યા હોવાથી હજારો માછલીઓ ટપોટપ મરી ગઈ છે. અરૂણાચલ પ્રદેશના મત્સ્ય ઉછેર વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી હતી. તપાસમાં જાણવા મળ્યુ કે, નદીના પાણીમાં રાતોરાત ટોટલ ડિઝોલ્વ્ડ સબ્સટેઈન્સનું પ્રમાણ વધી ગયું હતું. એ પાછળના ઘણાં કારણો જવાબદાર હોઈ શકે છે.

Thousands of dead fish were found in Seppa in Arunachal Pradesh on Friday.(Representative Photo/AP)

કેમિકલયુક્ત પ્રવાહી કે ઘન પદાર્થને નદીમાં ભેળવ્યો હોય તો એનાથી નદીના પાણીમાં ટીડીએસનું સ્તર વધી શકે છે. સ્થાનિક લોકો તો દ્દઢપણે માને છે કે આ પાછળ ચીન જ જવાબદાર છે. સ્થાનિક નાગરિકોના મતે ચીન સરહદે જે બાંધકામો કરે છે તેના કારણે નદી પ્રદૂષિત થઈ રહી છે. ચીન જાણી-જોઈને ભારતમાં આવતી એ (Kameng River) નદીમાં પ્રદૂષણ ભેળવે છે. તપાસમાં જણાયું હતું એ પ્રમાણે નદીના પાણીમાં લીટરે ટીડીએસનું પ્રમાણ 6800 મિલીગ્રામ જેટલું હતું.

જુઓ વીડિયો ખેડૂતો થયા કંગાળ

સામાન્ય રીતે એ પ્રમાણ 300 થી 1200  મિલીમીટર જેટલું નોંધાતું હતું. જિલ્લા કલેક્ટરે તાત્કાલિક અસરથી નોટિસ બહાર પાડીને લોકોને માછલી ન પકડવાની સૂચના આપી હતી. આ નદીની માછલી થોડા સમય માટે ખોરાકમાં ન લેવાની સૂચના પણ સરકારે આપી હતી. મત્સ્ય ઉછેર કેન્દ્રના અધિકારીઓ માછલીના નમૂનાનું પરીક્ષણ કરી રહ્યા છે. એમાં કંઈ ઝેરી પદાર્થ હાજર છે કે કેમ તેની તપાસ થઈ રહી છે. કેન્દ્ર સરકારને અપીલ કરી હતી કે આ (Kameng River) નદીના પાણીની તપાસ કેન્દ્રીય નિષ્ણાતોની સમિતિ દ્વારા કરવી જરૂરી છે.

જો કંઈક ઝેરી પદાર્થ ભળ્યો હશે તો હજારો લોકોને જીવનું જોખમ આવી પડશે એવી ચિંતા પણ અહીંયાના ધારાસભ્યએ વ્યક્ત કરી હતી. અરૂણાચલ પ્રદેશના પૂર્વ કામેંગ જિલ્લાની કામેંગ નદીમાં અચાનક હજારો માછલીઓ મૃત્યુ પામી હતી. સરહદી નદીમાં ચીને કંઈક રહસ્યમય ગતિવિધિ કરી હોવાની આશંકા સ્થાનિક લોકોએ વ્યક્ત કરી હતી.

જુઓ વીડિયોઃ 52 ટકા સમુદ્રી પક્ષીઓએ પ્લાસ્ટીકનું સેવન કર્યું, વિશ્વનો વિનાશ નોતરતા માનવી

પાણીની તપાસમાં જણાયું હતું કે નદીમાં ટીડીએસનું પ્રમાણે રાતોરાત વધી ગયું હતું. નદીના પાણીનો રંગ અચાનક બદલી ગયો હતો. નદીનું પાણી કાળું થઈ ગયું હતું. એમાં કોઈ પ્રદૂષિત પ્રવાહી ભેળવ્યું હોવાની શક્યતા નકારી શકાતી નથી. અથવા તો ચીને સરહદી વિસ્તારમાં થતાં બાંધકામનો કચરો નદીમાં વહાવ્યો હોય તો પણ એનાથી નદી કાળી થઈ ગઈ હોવાની શક્યતા છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment