Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 29.
Homeએન્ટરટેઈન્મેન્ટકરીના કપૂરે આ રોલ માટે માંગ્યા ૧૨ કરોડ !

કરીના કપૂરે આ રોલ માટે માંગ્યા ૧૨ કરોડ !

Kareena kapoor to play sita
Share Now

કરીના કપૂર કે જેમણે અલગ અલગ પાત્રો ભજવીને આપણા સૌનાં દિલ જીત્યાં છે, હવે સીતા માતા બનવા માટે તૈયાર છે.

જી હાં, હાલમાં જ મળેલી માહિતી અનુસાર ડાયરેક્ટર અલૌકિક દેસાઈ પોતાની ફિલ્મ સીતા માટે લીડ એક્ટ્રેસ શોધી રહ્યા છે. આ ફિલ્મ માટે તેમણે ઘણી બધી એક્ટ્રેસના નામ વિચાર્યા. પરંતુ અંતમાં તેમણે કરીના કપૂર ખાનને એપ્રોચ કરી છે. કરીના કપૂર ખાન કે જે અત્યારે હાલમાં ‘વીરે દી વેડિંગ ૨’નું શૂટિંગ કરી રહી છે, એમણે આ ફિલ્મને લઈને હજી સુધી કોઈ ઓફિશિયલ વાત કરી નથી.

Kareena Kapoor keen to write book sharing her life experiences | Bollywood News – India TV

પરંતુ હાલમાં જ મળેલા અહેવાલ અનુસાર કરીના કપૂર આ ફિલ્મમાં કામ કરવા માટે રાજી થઇ ગઈ છે. તેમને પોતાનું પાત્ર પણ ખૂબ પસંદ આવ્યું છે. કરીના કપૂર અને અલૌકિક દેસાઈ વચ્ચે આ ફિલ્મને લઈને વાતચીત પણ થઇ છે. પરંતુ હવે કરીના આ ફિલ્મમાં દેખાશે કે નહી એને લઇને વાત થોડી વણસી ગઈ છે. કારણકે આ ફિલ્મને લઈને બેબોએ ખૂબ મોટી રકમની માંગણી કરી છે.

અહિયાં વાંચો: પોપકોર્નથી વજન પણ ઘટે !!!

પ્રાપ્ત માહિતી અનુસાર કરીના કપૂર કે જેઓ સામાન્ય રીતે ફિલ્મો માટે ૬થી ૮ કરોડ રૂપિયા માંગે છે, એમણે આ ફિલ્મ માટે ૧૨ કરોડ રૂપિયાની માંગણી કરી છે. જેણે નિર્માતાઓને પરેશાન કરી મૂક્યા છે.હકીકતમાં અત્યારે હાલમાં તેઓ પોતાના નિર્ણય પર ફરી વિચાર કરી રહ્યા છે અને કરીના સિવાય આ ફિલ્મ માટે હવે કોઈ યંગ એક્ટ્રેસને કાસ્ટ કરવા માટે વાતચીત કરી રહ્યા છે. પરંતુ હજી પણ પહેલી પસંદ કરીના જ છે.

 

કરીના પહેલાં વીરે દી વેડિંગ ૨ અને હંસલ મહેતાની ફિલ્મનું શૂટિંગ કરશે. કારણકે એ નાની ફિલ્મો છે જે એક-એક મહિનામાં પૂરી થઇ જશે. જયારે સીતા ફિલ્મને ૮થી દસ મહિનાની તૈયારી, શૂટ અને પ્રોડ્ક્શનની જરૂરપડશે. તો આ ફિલ્મ માટે કકરીનાને પૂરો સમય આપવો પડશે. પરંતુ બેબોને એ પણ ખ્યાલ છે કે આ એમનો અત્યાર સુધીનો સૌથી મોટો પ્રોજેક્ટ હશે. કારણકે આ ફિલ્મ સીતાના દ્રષ્ટિકોણથી રામાયણની એક રીટેલિંગ છે.

જુઓ વિડિઓ : રાધેના નવા સોંગમાં જેક્લીનનો ડાન્સ થયો વાઇરલ

બીજી પસંદ છે આલિયા ભટ્ટ

એવું જણાઈ રહ્યું છે કે આલિયા ભટ્ટ મેકર્સની બીજી પસંદ છે. અહેવાલમાં જણાવાયું છે કે કરીનાની ટીમ હવે ફિલ્મ માટે તારીખો ગોઠવવામાં લાગેલી છે. એકવાર બધી ફોર્માલીટી થઇ જાય પછી આ ફિલ્મની ઓફિશિયલ જાહેરાત કરવામાં આવશે.જો આ ફિલ્મને લઈને કરીનાની સાથે વાત ન બને તો ‘આલિયા’ મેકર્સની બીજી પસંદ છે.

બાહુબલીના લેખકે લખી છે ‘સીતા’

ફિલ્મ સીતાની વાત કરીએ તો આ અત્યારસુધીના બોલિવૂડના સૌથી મોટા પ્રોજેક્ટ્સમાંની એક છે. એની સ્ક્રિપ્ટ ખુદ બાહુબલી ફિલ્મના લેખક કે વી વિજયેન્દ્રપ્રસાદે લખી છે. આ ફિલ્મમાં રામાયણને સીતાના દ્રષ્ટિકોણથી દેખાડવામાં આવશે.  માટે એ વાજબી છે કે ફિલ્મમાં સીતાનો રોલ સૌથી મહત્વપૂર્ણ છે. આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષામાં રીલીઝ થશે.

ત્યા કરીનાના હાથમાં અત્યારે હાલ જે પ્રોજેક્ટ્સ છે એમની વાત કરીએ તો, કરીના હમણાં અદ્વૈતચંદનની ફિલ્મ લાલ સિંહ ચડ્ડામાં વ્યસ્તછે. આ ફિલ્મમાં કરીના આમીર ખાન સાથે દેખાશે. આ ફિલ્મ ટોમ હેન્કસ દ્વારા અભિનીત ૧૯૯૪ની હોલીવૂડ ફિલ્મ ફોરેસ્ટ ગંપની રીમેક છે. આ સિવાય કરીના કરણ જોહરની ફિલ્મ તખ્તમાં પણ નજરે પડશે. આ ફિલ્મમાં એમની સાથે અનીલ કપૂર, આલિયા ભટ્ટ, રણવીર સિંહ, વિક્કી કૌશલ, ભૂમિ પેડનેકરઅને જ્હાનવી કપૂર પણ શામેલ છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment