Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeએન્ટરટેઈન્મેન્ટકરિના કપુરની પ્રેગનેંસી પર લખેલી બુક પર વિવાદ

કરિના કપુરની પ્રેગનેંસી પર લખેલી બુક પર વિવાદ

Share Now

બોલિવુડની જીરો ફિગર તરીકે જાણીતી કરિના કપુર ( Kareena Kapoor Khan ) ક્યારેક તેના ડ્રેસને લઇને તો ક્યારેક તેના પુત્રને લઇને સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહેતી હોય છે. થોડા સમય પહેલાં જ કરિના કપુરે ( Kareena Kapoor Khan) તેની પ્રેગનેંસીના અનુભવો વર્ણવતી બુક લોન્ચ કરી હતી, આ બુકનું ટાઇટલ હતુ પ્રેગનેંસી બાઇબલ, તેના નામના કારણે જ અમુક ધર્મ કે જ્ઞાતિના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

બુકમાં શું દર્શાવાયુ છે?

kareena book

Image Courtesy : Kreena Kapoor Khan Instagram

કરીના કપુર ખાને 9 જુલાઇના દિવસે પોતાની બુક પ્રેગનેંસી બાઇબલ લોન્ચ કરી હતી, બે પુત્રની માતા બનેલી કરીના કપુર ખાને આ બુકને પોતાનું ત્રીજુ બાળક ગણાવ્યુ હતુ. કરીના કપુર ખાનના મતે તેણે પોતાની બુકમાં પોતાની પ્રેગનેંસીને લઇને વાત કરી છે, જેમાં તેણે અનુભવેલા શારીરિક અને માનસિક અને ભાવનાત્મક ફેરફારનો ડિટેલમાં વર્ણવ્યા છે.

બુક કેમ છે વિવાદોમાં?

એક ઇસાઇ સમુદાયના લોકોએ અભિનેત્રી કરિના કપુર ખાનની બુકના ટાઇટલને લઇને રોષ વ્યક્ત કર્યો છે, મહારાષ્ટ્રમાં બીડ શહેરના પોલીસ સ્ટેશનમાં આ કમપ્લેઇન નોંધાઇ છે, આ કમ્પ્લેઇનમાં નોંધ્યુ છે કે, કરિના કપુર અને અદિતી શાહ ભીમજાની દ્વારા લખેલી આ બુકના ટાઇટલમાં પ્રેગન્સી બાઇબલ ટાઇટનું નામ પર વિરોધ દર્શાવ્યો છે.

Kreena Kapoor Khan

Image Courtesy : Kreena Kapoor Khan Instagram

બોલિવુડમાં કોઇ પણ સ્ટાર જ્યારે કોઇ પણ ફિલ્મ કે વેબસિરીઝ કરે છે ત્યારે ધર્મને કે જ્ઞાતિને લગતાં શબ્દો કે  ભાવનાઓને પણ ઠેસ પહોંચાડતા શબ્દો ઉચારાય કે લખવામાં આવે ત્યારે જે તે ધર્મના લોકો નારાજ થઇ જાય તે સ્વાભાવિક છે.

જેથી જ કરિના કપુર ખાનની બુકમાં પવિત્ર શબ્દ બાઇબલનો ઉપયોગ થયો છે, આશીષ શિંદેએ કરેલ કમ્પલેનમાં બુકમાં પવિત્ર શબ્દ બાઇબલ શબ્દનો  ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી બે લોકો વિરોધ ભારતીય દંડ સંહિતા  આઇપીસીની ધારા 295-એ મામલો નોંધાવવાની માંગ કરી છે.

આ પણ વાંચો:  ઐશ્વર્યા મોડેલિંગ છોડીને બની ગઇ IAS ઓફિસર

હજુ FIR નોંધાઇ નથી

પુસ્તક પર થયેલા વિવાદમાં  એક પોલિસ અધિકારીએ કમ્પલેઇન મળવાની વાત કરી છે. શિવાજી નગરના પ્રબાપી નીરીક્ષક સાઇનાથ થ્રોમ્બ્રેએ જણાવ્યુ કે, અમને કમ્પ્લેઇન મલી છે પણ અહીં કોઇ કેસ નોંઘાઇ નથી શકતો. જેથી મુંબઇમાં આ કેસ નોંધાઇ શકાય છે. કરીના કપુર ખાને પોતાના બંને પુત્રો વખતની પ્રેગનેંસીને ખુબ જ ઇન્જોય કરી હતી, જેનો કરિના કપુર ખાન પોતાની પ્રેગનેંસીને ખુબ ઇન્જોય કરી હતી, સોશિયલ મીડિયા દ્વારા તે પોતાના ફેન્સને અપડેટ આપતી રહેતી હતી.          

કરિનાએ એક પોસ્ટ શેર કરતાં લખ્યુ હતુ કે, માતા બનવાનો અનુભવ બધા માટે અલગ-અલગ હોય છે, જેના કારણે મેં મારા અનુભવો આ બુકમાં વર્ણવ્યા છે, મને ખબર નહોતી કે હું આ બુક લખી શકવાની હતી. આ બંને બાળકોને જન્મ આપવાનો અનુભવ મારો ખુબ જ સુંદર હતો જેથી હું આ અનુભવને શેર કરી રહી છુ.

આ વિવાદ ક્યાં પહોંચે છે, અને ક્યાં જઇને અટકે છે, તે જોવાનું રહ્યુ. પણ સંવેદના ભરેલી બાબતો અને ધર્મ અને જ્ઞાતિની બાબતોમાં સ્ટાર્સે વિચારવુ પડે છે. 

 

આ પણ વાંચો: અંબાણી DIAL કરશે 8888888888, કોલ ચાર્જિસ હશે 6600 કરોડ રૂપિયા

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment