ગજરાત કરણીસેનાના પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવતની પોલીસ એટ્રોસિટી એક્ટ હેઠળ ધરપકડ કરી છે. બે વર્ષ પહેલા કચ્છના રાપર તાલુકામાં રાજ શેખાવતે એક જાહેર સભામાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જેને પગલે તા.31ઓકટોબર 2019 ના રોજ રાપર પોલીસ સ્ટેશન ખાતે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. ત્યારે ગઈ કાલે કોર્ટના વોરંટ અનુસાર રાપર પોલીસ આરોપી રાજ શેખાવતની અમદાવાદથી ધરપકડ કરી લીધી છે.
બે વર્ષ પહેલા નોંધાયો હતો ગુનો
બે વર્ષ પહેલા કરણીસેનાના અધ્યક્ષ રાજ શેખાવતે કચ્છના રાપર ખાતે એક જાહેર સભામાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જેને પગલે રાજ શેખાવતની વિરુદ્ધ એટ્રોસિટી એકટ્ હેઠળ ગુનો નોંધાયો હતો. રાજ શેખાવતની સામે રાપર પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો.કલમ 153(ક)(1)એ. બી., 506(2), 504 તથા એટ્રોસિટી એકટની કલમ 3(1)યુ,3(2)(5-એ) હેઠળ ગુનો નોંધાયો હતો. ત્યારે કજોરતે જેલ વોરત ઇસ્યુ કરતાં નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલાએ પોતાની ટીમ સાથે અમદાવાદ જઇનએ તેને પકડી લીધો હતો. અને ત્યાર બાદ આરોપી રાજ શેખાવતને સ્પેશિયલ એટ્રોસિટિ કોર્ટમાં હાજર કરાયો હતો. ત્યારબાદ રાજ શેખાવતનએ જેલને હવાલે કરાયો હતો. આ સમગ્ર કામગીરીમાં ડીવાયએસપીની સાથે રાપરના પીઆઇ તેમજ ભચાઉ અને રાપરનો સ્ટાફ પણ જોડાયો હતો.
ઉલ્લેખનીય છે કે, ગજરાત કરણીસેનાના પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવતની પોલીસ એટ્રોસિટી એક્ટ હેઠળ ધરપકડ કરી છે. બે વર્ષ પહેલા કચ્છના રાપર તાલુકામાં રાજ શેખાવતે એક જાહેર સભામાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જેને પગલે તા.31ઓકટોબર 2019 ના રોજ રાપર પોલીસ સ્ટેશન ખાતે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. ત્યારે ગઈ કાલે કોર્ટના વોરંટ અનુસાર રાપર પોલીસ આરોપી રાજ શેખાવતની અમદાવાદથી ધરપકડ કરી લીધી છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4