ભારતીય ક્રિકેટ ટીમ (Cricket team)આજે બુધવારથી ન્યૂઝીલેન્ડ (New Zealand)વિરુદ્ધ 3 મેચની ટી20 સિરીઝ રમશે. આ સિરીઝની સાથે જ રોહિત શર્મા (Rohit Sharma)ટી20 ટીમનો કેપ્ટન પણ બનવાનો છે. ત્યારે આ તમામ વચ્ચે કીવી ટીમને મોટો ઝટકો લાગ્યો છે. કીવી ટીમનો કેપ્ટન કેન વિલિયમસન (Kane Williamson)આ સિરીઝમાંથી બહાર થયો છે. કીવી ટીમને આ ઝટકાથી ટીમ તુટી જરૂર ગઇ હશે.
Kane Williamson ના સિરીઝમાંથી બહાર નિકળ્યા બાદ ટીમનો કેપ્ટન હવે કોણ હશે
આઈસીસી ટી20 વર્લ્ડ કપની ફાઈનલ (Final)માં હાર બાદ ન્યૂઝીલન્ડ હવે ભારતમાં ત્રણ મેચોની ટી20 સિરીઝ રમવા માટે તૈયાર છે. જેના પર ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટીમ સાઉદીએ કહ્યું હતુ કે તેમની ટીમને ભારત વિરુદ્ધ આજે બુધવારથી શરૂ થઈ રહેલી ટી20 સિરીઝ પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કરવું પડશે. સાઉદી કેન વિલિયમસનની ગેરહાજરીમાં ન્યૂઝીલેન્ડની કેપ્ટનશીપ સંભાળશે. તો વિલિયમસન ટી20 સિરીઝ બાદ થનારી બે મેચોની ટેસ્ટ સિરીઝ પર ધ્યાન કેન્દ્રીત કરશે.
આ પણ વાંચો: પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટમાં વોર્નરનું નામ બોલતાની સાથે જ અખ્તર ગુસ્સે થયો, જાણો તેનુ કારણ
કીવી ટીમ ભારતથી કેમ ડરી
મેચ પહેલા યોજાતી પ્રેસ કોન્ફરન્સમાં સાઉદીએ કહ્યું કે, અમે ટી20 વર્લ્ડ કપમાં સારું ક્રિકેટ રમ્યા, પરંતુ ફાઈનલમાં ન જીતવાથી નિરાશ છીએ. હવે અમારે અમારું ધ્યાન આ સિરીઝ અને ભારતમાં રમવાના નવા પડકાર પર કેન્દ્રીત કરવું પડશે. સાઉદીનું માનવું છે કે ભારતમાં રમવું ખુબ પડકારભર્યું હોય છે અને ટીમ ઈન્ડિયાને હરાવવી ખુબ મુશ્કેલ છે.
Kane Williamson ના બહાર થવાને લઇને સાઉદીએ શું કહ્યું?
આગળ વધુમાં જણાવતા કહ્યું કે, સાઉદીએ વિલિયમસનની ટી20 સિરીઝ (Series)થી બહાર થવાની વાતને ટીમ માટે ખરાબ ગણાવી. તેનાથી ટીમને એક મોટી કમી મહેસૂસ થશે. તેઓ એક મહાન ખેલાડી છે. તેમની જગ્યાએ આવેલા નવા ખેલાડી માટે સારી તક છે. તેણે આગળ જણાવતા કહ્યું કે, ન્યૂઝીલેન્ડ માટે કેપ્ટનશીપ કરવી એ હંમેશા રોમાંચક હોય છે. હું આ પડકાર અને સન્માન માટે તૈયાર છું.
અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટ જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4