Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / May 18.
Homeએન્ટરટેઈન્મેન્ટ‘THALAIVI’ વાસ્તવિક વ્યક્તિની ખૂબ જ નજીક આવે તેવી ફિલ્મ. જોવાનું ચૂકશો નહીં.

‘THALAIVI’ વાસ્તવિક વ્યક્તિની ખૂબ જ નજીક આવે તેવી ફિલ્મ. જોવાનું ચૂકશો નહીં.

THALAIVI
Share Now

વડોદરા શહેરમાં વસવાટ કરતા અને એમ. એસ. યુનિવર્સિટીમાં મીડિયા ટીચર તરીકે પોતાની કામગીરી બજાવી રહેલા રોચક સક્સેનાને ફિલ્મો પ્રત્યે અપારપ્રેમ છે. તેમની ફિલ્મો જોવાની વિચારશરણી એકદમ અદ્ભૂત છે. તેઓ વિદ્યાર્થીઓને ફિલ્મ સ્ટડિઝનો અભ્યાસ કરાવે છે. ફિલ્મો પ્રત્યે અનહદ પ્રેમ ધરાવતા રોચક સક્સેના એક પણ ફિલ્મો કે સીરિઝ જોવાનું ચૂકતા નથી. ફિલ્મો તેમના વિઝનની સાથે સાથે તેમનુ પેશન પણ છે. તેમનું માનવુ છે કે, દરેક ફિલ્મમાં એક અલગ અંદાજ હોય છે તેની એક અલગ જ ખાસિયત હોય છે. તાજેતરમાં જ તેમણે  Thalaivi ફિલ્મ જોઈ.

THALAIVI

                                                    PROFESSOR ROCHAK SAXENA

વધુમાં રોચક સક્સેના જણાવા છે કે, તમે ફિલ્મને ફક્ત મનોરંજન માટે જ ન જુઓ પણ તેમાંથી કંઈક શીખવા માટે પણ જુઓ. સૌ કોઈ ફિલ્મોની સાથે કનેક્ટ થઈ જાય છે પણ તે સાથે સાથે તેની ટેક્નિક અને વિચારશૈલી તથા સિમ્બોલ્સને પણ સમજો તેવું તેમનું માનવુ છે. દર શુક્રવારે ફિલ્મ રિવ્યૂ કરતા રોચક સક્સેના એ આ શુક્રવારે ‘Thalaivi’ ફિલ્મનું રિવ્યૂ કર્યું છે. આજે Ott India સાથેની વાતચીતમાં રોચક સક્સેનાએ ફિલ્મ રિવ્યૂ વિશે વાત કરી છે. તો ચાલો જોઈએ થલાઈવી ફિલ્મ વિશે તેમનું શું કહેવુ છે…

Thalaivi જે. જયલલિતા પર આધારિત ફિલ્મ

ફિલ્મ રેટિંગ :- 4/5

બાયોપિક બનાવવી ખૂબ જ મુશ્કેલ હોય છે. તે હંમેશા સત્યના જોખમ પર બનાવવી પડે છે. થલાઈવી એ દેશની અત્યાર સુધીની સૌથી મજબૂત અને શક્તિશાળી રાજકિય વ્યક્તિઓ પર બનેલી ફિલ્મ છે. જયલલિતાએ સિનેમાનો લાંબો તબક્કો પણ પસાર કર્યો હતો. ફિલ્મ પણ પાત્ર જેટલી જ શક્તિશાળી છે.

પ્લોટ

Thalaivi ફિલ્મ જે જયલલિતા (કંગના રણાવત)ની કરીયર અને ફિલ્મજગતમાં તેમનો ઉદય ત્યારબાદ રાજકારણની તેમની સફર પર આધારિત છે.

વાર્તા/સ્ક્રિનપ્લે

Thalaivi ની પટકથા કે. વિજયેન્દ્ર પ્રસાદ અને રજત અરોરા દ્વારા સંવાદો સાથે લખવામાં આવી છે. લેખકોએ ખૂબ જ ચપળતાપૂર્વક કાર્ય કર્યું છે. તે બે અલગ અલગ દુનિયાના જયલલિતાના ઉદય પર ધ્યાન કેન્દ્રિત કરે છે. નોંધનિય છે કે, જયલલિતા તમિલનાડુના મુખ્યમંત્રી બન્યા બાદ, તેમનું જીવન મોટેભાગે લોકસેવામાં અને જાહેર ક્ષેત્રોમાં રહ્યું છે. તેમના વિશેની વધારે માહિતી તેમના મૃત્યુ બાદ મળી.

તેમના વિશે લગભગ કોઈ નથી જાણતુ, કે તેઓ કેવી રીતે અભિનેત્રી બન્યા, તેમનુ વ્યક્તિત્વ કેવુ હતુ, તેમનુ અસિતત્વ કેવું હતુ, જિંદગી વિશેની તેમની ઈચ્છાશક્તિ અને તેઓ રાજકારણમાં ક્યારે, કેવી રીતે જોડાયા? સાઉથના લોકો તેમને કેમ અમ્મા કહીને સંબોધવ લાગ્યા, તેમને શું ગમતુ તેવી તમામ બાબતો ઘણા ઓછા લોકો જાણતા હતા.

THALAIVI

IMAGE CREDIT: GOOGLE

ફિલ્મના પ્રથમ પાર્ટમાં તેમની સિનેમેટિક કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સુપરસ્ટાર એમજી રામચંદ્રન (MGR)સાથેના તેમના સંબંઘો, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમનો ઉદય અને સૂક્ષ્મ પતન દરેક વસ્તુને ફિલ્મમાં ખૂબ જ સરસ રીતે બતાવવામાં આવી છે.

બીજા ભાગમાં, તેણી રાજકારણમાં પગ મૂકે છે જેમાં તેમનું કાર્ય અને એટીટ્યૂડ જોવા મળે છે. આ દરેક બાબત પહેલા ભાગમાં પણ દેખાડવામાં આવી છે. અહીંયા તેની રાજકિય મુસાફરી તથા તેમની પાર્ટી કેવી રીતે પ્રખ્યાત થઈ. તેમનો દ્રષ્ટિકોણ તથા પાર્ટીનું પડીને ફરી ઊભા થવુ. વગેરે જ બીજા ભાગમાં જોવા મળે છે.

આ પણ વાંચોઃ- અમિતાભે જણાવ્યો રણવીર-દીપિકાના લગ્ન પહેલાનો કિસ્સો…

તેમના જીવનમાં એવા પુરુષો આવ્યા હોય છે. જેમની સાથે તેમને લડવુ પડે છે તો અથવા તો તેમના પ્રેમમાં પડવુ પડે છે. ઘણીવાર તેવા પ્રેમ-પ્રકરણમાં સત્યતા હોય છે તો ઘણીવાર તેવા ડોળ કરવો પડે છે.

તેમણે ફિલ્મ  કરીયરના પ્રેમ-પ્રકરણો પણ બખૂબી નિભાવ્યા છે. તેઓ પોતાને શીવાજી ગણેશન અને એમ.જી.આર કરતા પણ શ્રેષ્ઠ એક્ટર ગણતા હતા. આ પ્રકારનું તેમનુ જીવન રહ્યું છે. તમે દરેક વસ્તુથી અવગત હશો તો તમે પણ સમજી શકશો સેક્સિઝમ વિશે.

જે વર્ષોથી ચાલતુ આવે છે. જેનો ભોગ ઘણી સ્ત્રીઓ બનતી જ હોય છે. તેને તેમના જીવનમાં આવી જંગ તો લડવી જ પડે છે.આ તમામ બાબતો વચ્ચે બંને પાત્રોનું ખૂબ જ સરસ સંબંધ દેખાડવામાં આવ્યો છે. જે ફિલ્મ (Thalaivi)માં પેરેલલ જ ચાલે છે. રસપ્રદ વાત એ છે કે તે સ્ત્રીના દ્રષ્ટિકોણ પર દ્રશ્યો ફિલ્માવવામાં આવ્યા છે.

film scenes

IMAGE CREDIT: GOOGLE

આ પ્રકારની લાક્ષણિકતાઓ અને કલ્પનાઓ તથા આવી પરિસ્થિતિમાં સ્ત્રી શું અનુભવે છે. તેને કેવી રીતે નીચું દેખાડવામાં આવે છે તે તેની વિચારણસરણી તેના સ્વભાવને બુદ્ધિ સાથે સરખાવામાં આવે છે. ફિલ્મોના પ્રત્યેક સ્તરો ઊંડાણપૂર્વક ફિલ્માવવામાં આવ્યા છે.

ફર્સ્ટ હાફમાં દર્શોકાના એક વર્ગને આ ફિલ્મ (Thalaivi) ન પણ ગમે. આ ફિલ્મમાં જીવનના સિનેમેટિક તબક્કાને ખૂબ મહત્વ તથા સ્ક્રિન સમય આપવામાં આવ્યો છે. સેકન્ડ હાફમાં ફિલ્મ સારી એવી ગતિ પકડે છે. કારણ કે ફિલ્મમાં મુખ્યત્વે તેમના જીવનના ભાગને આકાર આપે છે.

આ ભાગમાં ચોક્કસપણે તમારુ ધ્યાન કેન્દ્રિત રહેશે. ફિલ્મની વાર્તાને એવી રીતે સેટ કરવામાં આવી છે જ્યાં પ્રત્યેક ઘટનાનું એક આગવુ જ મહત્વ છે જેને ખૂબ જ સારી રીતે ફિલ્માવવામાં આવી છે.

Thalaivi ના કેરેક્ટર્સની પર્ફોમન્સ

અભિનયની બાબતે કંગના રણાવતને કંઈ પણ કહેવાની જરૂર ના પડે. તે જન્મથી જ સ્ટાર જ છે. કંગના ક્યારેય પણ અભિનયની બાબતે આંગળી ચિંધવાનો અવસર આપતી નથી. આ ફિલ્મમાં પણ તે ખૂબ જ સરસ રીતે ઝળકી ઊઠી છે. ગમે તે હલચલમાં પોતાના વર્ચસ્વને સાબિત કરવા માટે તેની પાસે ઘણા સ્તર અને શેડ્સ છે.

તે ભાવુક, કુશળ, સંભાળ રાખનાર, પ્રેમાળ, ચાલાક, શક્તિશાળી છે. તે શું નથી એમ સવાલ કરવો રહ્યો. આવુ ખૂબ જ ઓછીવાર બને છે કે એક જ ફિલ્મમાં તમારે બધા જ શેડ્સ ભજવવાના આવે છે. તે તમામ શેડ્સ કંગનાએ બખૂબી ભજવ્યા છે.

THALAIVI

IMAGE CREDIT: INSTAGRAM

સાઉથ તથા બોલિવૂડની ઘણી ફિલ્મો કરી ચૂકેલા અભિનેતા અરંવિદ સ્વામીએ (MGR)નું ખૂબ જ સરસ પાત્ર ભજવ્યું છે. થોડા ડાયલોગ્સ અને ટોનમાં ગડબડ થતી જોવા મળે છે. તે સાથે ડબિંગમાં પણ થોડી ગડબડ જણાય છે. તે છતા અરવિંદ સ્વામીની પરફોર્મન્સ ઉતકૃષ્ટ જોવા મળે છે.

ફિલ્મમાં આર.એમ વીરપ્પન તરીકે રાજ અર્જુન પણ તેજસ્વી જોવા મળે છે. ફિલ્મના લગભગ બધા જ સીનમાં જોવા મળે છે. તે સપોર્ટિંગ પાત્ર ભજવી રહ્યો છે. જે સૌ કોઈ માટે યાદગાર પાત્રો પૈકી એક હશે. તેના પાત્રને લીધે જ ફિલ્મની પટકથાને એક અલગ જ ઊર્જા મળે છે.

એવી જ રીતે કરુણાનિધિ તરીકે નાસર પર ખૂબ સારા અને અસરકારક દેખાય છે. તેમનો મેકઅપ પણ એકદમ યોગ્ય છે. તે એકદમ એક રાજકારણી જેવા જ લાગે છે.

ભાગ્યશ્રી ખૂબ જ નાની ભૂમિકામાં જોવા મળે છે. પણ તેને પડદા પર જોવી આજે પણ દર્શકોને ગમે છે. મેંને પ્યાર કિયાના મુખ્ય પાત્ર બાદ તે હમકો દિવાના કર ગયેમાં પણ નાની ભૂમિકામાં જોવા મળી હતી. હવે ઘણા સમય બાદ તે ફરી સ્ક્રિન પર જોવા મળી છે. જે તેના ફેન્સને ખૂબ જ ગમશે. મધુની પણ એક નાનકડી ભૂમિકા ભજવે છે.

આ પણ વાંચોઃ- બોલીવુડ સેલેબ્સે ગણેશ ચતુર્થીની કઈક આ રીતે આપી શુભકામના!

અન્ય તકનીકીઓ 

G.V પ્રકાશ કુમારના ગીતો કથાને અનુરૂપ બનાવવામાં આવ્યા છે છતા પણ યોગ્ય લાગતા નથી. કારણ કે ગીતની ધૂન તેના હિન્દી વર્ઝન સાથે બંધબેસતી નથી. ઈર્શાદ કામિલના લખાયેલા ગીતો પણ યોગ્ય જણાતા નથી.

નોંધનિય છે કે, ફિલ્મનું બેકગ્રાઉન્ડ સ્કોર ખૂબ જ પ્રશંસનિય છે. શરુઆતના બેકગ્રાઉન્ડ સ્કોર સાંભળીને જ તમે ડોલવા લાગશો. વિશાલ વિઠ્ઠલએ ખૂબ જ સરસ સિનેમેટોગ્રાફી કરી છે.

ખાસ કરીને 70થી 80ના દાયકાને ખૂબ જ સરસ રીતે શૂટ કરવામાં આવ્યા છે. ફિલ્મ સૂટમાં વાપરેલા રંગો થોડા વિચિત્ર લાગે છે પણ તેનાથી જ તમને તે સમયની ફિલ્મનો અનુભવ થાય છે.

S.Rama Krishna અને Monika Nigotre ની વિચારણસરણી આ ફિલ્મના પ્રોડક્શન ડિઝાઈનમાં બખૂબી ઝળકે છે. તેઓએ આ ફ્રેમ્સને એ રીતે ગોઠવી છે કે તે દ્રશ્યોને સેય કરેલા સમયનો પણ સ્પષ્ટ ખ્યાલ આવે છે.

બલ્લુ સલુજા દ્વારા કરવામાં આવેલું ઈડિટિંગ ફર્સ્ટ હાફમાં વધારે સારુ થઈ શકતુ હતુ. પણ તેના લગતી ફરિયાદ સેકન્ડ હાફ પૂરી થઈ જાય છે.

એકંદરે ફિલ્મ ખૂબ જ સરસ છે જેમાં તમે જયલલિતાના જીવનના તમામ પાસાઓ અને ઘટનાઓ વિશે ઊંડાણપૂર્વક જાણી શકશો. ખૂબ જ નાની ભૂલો સાથે, ફિલ્મ ખૂબ જ મનોરંજક છે. આ ફિલ્મને થિયેટરમાં જોવી વધુ સારી રહેશે. તો અવશ્યથી જુઓ…

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment