Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeએન્ટરટેઈન્મેન્ટકન્નડ સુપરસ્ટાર પુનિત રાજકુમારનું નિધન

કન્નડ સુપરસ્ટાર પુનિત રાજકુમારનું નિધન

Puneeth Rajkumar
Share Now

કન્નડ ફિલ્મના સુપરસ્ટાર પુનીત રાજકુમાર (Puneeth Rajkumar)ને આજે શુક્રવારે હાર્ટ એટેક આવ્યો હતો. જેના પગલે એક્ટરને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનુ નિધન થયુ હતુ. પુનીત રાજકુમારના આકસ્મિક નિધનથી ફિલ્મ જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

Puneeth Rajkumar નું નિધન

કન્નડ ફિલ્મના સુપરસ્ટાર પુનીત રાજકુમારને સવારે હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેમને હોસ્પિટલ (Hospital)ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતા. એક્ટરની સારવાર કરી રહેલા ડૉક્ટર રંગનાથે ન્યુઝ એજન્સી સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે, પુનીત રાજકુમારને આજે સવારે 11.30 કલાકે છાતીમાં દુખાવો થયો હતો અને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા ત્યારે તેની હાલત ઘણી જ ખરાબ હતી.

કરિયર ક્યારથી શરૂ કરી હતી

પુનિત રાજકુમાર લોકપ્રિય સુપરસ્ટાર રાજકુમારનો દીકરો હતો. તેણે પોતાની કરિયરની શરૂઆત ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે 1985માં ફિલ્મ ‘બેટ્ટાડા હોવુ’થી કરી હતી. આ ફિલ્મ માટે પુનિતને ચાઇલ્ડ આર્ટિસ્ટનો નેશનલ ફિલ્મ અવોર્ડ મળ્યો હતો.

આ પણ વાંચો: શું તમે પરેશ રાવલની લવસ્ટોરી જાણો છો? ફિલ્મી દુનિયાની ટોપ 10 ખબરો

Puneeth Rajkumar ના પિતા હતા સાઉથ ઇન્ડિયન સિનેમાના આઇકોન

પુનીતના પિતા રાજ કુમાર સાઉથ ઇન્ડિયન સિનેમા (Cinema)ના આઇકોન હતા. તેઓ કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પહેલા સ્ટાર હતા, જેમને દાદા સાહેબ ફાળકે અવોર્ડથી સન્માનિત કરાવમાં આવ્યા હતા.

સલમાનના જીવન પર સિરીઝ જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment