Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / October 24.
Homeભક્તિKashtbhanjan Hanuman જ્યાં હનુમાનજીની સાથે ભોળાનાથના પણ દર્શન થાય છે

Kashtbhanjan Hanuman જ્યાં હનુમાનજીની સાથે ભોળાનાથના પણ દર્શન થાય છે

Kashtbhanjan Hanuman
Share Now

॥ ૐ નમો હનુમતે ભયભંજનાય સુખં કુરુ ફટ્ સ્વાહા ॥

કષ્ટ હરનાર દેવ એટલે કષ્ટભંજન હનુમાનજી. અમદાવાદમાં કષ્ટભંજન હનુમાન (Kashtbhanjan Hanuman)નું એક એવું મંદિર છે જ્યાં ભક્તોને થાય છે હનુમાનજીની સાથે ભોળાનાથના પણ દર્શન. મેગા સિટી અમદાવાદના નહેરુનગર સર્કલ પાસે આવેલું છે. જે પ્રાચીન મંદિર પૈકી એક છે કષ્ટભંજન હનુમાનજીનું મંદિર. આ મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે. આ એક માત્ર એવું મંદિર હશે કે જ્યાં કષ્ટભંજન હનુમાનજીની સાથે જ મંદિરમાં પદમેશ્વર મહાદેવ પણ બિરાજમાન છે. આ મંદિરની સ્થાપના અંદાજીત 79 વર્ષ પહેલા થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Kashtbhanjan Hanuman 

આ મંદિરમાં કષ્ટભંજન હનુમાનજી(Kashtbhanjan Hanuman)ની મનોરમ મૂર્તિ છે. જેને જોતા જ લાગે કે આપણી સામે સાક્ષાત હનુમાનજી બિરાજમાન છે. આ કષ્ટભંજન હનુમાનજી કળિયુગમાં પણ પરચા પુરે છે. કષ્ટભંજન હનુમાનજી સમક્ષ આવી ભક્તો થઈ જાય છે ભક્તિમાં લીન. આ મંદિર સાથે એવા ઘણા લોકોની શ્રદ્ધા જોડાયેલી છે કે જે છેલ્લા ઘણા વર્ષોથી અહીં કષ્ટ હરનાર કષ્ટભંજન હનુમાનજીના શરણે આવે છે. અહીં આવનાર તમામ દુખિયાના દુઃખ દૂર થાય છે.

Kashtbhanjan Hanuman મંદિરમાં આવે છે શ્રદ્ધાળુઓ 

આ પ્રાચીન મંદિરમાં ભોળાનાથ પણ બિરાજમાન હોવાથી અહીં ભાવિક ભક્તો ભોળાનાથને જળાભિષિક અને દૂધનો અભિષેક કરવામાં આવે છે. શ્રાવણ મહિનામાં તો અહીં ભક્તોનું ઘોડાપુર ઉમટે છે, પરંતુ સામાન્ય દિવસોમાં પણ અહીં ભક્તો આવી ભક્તિભાવમાં લીન થઈ જાય છે.

kashtbhanjan hanuman

Kashtbhanjan hanuman Naherunagar Ahmedabad

આ પણ વાંચોઃ- Harsiddhi Mata Mandir માં માતાજીની ઉપાસના કરતા હતા શ્રી કૃષ્ણ

અહીંથી પસાર થતાં લોકો પણ ભગવાન આગળ નતમસ્તક થઈ જાય છે. ઘણા શહેરીજનોની આ મંદિર પર અપાર શ્રદ્ધા છે. ભગવાન પર અપાર શ્રધ્ધા અને વિશ્વાસ જોડાયેલો હોવાથી ઘણા શ્રદ્ધાળુઓ કોઈ શુભ કાર્ય કરવા જાય ત્યારે પણ અહીં હનુમાનજી અને ભોળાનાથના દર્શન કરીને જ આગળ વધે છે. દર્શનાર્થીની કષ્ટભંજન હનુમાન અને પદમેશ્વર મહાદેવ પરની અપાર શ્રદ્ધા જ ભક્તોને મંદિર સુધી ખેંચી લાવે છે.

કષ્ટભંજન હનુમાનજીના મંદિરે ખાસ કરીને શનિવાર અને મંગળવારે ભક્તોનો ધસારો રહે છે. આ ઉપરાંત મંદિરમાં પદમેશ્વર મહાદેવ પણ બિરાજમાન હોવાથી સોમવારે પણ ભક્તો પુરા શ્રદ્ધા ભાવથી અહીં આવે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment