Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 20.
Homeભક્તિKameshwar Mahadev નારણપુરામાં આવેલુ આ મંદિર છેલ્લા 50 વર્ષથી અહીં છે સ્થિત

Kameshwar Mahadev નારણપુરામાં આવેલુ આ મંદિર છેલ્લા 50 વર્ષથી અહીં છે સ્થિત

Kameshwar Mahadev
Share Now

જે વિશ્વના નાથ છે, જેમના યોગ અને તપથી મોક્ષથી પ્રાપ્તિ થાય છે, તેવા દેવોના દેવ કામેશ્વર મહાદેવ (Kameshwar Mahadev) નું પ્રસિદ્ધ મંદિર અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલુ છે. જ્યાં ભક્તો અહીં શ્રદ્ધા અને વિશ્વાસ સાથે મહાદેવના દર્શન કરવા માટે આવે છે.  અહીં જાહેરજનતા માટે નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે. તથા 12 મહિનાઓમાં આવતી મહિલાઓની શિવ-પાર્વતી માટેની પૂજાઓનું પણ આયોજન કરવામાં આવે છે. શિવજીની અઢળક પૂજાઓ અહીં થાય છે. જેમકે કેવડા ત્રીજ, શિવરાત્રી પૂજા, જયા- પાર્વતી વ્રત વગેરે. આજે OTT India પર વાત કરીશું આ પૌરાણિક મંદિર કામેશ્વર મહાદેવ વિશે. 

।। ૐ ત્ર્યમ્બકં યજામહે સુગન્ધિં પુષ્ટિવર્ધનમ્ ।

ઉર્વારુકમિવ બન્ધનાન્ મૃત્યોર્મુક્ષીય મામૃતાત્ ।।

Kameshwar Mahadev 

Kameshwar Mahadev Temple

સુવિખ્યાત કામેશ્વર મહાદેવ(Kameshwar Mahadev) નું ભવ્ય શિવાલય અમદાવાદના નારણપુરા વિસ્તારમાં સ્થિત છે. કામેશ્વર મહાદેવનું મંદિર આશરે 50 વર્ષ જુનું છે. શિવાલયમાં રહેલા પવિત્ર શિવલિંગના દર્શન કરતા જ ભક્તો બની જાય છે મંત્રમુગ્ધ. ૐ નમઃ શિવાય મંત્રનો નિરતંર જાપ કરવાથી આધિ વ્યાધી અને ઉપાધિમાંથી મુક્તિ મળતી હોવાથી ભક્તજન અહીં આવી શિવની આરાધના કરે છે. 

આ ભવ્ય શિવમંદિરના ગર્ભ ગૃહમાં જ બારેય જ્યોતિર્લિંગના દર્શન થાય છે આથી કામેશ્વર મહાદેવના મનોહર શિવલિંગ સિવાય બારેય જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ જોવા મળે છે. આ બારેય જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ સુવર્ણમાંથી બનાવવામાં આવી છે.

લોકમાન્યતા અનુસાર, બારેય જ્યોતિર્લિંગના દર્શન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. કામેશ્વર મહાદેવના શરણે આવી ભક્તો પુણ્યની પ્રાપ્તિ માટે પૂજા અર્ચના કરતા હોય છે. શ્રદ્ધાળુઓ કામેશ્વર મહાદેવના શરણે આવી જળાભિષેક કરી અને શિવની આરાધના કરી ધન્યતા અનુભવતા હોય છે.

આ પણ વાંચોઃ- Kayavarohan મંદિરમાં ભગવાન શિવ માનવ શરીરમાં અવતર્યા થયા હતા

કામેશ્વર મહાદેવ મંદિરમાં જ ભક્તો પાર્વતીજીના દર્શન પણ કરી શકે છે. આ ભવ્ય અને વિશાળ મંદિરમાં જ સોનાના સિંહાસન પર દુર્ગા સ્વરૂપા મા અંબાજી બિરાજમાન છે. 

કામેશ્વર મહાદેવના મંદિરમાં રણછોડરાયજી મનમોહક મૂર્તિ છે.  આ ભવ્ય મંદિરમાં જ હનુમાનજી, શીતળા માતા, બળિયા બાપા અને ભૈરવ દાદાની પણ મનોરમ મુર્તિઓ બિરાજમાન છે.

કામેશ્વર શિવાલય(Kameshwar Mahadev) માં શિવરાત્રીએ ભગવાનને અનોખો શણગાર કરવામાં આવે છે. કામેશ્વર મંદિર દ્વારા અનેક સેવાકિય પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે. ધાર્મિક રીતે વિશેષ મહત્વ ધરાવતા કામેશ્વર મહાદેવના દર્શન કરવા દર સોમવારે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. તો તમે પણ આ પ્રાચીન કામેશ્વર મહાદેવના દર્શન માટે નારણપુરા વિસ્તારની મુલાકાત લઈ શકો છો અને પાવન થઈ શકો છો.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment