Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 20.
Homeન્યૂઝકન્હૈયા કુમાર-જિજ્ઞેશ મેવાણી રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા

કન્હૈયા કુમાર-જિજ્ઞેશ મેવાણી રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા

Congress
Share Now

કોંગ્રેસ (Congress)પાર્ટીને આજે મંગળવારે બે યુવા નેતાઓ મળ્યા છે. જી હા તમે વાંચી રહ્યાં છે તે હકીકત છે, બિહારના ડાબેરી નેતા કન્હૈયા કુમાર અને ગુજરાત અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. બે યુવા નેતાઓ કોંગ્રેસમાં સામેલ થાય તે પહેલા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)શહીદ ભગત સિંહ પાર્ક પહોંચ્યા અને ત્યાં શહીદ ભગત સિંહની પ્રતિમાને માળા પહેરાવી શ્રદ્ધાંજલિ આપી હતી.

કોંગ્રેસ (Congress)માં સત્તાવાર રીતે જોડાયા બે યુવા નેતા

લાંબા સમયથી કન્હૈયા કુમાર (Kanhaiya Kumar)કોંગ્રેસમાં જોડાયા હોવાની અટકળો ચાલી રહી હતી, પરંતુ હવે તે સત્તાવાર રીતે જોડાયા છે. કન્હૈયા કુમાર અને જિગ્નેશ મેવાણી (Jignesh Mewani )ના સ્વાગત માટે દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટી કાર્યાલયની બહાર પણ પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા, જેમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની તસવીર પણ છે.

આ પણ વાંચો: મોહન ભાગવત બે દિવસ સુરતના પ્રવાસે, પ્રવચન પર રહેશે તમામની નજર

મનીષ તિવારીએ પ્રશ્નો ઉઠાવ્યા

જોકે, કોંગ્રેસના સાંસદ અને વરિષ્ઠ નેતા મનીષ તિવારી (Manish Tewari)એ કન્હૈયા કુમારની એન્ટ્રી પર સવાલ ઉભા કર્યા છે. મનીષ તિવારીએ ટ્વિટ કરીને લખ્યું છે કે કેટલાક સામ્યવાદી નેતાઓ કોંગ્રેસમાં જોડાય તેવી અટકળો છે. આવી સ્થિતિમાં, 1973 માં પ્રકાશિત ‘કોમ્યુનિસ્ટ ઇન કોંગ્રેસ’, વાંચવું જોઈએ, વસ્તુઓ જેટલી બદલાય તેટલી જ સમાન લાગે છે.

ભાજપ કોંગ્રેસ (Congress)પર નારાજ છે

ભારતીય જનતા પાર્ટી (BJP)એ કન્હૈયા અને જિજ્ઞેશ મેવાણીની એન્ટ્રીના બહાને કોંગ્રેસને નિશાન બનાવી હતી. ભાજપના નેતા અમિત માલવિયાએ ટ્વિટ કર્યું છે કે, કોંગ્રેસ સર્જિકલ સ્ટ્રાઈકની વર્ષગાંઠ પર ‘ભારત તેરે ટુકડે હોંગે’ ના કન્હૈયા કુમાર અને જિગ્નેશ મેવાણીને સ્વીકારી રહી છે. આ કોઈ સંયોગ નથી, ભારતની કરી નાખનારાઓનો સાથ મેળવવાની કોંગ્રેસની આદત છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment