Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / July 5.
Homeન્યૂઝશિવસેનાના સાંસદ સંજય રાઉતે કવીન કંગના પર કર્યા આકરા પ્રહારો

શિવસેનાના સાંસદ સંજય રાઉતે કવીન કંગના પર કર્યા આકરા પ્રહારો

kangna ranuat
Share Now

બોલિવુડની કોન્ટ્રોવર્સી ક્વીનના નિવેદનનો સમગ્ર દેશમાં વિરોધ જોવા મળી રહ્યો છે.ત્યારે શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં કંગનાની આકરી ટીકા કરી છે. મોદી સરકાર પણ દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓનું અપમાન ન કરવા માગતી હોય તો તેઓ આ રાજદ્રોહ બદલ કંગના ના તમામ રાષ્ટ્રીય પુરસ્કારો પાછા લઈ લેશે. દેશ આઝાદીનું અપમાન ક્યારેય સહન નહીં કરે !” આ શબ્દોમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતે કંગના રનૌત અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

‘કંગના રનૌતે બોમ્બ ફોડ્યો

શિવસેનાના મુખપત્ર સામનામાં (Samana) લખવામાં આવ્યું છે કે, ‘કંગના રનૌતે બોમ્બ ફોડ્યો છે જેનાથી ભાજપનો નકલી રાષ્ટ્રવાદ તૂટી ગયો. કંગનાએ નિવેદન આપ્યુ કે વર્ષ 1947માં ભારતને આઝાદી નથી મળી, પરંતુ ભીખ મળી છે. દેશને વાસ્તવિક આઝાદી વર્ષ 2014માં મળી એટલે ​​કે મોદી વડાપ્રધાન બન્યા પછી દેશને આઝાદી મળી. ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારીઓનું આવુ અપમાન કોઈએ કર્યું નથી.

‘કંગના રનૌતનું સન્માન, હીરોનું અપમાન’

વધુમાં સામનામાં લખવામાં આવ્યું છે કે, ‘કંગનાને(Kangana Ranaut) તાજેતરમાં સર્વોચ્ચ નાગરિક સન્માન ‘પદ્મશ્રી’થી નવાજવામાં આવી હતી. અગાઉ આ સન્માન ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેનાર વીરોને આપવામાં આવ્યું છે. એ જ હીરોનું અપમાન કરનાર કંગનાને એ જ સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવી એ દેશની કમનસીબી છે.કંગનાએ અગાઉ પણ મહાત્મા ગાંધીનું અપમાન કર્યું હતું. તેમનો નાથુરામ પ્રેમ છલકાતો રહે છે. સામાન્ય રીતે તેમની બૂમો પર કોઈ બહુ ધ્યાન આપતું નથી. એક આના નો ગાંજો પીએ તો અનેક કલ્પનાઓ સુઝવા લાગે છે, આ વાત એકવાર તિલકે કહી હતી. કંગના ના કિસ્સામાં તિલકની વાત 100 ટકા સાચી સાબિત થાય છે.

આ પણ વાંચો : અમિત શાહને ગુજરાતી કરતા હિન્દી વધુ પસંદ, સ્વદેશી ભાષાને મજબૂત કરવી જરૂરી

મોદી સરકાર કંગનાનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર પરત ખેંચે

સામના તંત્રીલેખમાં સાંસદ સંજય રાઉતે કંગના રનૌત પાસેથી પદ્મશ્રી એવોર્ડ પરત લેવાની માગ કરી છે. સામનામાં લખવામાં આવ્યું છે કે, ‘વર્ષ 1947માં માત્ર આઝાદી જ નહીં, ભીખ પણ મળી, પરંતુ ભીખ માંગવાની પ્રક્રિયામાં કંગનાના વર્તમાન રાજકીય પૂર્વજો ક્યાંય જોવા મળ્યા નથી. લોહી, પરસેવા, આંસુ વગેરે જેવા બલિદાનથી મળેલી આપણી સ્વતંત્રતાને ‘ભીખ’ તરીકે સંબોધવું એ દેશદ્રોહનો કેસ છે. દેશના રાષ્ટ્રપતિ આવા વ્યક્તિને પદ્મશ્રી પુરસ્કાર આપે છે.

વિવાદાસ્પદ નિવેદનના પગલે વડોદરામાંથી વિરોધ થયો

વિવાદાસ્પદ નિવેદન બદલ બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌતે સામે દેશભરમાં વિવાદનો વંટોળ શરૂ થયો છે. ભારતને અસલી આઝાદી વર્ષ 2014 માં મળી હતી, 1947માં દેશને જે સ્વતંત્રતા મળી હતી તે ભીખમાં મળી હતી. કંગનાના આ વિવાદાસ્પદ નિવેદનના પગલે વડોદરામાંથી વિરોધ થયો છે. કંગના સામે ગુનો દાખલ કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા શહેરના એક ધારાશાસ્ત્રીએ શહેર પોલીસ કમિશનર શમશેરસિંગને અરજી કરી છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment